Book Title: Jeev Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 69
________________ બીજા જીવના થોડા આત્મપ્રદેશો હોય ત્રીજા જીવના થોડા આત્મપ્રદેશો હોય એમ યાવત્ અનંતા જીવના થોડા થોડા આત્મપ્રદેશો હોય છે તે અપેક્ષાએ એક આકાશ પ્રદેશ ઉપર અનંતા જીવો રહેલા છે એમ કહેવાય છે. કારણ કે દરેક જીવ હંમેશા અસંખ્યાત પ્રદેશની અવગાહના વગર રહી શકતો નથી. દા.ત. એક જીવના ૧૦૦ આત્મ પ્રદેશો અસત્ કલ્પનાથી કલ્પીએ તો જ્યારે સો આકાશ પ્રદેશ ઉપર સો આત્મપ્રદેશો એટલે એક એક આત્મપ્રદેશ રહેલો હોય ત્યારે તે લોકવ્યાપી જીવ થયો એમ કહેવાય છે પણ એ જીવના એક આકાશપ્રદેશ ઉપર દશ આત્મપ્રદેશ છે, બીજા જીવના દશ આત્મપ્રદેશ છે, ત્રીજા જીવના દશ આત્મપ્રદેશ છે એમ અનંતા જીવના દશ દશ આત્મપ્રદેશો છે માટે ત આકાશપ્રદેશ ઉપર અનંતા જીવો રહેલા છે એમ કહેવાય છે. એ જીવના એ દશ દશ આત્મપ્રદેશો એ આકાશ પ્રદેશ ઉપર જે આહાર મલે તે એક સાથે કરે છે. શ્વાસોચ્છવાસ પણ એક સાથે લે છે પણ દરેક આત્મપ્રદેશો દરેક જીવો પોત પોતાના કર્મના ઉદય પ્રમાણે, રાગાદિ પરિણામ પ્રમાણે કર્મબંધ કરતાં હોય છે અને આ અનંતા જીવોમાંથી અનંતમા ભાગ જેટલા જીવો સમયે સમયે ચ્યવન પામે છે. અને નવા ઉત્પન્ન થયા કરે છે. હંમેશા દરેક જીવોને જન્મ કરતાં મરણની વેદના આઠગણી અધિક હોય છે તે મરતી વખતે શરીર નબળું પડી જાય. બીજા રોગાદિ પેદા થયેલા હોય તેની વેદના એટલી અધિક હોય છે અમ જાણવું. નિરોગી શરીરવાળા જીવને તે વેદના વેઠવાની તાકાત હોવાથી વેદના ઓછી લાગે અને રોગીષ્ટ શરીરવાળા જીવને શક્તિ ન હોવાથી તે વેદના અધિક લાગે છે. જેમ આત્મપ્રદેશો વિસ્તાર પામે તેમ રહેવા જગ્યા વધારે જોઇએ અને જેમ આત્મપ્રદેશો સંકોચ પામેલા હોય તો રહેવા જગ્યા ઓછી જોઇએ. આ નિયમ હોવાથી આ બધું ઘટી શકે છે. આથી એક નિગોદમાં અનંતા જીવો સદા માટે હોય છે એમ કહેવાય છે. પુદ્ગલના ૫૩૦ ભેદો થાય છે તેનું વર્ણન જગતમાં રહેલા દરેક પુદ્ગલો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તેમજ સંસ્થાન એટલે કોઇને કોઇ આકૃતિથી હંમેશા યુક્ત હોય છે માટે તેના ૫૩૦ ભેદો ઘટી શકે છે. વર્ણ પાંચ હોય છે : કાળો, લીલો (નીલો), લાલ, પીળો, સફેદ. ગંધ બે હોય છે : સુગંધ અને દુર્ગંધ. રસ પાંચ હોય છે : કડવો, તીખો, તૂરો, ખાટો અને મીઠો. સ્પર્શ આઠ હોય છે : (૧) ગુરૂ (ભારે) સ્પર્શ, (૨) લઘુ (હલકો) સ્પર્શ, (૩) શીત (ઠંડો) સ્પર્શ, (૪) ઉષ્ણ (ગરમ) સ્પર્શ, (૫) મૃદુ ( કોમળ) સ્પર્શ, (૬) કર્કશ (ખરબચડો) સ્પર્શ, (૭) સ્નિગ્ધ (ચીકણો) સ્પર્શ, (૮) રૂક્ષ (લુખો) સ્પર્શ. સંસ્થાન પાંચ હોય છે : (૧) ગોળ આકૃતિ, (૨) વલયાકાર આકૃતિ, (૩) ત્રિકોણ આકૃતિ, (૪) ચોરસ આકૃતિ, (૫) લંબ એટલ લાંબી આકૃતિ. આ રીતે ૫ + ૨ + ૫ + ૮ + ૫ = ૨૫ ભેદો થાય છે. આ પચ્ચીશ ભેદોનાં ૫૩૦ ભેદો થાય છે. જેમકે એક કાળો વર્ણ લઇએ તો તે કાળો વર્ણ બે ગંધથી Page 69 of 78

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78