Book Title: Jeev Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 77
________________ (૪) સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત (૫) બાદર કાળ પુગલ પરાવતી (૬) સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્ત (૭) બાદર ભાવ પુદ્ગલ પરાવતી (૮) સૂક્ષ્મ ભાવ પુગલ પરાવર્ત આ આઠમાં જે ચાર બાદરના ભેદો છે તે સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્તને સમજવા માટે છે. (૧) બાદર દ્રવ્ય પુગલ પરાવર્ત : જગતમાં જેટલી ગ્રહણ યોગ્ય વર્ગણાઓ છે તે વર્ગણાઓના પગલોને ક્રમ વિના કોઇ આત્મા ભોગવી ભોગવીને છોડે તેમાં જેટલો કાળ પસાર થાય તે બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત કહેવાય છે. (૨) સૂક્ષ્મદ્રવ્ય પુગલ પરાવર્ત : કોઇ જીવ જગતમાં ગ્રહણ યોગ્ય આઠ વર્ગણાઓ છે તેમાંથી આહારક શરીર વર્ગણા સિવાયની સાત વર્ગણાના પુગલોને ક્રમસર ગ્રહણ કરી કરીને ભોગવે તેમાં જેટલો કાળ પસાર થાય તે કાળને સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત કાળ કહેવાય છે. કેટલાક આચાર્યો કોઇપણ એક વર્ગણાના પુગલોને ક્રમસર ગ્રહણ કરી કરીને ભોગવે તેને સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્તકાળ કહે છે. દા.ત. દારિક ગ્રહણ યોગ્ય વર્ગણાના પગલોને પાંચ નંબરની સંખ્યાથી શરૂ કર્યા તેમાં પ-૬ ઇત્યાદિ ક્રમસર આવ તે ગણાય તેમાં વચમાં ૨૫, ૫૦, ૧૦૦ વગેરે ગ્રહણ કરે તે ગણતરીમાં લેવા નહિ વચમાં દેવલોક કે નરકમાં જાય ત્યાં વક્રીય વર્ગણાના પગલો ગ્રહણ કરે તે ગણાય નહિ જ્યારે મનુષ્ય કે તિર્યંચ થઇને પ-૬ વર્ગણા પછી સાતમી વર્ગણાના પુદ્ગલો ગ્રહણ થાય તેજ ગણતરીમાં લેવાય આવી રીતે આખી આદારિક વર્ગણાના બધા પુગલોને ગ્રહણ કરી ભોગવે તેટલા કાળને સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્તી કાળ કહેવાય છે. આ રીતે ભોગવતાં અનંતી ઉત્સરપિણી અને અનંતી અવસરપિણીકાળ પસાર થાય છે. (૩) બાદર ક્ષેત્ર પુગલ પરાવર્તન : ચૌદ રાજલોક જગતને વિષે જેટલા આકાશ પ્રદેશો છે તે દરેક આકાશ પ્રદેશોને મરણથી ક્રમ વિના સ્પર્શ કરી ભોગવે તેમાં જેટલો કાળ થાય તે બાદર ક્ષેત્ર પુગલ પરાવર્ત કાળ કહેવાય છે. (૪) સૂક્ષ્મ ક્ષેત્ર પુગલ પરાવર્ત કાળ : ચૌદ રાજલોકના આકાશ પ્રદેશોને ક્રમસર મરણથી સ્પર્શ કરીને ભોગવતાં જેટલો કાળ થાય એટલે કે કોઇ નિયત આકાશ પ્રદેશ ઉપર મરણ પામી પછી તેના પછીના સિવાયના બાકીના ગમે તે આકાશ પ્રદેશ ઉપર મરણ પામે તો તે ગણતરીમાં આવતા નથી પણ જ્યારે જે આકાશ પ્રદેશે મરણ પામ્યા પછી તેની બાજુના આકાશ પ્રદેશ ઉપર મરણ પામે તે ગણતરીમાં લેવાય એવી રીતે ક્રમસર ચૌદ રાજલોકના સઘળાય આકાશ પ્રદેશને મરણથી સ્પર્શ કરી ભગવે તેમાં જેટલો કાળ થાય તે સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત કાળા કહેવાય છે. આમાં અનંતી ઉત્સરપિણી અને અનંતી અવસરપિણી જેટલો કાળ થાય છે. (૫) બાદર કાળ મુગલ પરાવર્ત કાળ : પાંચ ભરત અને પાંચ એરવત ક્ષેત્રને વિષે ઉત્સરપિણી અને અવસરપિણી કાળ હોય છે તેના જેટલા સમયો થાય તે કાળને ક્રમ વિના મરણથી ભોગવીને સ્પર્શ કરે તે બાદર કાળ પુગલ પરાવર્ત કાળ કહેવાય (૬) સૂક્ષ્મ કાળ પુગલ પરાવર્ત : ઉત્સરપિણી અને અવસરપિણી કાળના સમયોને ક્રમસર મરણથી સ્પર્શ કરી ભોગવે એટલે કે અવસરપિણીના જે સમયે કાળ કરે પછી તે સિવાયના ગમે તેટલા સમયોમાં મરણ પામે તો તે ગણતરી કરાય નહિ તેના પછીના સમયે મરણ પામે તે ગણતરીમાં આવે એટલે એકવાર જે સમયે મરણ પામ્યો ત્યાર Page 77 of 78

Loading...

Page Navigation
1 ... 75 76 77 78