Book Title: Jeev Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 78
________________ પછી તેના પછીનો સમય મેળવતા અવસરપિણીનો બધો કાળ પસાર થાય ઉત્સરપિણીનો બધો કાળ પસાર થાય અને ક્રીથી અવસરપિણીનો કાળ આવે અને એના પછીના સમયે મરણ પામે તો જ ગણતરીમાં આવે. જો ન થાય તો ફ્રીથી એટલો કાળ જવા દેવો પડે. આ રીતે કરતાં અવસરપિણી ઉત્સરપિણીના બધા સમયોને મરણથી સ્પર્શ કરી ભોગવે ત્યારે સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવ્રત થાય છે. (9) બાદર ભાવ પૂગલ પરાવર્ત : રસબંધના જેટલા અધ્યવસાયો હોય છે તે સઘળાને ક્રમ વિના મરણ વડે ભોગવે તે બાદર ભાવા પુગલ પરાવર્ત કહેવાય છે. (8) સૂક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવર્ત : રસબંધના જઘન્ય અધ્યવસાય સ્થાને મરણ પામે પછી બીજા ગમે તેટલા સ્થાનોમાં મરણ પામે તે ગણતરીમાં આવે નહિ પણ જ્યારે જઘન્ય પછીના રસબંધના અધ્યવસાય સ્થાન ઉપર મરણ પામે તે ગણતરીમાં ગણાય આવી રીતે સઘળાય રસબંધના સ્થાનોને મરણથી સ્પર્શ કરે તેમાં જેટલો કાળ થાય તે કાળને સૂક્ષ્મ ભાવે પુદ્ગલ પરાવર્તકાળ કહેવાય છે. આ દરેકમાં બાદરના કાળ કરતાં સૂક્ષ્મનો કાળ અનંત ગુણો અધિક હોય છે. આત્માને દુ:ખી ન કરવો હોય અને સુખી કરવો હોય તો ગયેલો કાળ ફ્રી આવતો નથી એમ વિચારણા કરીને આત્માને સ્થિર કરવો પુદ્ગલ પ્રત્યે જેટલો નિર્લેપ રહેવાનો પ્રયત્ન કરતાં કરતાં નિર્લેપતા. પેદા કરીએ તો સંસારમાં આપણો કેટલો કાળ છે તે આપણને ખબર પડે છે અને એ પુદ્ગલોમાં રાગાદિ પરિણામ કરી કરીને જીવવાથી સંસારનો કાળ વધતો જાય છે. માટે આપણે શું કરવું એ આપણી જાતે વિચારવાનું છે. આપણે મિત્ર બનવું છે કે આત્માના દુશ્મન બનવું છે ? જો મિત્ર બનીને જીવવું હોય તો નિર્લેપતા કરીને જીવવું પડશે અને જો દુશ્મન બનવું હોય તો. રાગાદિ કરીને જે રીતે જીવીએ છીએ તે બરાબર છે. ભલે સંસાર વધે બરાબર ને ? જ્યારે કર્મ બંધ કરીએ છીએ ત્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એમ પાંચ પ્રકારે ભોગવવા. લાયક નિશ્ચિત થઇ જાય છે. એ રીતે જ એ કર્મનો ભોગવટો થયા કરે છે. આયુષ્ય બાંધતા જે આયુષ્યના. કાળમાં એ કર્મ કેટલા ભોગવાશે એ પણ નક્કી થતું જાય છે. આથી પુદ્ગલ પરાવર્તકાળમાં ક્રવા ન જવું હોય તો ઘર, પેઢી, કુટુંબ, પરિવાર, પૈસા ટકામાં નિર્લેપતા કરવા માંડો જેટલું ઉદાસીન ભાવે એમાં રહીએ એટલો કાળ જરૂર ઓછો થતો જાય અને મોક્ષનો કાળ નજીક થતો જાય માટે ઉદાસીનતા ભાવે કેળવવાનો પ્રયત્ન કરી સંસાર ઓછો થાય એવી રીતે જીવન જીવી મુક્તિપદને જલ્દી પામો એ એક અભિલાષા. મા તે જીવતત્વ પૂર્ણ થયું Page 78 of 78

Loading...

Page Navigation
1 ... 76 77 78