________________
યુક્ત હોય છે એટલે કેટલાક કાળા પુદ્ગલો સુગંધવાળા હોય. કેટલાક કાળા પુદ્ગલો દુર્ગધવાળા હોય. માટે એ બેનો સરવાળો કરવાનો હોય છે. એવી જ રીતે એ કાળા વર્ણના પગલો તીખા રસવાળા, કડવા રસવાળા, તૂરા રસવાળા, ખાટા રસવાળા અને મીઠા રસવાળા હોય છે માટે પાંચે ઉમેરવાના હોય છે. એવી જ રીતે એ કાળો વર્ણ આઠ સ્પર્શમાંથી કોઇને કોઇ સ્પર્શવાળો પણ હોય છે માટે આઠે ઉમેરવાના હોય છે. અને એવી જ રીતે એ કાળો વર્ણ પાંચ સંસ્થાનમાંથી કોઇને કોઇ સંસ્થાનવાળો પણ હોય છે. આથી પાંચ ઉમેરવાના હોય છે. આ રીતે એક કાળા વર્ણના ૨૦ ભેદો થાય છે.
૨ + ૫ + ૮ + ૫ = ૨૦ ભેદો થાય છે.
એજ રીતે નીલવર્ણના - ૨૦, રક્ત વર્ણના- ૨૦, પીત વર્ણના - ૨૦ અને શ્વેત વર્ણના પણ ૨૦ થઇને કુલ ૧૦૦ ભેદો વર્ણના થાય છે. 1 ગંધના ૪૬ ભેદો થાય તે આ પ્રમાણે. સુગંધના પગલો પાંચ વર્ણવાળા, પાંચ રસવાળા, આઠ સ્પર્શવાળા અને પાંચ આકૃતિવાળા એમ ૨૩ ભેદો થાય છે અને ૨૩ દુર્ગધના થઇને ૪૬ ભેદો ગંધના થાય છે.
પાંચ રસના – ૧૦૦ ભેદો થાય છે.
કડવો રસ પાંચ વર્ણવાળો - ૨ ગંધવાળો, આઠ સ્પર્શવાળો અને પાંચ સંસ્થાનવાળો હોય છે માટે ૨૦ ભેદ થાય છે.
આ રીતે બાકીના ચાર રસના વીશ-વીશ ભેદ ગણતાં કુલ ૧૦૦ ભેદો થાય છે.
સ્પર્શના કુલ ૧૮૪ ભેદો થાય. ગુરૂસ્પર્શનાં પ-વર્ણ-૨ ગંધ--૫ રસ-પ અને કોઇપણ એટલે ગુરૂસ્પર્શના પ્રતિપક્ષી સ્પર્શ સિવાયના બાકીના ૬ સ્પર્શ અને પાંચ સંસ્થાન એમ કુલ ૨૩ ભેદ થાય છે. એમ બાકીના 9 સ્પર્શના ૨૩-૨૩ ગણતાં ૨૩ X ૮ = ૧૮૪ ભેદ થાય.
પાંચ સંસ્થાનનાં ૧૦૦ ભેદો થાય છે. કોઇપણ સંસ્થાન. ૫ વર્ણ-૨ ગંધ-૫ રસ-૮ સ્પર્શવાળું હોય છે. માટે ૨૦ ભેદ થાય. આથી ૫ X ૨૦ = ૧૦૦ ભેદો થાય છે. આ રીતે કુલ.
૧૦૦ + ૪૬ + ૧૦૦ + ૧૮૪ + ૧૦૦ = ૧૩૦ ભેદો પુદ્ગલના થાય છે.
સંસાર વધારવામાં આ પાંચસો ત્રીશ ભેદોમાંથી કોઇને કોઇ ભેદોને વિષે જીવ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ આદિ કરતો કરતો સંખ્યાનો કાળ-અસંખ્યાતો કાળ કે અનંતો કાળ વધારતો જાય છે. અને આ રીતે જ આ પુગલોના સંયોગથી સંસાર ચાલ્યા જ કરે છે. આ પુગલોનો રાગ, દ્વેષ વગેરે કણાનુબંધ રૂપે જીવને એક જન્મમાંથી બીજા જન્મ રૂપે ચાલ્યા જ કરે છે માટે કેટલીક વાર કોઇ સારા પુગલો જોવામાં આવે તો પણ દ્વેષનો બદણાનુબંધ ચાલતો હોય તો તે પુદ્ગલો ગમતાં નથી રૂચિ થતી નથી. અરૂચિ અને દ્વેષ ઉત્પન્ન કરે છે. એવી જ રીતે જે પુદ્ગલો જોવાલાયક ન હોય તો પણ તે પુદ્ગલ પદાર્થ પ્રત્યે જીવને રાગનો વટણાનુબંધ ચાલતો હોય તો તે પુદ્ગલ પદાર્થ ગમી જાય છે. અનેક જોનારા ન કહે તો પણ, તે ગમી જાય છે. રૂચિ પેદા થાય છે અને તેનું મમત્વ વધતું જાય છે.
બ્રેનો મોટે ભાગે સોનું જૂએ-સોનાના દાગીના જુએ એટલે ગાંડા ગાંડા થઇ જાય છે. પણ ખબર નથી કે આ બધું મુકીને જવાનું છે. અત્યાર સુધી અનંતા શરીરો મુકીને આવેલા છીએ એમાં કેટલાક રાગથી મુકેલા હોય છે. કેટલાક દ્વેષથી મુકેલા હોય છે. જો શરીર રોગીષ્ટ હોય તો તેને મુક્તા દ્વેષ બુદ્ધિ થાય છે અને જે શરીર રોગ વગર મુકેલા હોય તે રાગથી મુકેલા હોય છે એમ કહેવાય છે.
આથી પુગલ પદાર્થને વિષે રાગાદિ પરિણામથી નિર્લેપ રીતે જીવાય તેની ખાસ કાળજી રાખવાની છે. જેટલી નિર્લેપતા વધે એટલે આત્માનું કલ્યાણ સારી રીતે થઇ શકે અને જે અણાનુબંધ રાગાદિના થયેલા છે તે તૂટતાં જાય અને નાશ પામે આથી કહેવાય છે કે ભગવાનના દર્શન પાંચ મિનિટ પણ એકાગ્રચિત્તે કરવામાં આવે તો તેનામાં તાકાત છે કે ત્રણાનુબંધ તોડીને ચોવીસ કલાકના રાગાદિ
Page 70 of 78