________________
કેટલાક દારિક પુગલોને ઘસી ઘસીને એકદમ સુંદર કોમળ સ્પર્શવાળા બનાવી પ્રતિબિંબ પડે એવા બનાવી શકાય છે તથા પ્રકાશ પ્રકાશ ફ્લાય એવા પણ બનાવી શકાય છે માટે કોઇ વિચાર આદિ કરતાં એકાગ્રતા પેદા થઇ જાય તો આવા પ્રકાશવાળા પુદગલોની અનભૂતિ પણ જીવોને થઇ શકે છે. એટલા માત્રથી એ આત્મદર્શન થયું એમ માનવું બરાબર નથી કારણકે આત્મ પરિણામનો અધ્યવસાય અરૂપી હોય છે એ અરૂપી પદાર્થને કેવલજ્ઞાની સિવાય કોઇ જોઇ શકતું નથી માટે તે પ્રકાશ જેવું દેખાય તે કોઇ પણ પ્રકારના દારિક પુદ્ગલોનું દર્શન હોઇ શકે છે એથી મુંઝાવાનું નહિ.
જેમ એક બીજા પુદ્ગલોના મિશ્રણથી ઘસી ઘસીને ચક ચકીત યુગલો બને છે એવી જ રીતે આત્મા ઉપર અનાદિ કાળથી જે કર્મો વળગેલા છે તેને ઘસી ઘસીને આત્મ પરિણામ નિર્બળ છે તેને શુધ્ધ બનાવીએ તો ધીરે ધીરે કર્મો નાશ પામતાં જાય અને જ્યારે સંપૂર્ણ કર્મની રજકણો નાશ પામે એટલે આત્મા પોતાનું સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા કરી ટિક જેવો નિર્મળ બની શકે છે.
વૈક્રીય લબ્ધિ અત્યારે આપણે જે ક્ષેત્રમાં આરાધના કરી રહ્યા છીએ ત્યાં નથી પણ આ ભરતક્ષેત્રના. બે ભાગ કરનાર વૈતાઢય પર્વત ઉપર રહેલા મનુષ્યોને આ લબ્ધિ પેદા થઇ શકે છે અને એ લબ્ધિના બળે. જગતમાં જેટલા શાશ્વત તીર્થો છે અશાશ્વત તીર્થો છે ત્યાં દર્શન-વંદન-પૂજન કરવા માટે ઉપયોગ કરે છે માટે જ્ઞાની ભગવંતો કહે છે કે મનુષ્ય લોકને વિષે વૈક્રીય શરીરવાળા મનુષ્યો સદા માટે રહેલા હોય છે. કોઇ કાલે આ શરીરનો વિરહકાલ હોતો નથી. અત્યારે ક્ષેત્રમંતરમા આ લબ્ધિઓ હોય તેનો નિષેધ નથી.
જેટલા લોકાકાશના આકાશ પ્રદેશો હોય છે એટલા જ ધર્માસ્તિકાયના પ્રદેશો-અધર્માસ્તિકાયના પ્રદેશો અને એટલા જ એક જીવના આત્મપ્રદેશો હોય છે.
જ્યારે કેવલી ભગવંતોનું પોતાનું આયુષ્ય છ મહિનાથી અધિક હોય અને કેવલી સમુદ્યાત કરે છે ત્યારે ચોથા સમયે લોક વ્યાપી પોતાના આત્મપ્રદેશો કરી શકે છે. અત્યારે પણ મહાવિદેહ ક્ષેત્રમાં કોઇ કેવલી ભગવંતો કેવલી સમુદ્યાત કરતાં હોય તો તેમના આત્મપ્રદેશ આપણા આત્મપ્રદેશો જે આકાશપ્રદેશ ઉપર રહેલા છે ત્યાં પણ તે સાથે જ હોઇ શકે છે પણ આપણને તેનો અનુભવ થતો નથી.
આથી વિચાર એ કરવાનો છે કે એક જીવના ચૌદરાજલોક જેટલા આકાશપ્રદેશ જેટલા આત્મપ્રદેશો હોવા છતાં એ જીવો પોતાના આત્મપ્રદેશોને સંકોચ કરીને અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા આકાશ પ્રદેશની જગ્યામાં એ આત્મપ્રદેશોને રાખી શકે છે. એટલું જ નહિ એજ આકાશ પ્રદેશ ઉપર અનંતા જીવોના અસંખ્યાતા અસંખ્યાતા આત્મપ્રદેશો રહેલા હોય છે તોય એક બીજા ભેગા થઇ શકતા નથી. બધા જ સ્વતંત્ર જુદા રહી શકે છે.
જગતમાં રહેલા દરેક જીવો હંમેશા અસંખ્યાત પ્રદેશના અવગાઢમાં એટલે એટલી જગ્યામાં રહી શકે છે માટે એમ કહેવાય છે કે એ જીવોની અસંખ્યાત પ્રદેશવાળી અવગાહના હોય છે છતાં એક આકાશ પ્રદેશ ઉપર એક આત્મપ્રદેશ રેહતો નથી પણ એક આકાશ પ્રદેશ ઉપર અસંખ્યાતા અસંખ્યાતા આત્મપ્રદેશો નિયમા હોય છે તોજ તે આત્મપ્રદેશો એટલી અવગાઢમાં રહી શકે છે.
માત્ર એટલું વિશેષ છે કે દરેક જીવના આઠ આત્મપ્રદેશો જે સંપૂર્ણ કેવલજ્ઞાનથી યુક્ત હોય છે તે આઠ પ્રદેશો એક એક આકાશ પ્રદેશ ઉપર સ્વતંત્ર રીતે રહેલા હોય છે.
જઘન્યથી બે હાથની કાયાવાળા જીવો મોક્ષે જઇ શકે છે અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષની કાયાવાળા જીવો મોક્ષે જઇ શકે છે.
જ્યારે શ્રી તીર્થંકર પરમાત્માના આત્માઓ જઘન્યથી સાત હાથની કાયાવાળા મોક્ષે જાય છે અને ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષની કાયાવાળા મોક્ષે જાય છે.
એક શરીરની અવગાહનામાં અનંતા જીવો રહે છે એમ જ્ઞાની ભગવંતો કહે છે તે એક એક જીવના બધાજ આત્મપ્રદેશોની અપેક્ષાએ નહિ પણ એક જીવના તે આકાશ પ્રદેશ ઉપર થોડા આત્મપ્રદેશો હોય.
Page 68 of 78