________________
નીકળે છે અને ઉર્ધ્વલોકમાં પાંચમા દેવલોક સુધી જાય છે અને ત્યાંથી અથડાઇને પાછા તાં તે પુગલો મનુષ્યલોકને વિષે પણ પ્રસરે છે આના કારણે મનુષ્ય લોકમાં સાધુ સાધ્વીઓને તથા પૌષધમાં રહેલા શ્રાવક અને શ્રાવિકાઓને કામળીનો કાળ હોય છે કે જે શીયાળામાં એટલે કારતક સુદ - ૧૫ થી ફાગણ સુદ- ૧૪ સુધી સૂર્યોદયથી ચાર ઘડી અને સૂર્યાસ્ત પહેલા ચાર ઘડી કાળ હય છે. ફાગણ સુદ - ૧૫ થી અસાડ સુદ - ૧૪ સુધી સૂર્યોદયથી બે ઘડી અને સૂર્યાસ્ત પહેલા બે ઘડીથી કામળી કાળ શરૂ થાય છે. એવી જ રીતે અસાડ સુદ - ૧૫ થી કારતક સુદ - ૧૪ સુધી સૂર્યોદય પછી છ ઘડી અને સૂર્યાસ્ત પહેલા છ ઘડીથી કામળીનો કાળ શરૂ થાય છે એમ સમજવું. આટલા કાળ પછી એ તમસ્કાયના જીવો અચિત્ત થઇ જાય છે માટે તે કામળીના કાળમાં બહાર જવાનો વખત આવે તો કામળી ઓઢીને ન છૂટકે જવાનું વિધાન છે. કારણ કે તે કાળમાં તે તમસ્કાયના પુગલો સચિત્ત હોય છે આથી તે ટાઇમે તે જીવોની હિંસા ન થાય અને કામળી ઉપર તે જીવો પડે તો બચી જાય મરણ ન પામે માટે જ્ઞાની ભગવંતોએ કામળીનો કાળ કહેલો છે.
આથી જૈન શાસનમાં ખુલ્લામાં એટલે છાપરા વગર ઉપર બાંધ્યા વગર બેસાય નહિ અને સુવાયા નહિ અને રસોઇ વગેરે થાય નહિ તેમજ જમાય પણ નહિ અને પાણી પણ વપરાય નહિ આ જીવોની હિંસાનો દોષ લાગે છે.
અહીંનો સૂર્ય અસ્ત થતો હોય ત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં આ સૂર્ય ઉદય રૂપે દેખાય છે અને મહાવિદેહમાં અસ્ત થતો હોય ત્યારે અહીં ઉધ્ય રૂપે દેખાય છે. સૂર્યને વાનાં ૧૮૩ માંડલા હોય છે એ સૂર્યના વિમાનને વાના ચાર ક્ષેત્ર કહેવાય છે. એ માંડલાની બહાર સૂર્ય તો નથી જ્યારે છેલ્લા માંડલામાંથી સૂર્ય અંદરના માંડલામાં જતો હોય ત્યારે દિવસ નાનો થતો જાય અને રાત્રિ મોટી થતી જાય છે અને અંદરના માંડલામાંથી સૂર્ય બહાર આવતો હોય ત્યારે દિવસ મોટો થતો જાય અને રાત્રિ નાની થતી. જાય છે. આથી ઉતરાયણ અને દક્ષિણાયણ એમ બે વિભાગ વરસના થાય છે. આ કારણથી દિવસ અને રાત્રિ થયા કરે છે.
વર્તના કાળ એક સમય રૂપે હોય છે. જે સમય આવ્યો તે ગયો ફ્રીથી તે સમય આવવાનો નથી તે ચૌદ રાજલોકમાં સદા માટે એ નિયમ હોય છે.
એક સમય કાળ એટલે કેટલો કાળ ?
કોઇ એક નિરોગી જુવાન માણસ જીર્ણ થયેલા કપડાને બે ભાગ કરવા એટલે ાડવા માટે મહેનત કર તો કેટલો કાળ બે ભાગ કરતાં થાય ? તે કપડાનાં એક તંતુ એટલે તારથી બીજો તાર તૂટતાં અસંખ્યાતા સમયો થાય છે તેનો જે અસંખ્યાતમો ભાગ તે એક સમય કહેવાય છે. એજ રીતે કોઇ જુવાન નિરોગી માણસ કમળના સો પાંદડા ઉપરા ઉપરી મુકીને તીક્ષ્ણ ભાલો લઇને તેને ભેદવાનો પ્રયત્ન કરે તો તે સો પત્તા ને એક સાથે ભેદતાં કેટલો કાળ લાગે ? કાંઇ નહિ, તો જ્ઞાનીઓ કહે છે કે એ એક પાંદડામાંથી ભાલાની અણી પસાર થતાં બીજા પાંદડામાં પ્રવેશ કરે તેમાં અસંખ્યાતા સમયો લાગે છે તે અસંખ્યાતા સમયનો અસંખ્યાતમો ભાગ તે એક સમય કહેવાય છે.
એક આવલિકાના સમયો અસંખ્યાતા થાય છે એમ જે કહ્યું છે તે ચોથા અસંખ્યાતા જેટલા સમયો ગણાય છે એવી ૨૫૬ આવલિકાના સમય જેટલું નાનામાં નાનું આયુષ્ય એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તિર્યંચા, સુધીનાં જીવોનું તથા મનુષ્યોનું આયુષ્ય હોય છે.
એક ચપટી વગાડતાં અસંખ્યાતા સમય પસાર થઇ જાય છે. આવા નાના આયુષ્યવાળા ભવને ક્ષુલ્લક ભવ પણ કહેવાય છે.
મનુષ્યના એક શ્વાસોચ્છવાસ કાળમાં સાડા સત્તર ભવો કરે છે તે ભવ એક એક ૨૫૬ આવલિકા કાળ પ્રમાણ હોય છે.
૨૪ મિનિટ = ૧ ઘડી
Page 72 of 78