Book Title: Jeev Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 67
________________ જીવી રહેલા હોય છે. (૯) દેવગતિના જીવો - આ જીવો ગ્રહણ યોગ્ય આઠ વર્ગણાઓમાંથી (૧) વક્રીય, (૨) તેજસ, (૩) શ્વાસોચ્છવાસ, (૪) ભાષા, (૫) મન અને (૬) કાર્પણ વર્ગણાના પગલોને સમયે સમયે ગ્રહણ કરતાં કરતાં રાગાદિ પરિણામ કરીને પોતાનો સંસાર વધારી રહેલા હોય છે. આ રીતે જગતના દરેક જીવો પુદ્ગલોની પરતંત્રતાથી જીવન જીવી રહ્યા છે માટે એ પરતંત્રતા હાલ છૂટે એવી નથી એટલે જ જ્ઞાનીઓ કહે છે કે મનુષ્ય જન્મમાં એ પુદ્ગલોની ઓળખ કરીને તેનાથી સાવચેત બનીને જેટલા સંસ્કાર મજબૂત થાય એ રીતે જીવન જીવાય તો જ પુદ્ગલોની પરતંત્રતાથી જરૂર છૂટી શકાય ખરેખરો પ્રયત્ન એ કરવા જેવો છે. આ રીતે ગ્રહણ યોગ્ય અને અગ્રહણયોગ્ય આઠ આઠ વર્ગણાના પુદગલો જે રહેલા હોય છે તે સિવાયના બીજી દશ વર્ગણાઓના પુદ્ગલો પણ રહેલા હોય છે તે આપણે ગ્રહણ કરતા નથી. એ પુદ્ગલો ઉપયોગમાં આવતા નથી. છેલ્લી વર્ગણાના પુગલો અચિત્ત મહાત્કંધ નામની વર્ગણાના હોય છે. એ પુગલો એક સાથે મેરૂ પર્વતની ટોચેથી સમગ્ર લોકને વિષે એટલે ચૌદ રાજલોકમાં વિખરાઇ જાય છે અને તે જ્યારે છૂટા પડે છે ત્યારે તે પુદ્ગલોથી ઘણાં જીવોની હિંસા થાય છે. એ હિંસાથી બચવા માટે ચૈત્ર માસમાં સુદ-૧૧-૧૨-૧૩ અથવા ૧૨-૧૩-૧૪ અથવા ૧૩-૧૪-૧૫ એમ ત્રણ દિવસ સાંજના પ્રતિક્રમણ પછી સાધા સાધ્વી ભગવંતો અચિત્ત રજ ઉઠ્ઠાવણીયે નો ચાર લોગસ્સનો કાઉસ્સગ કરે છે કે જેથી જે ક્ષેત્રમાં આરાધના કરે છે ત્યાં તેનાથી જે જીવોની હિંસા થતી હોય તેનો દોષ ન લાગે માટે કરે છે. આ કાઉસ્સગ કદાચ કોઇવાર રહી ગયો હોય તો ત્યારથી બારમાસ સુધી તે સાધુ સાધ્વી. ભગવંતોને જે આગમ ભણવાના-વાંચવાના હોય છે તે વાંચી શકતા કે ભણી શકતા નથી તથા તે આગમોના યોગો દ્વહનની ક્રિયા પણ કરી શકતા નથી. આગળ વધીને મુખ્ય સાધુ ભગવંતને તે કાઉસ્સગ રહી ગયો હોય તો તેઓ પર્યુષણમાં શ્રી કલ્પસૂત્રનું-બારસા સૂત્રનું વાંચન કરી શકતા નથી. આ મર્યાદા લગભગ દરેક સમુદાયમાં ચાલુ છે. આ રીતે ચૌદ રાજલોકના અસંખ્યાતા આકાશ પ્રદેશો જે હોય છે તે દરેક એક એક આકાશ પ્રદેશ ઉપર આઠ ગ્રહણ યોગ્ય અને આઠ અગ્રહણ યોગ્ય વર્ગણાઓનાં પુગલો ઠાંસી ઠાંસીને ભરેલા રહેલા છે. એવી જ રીતે દરેક આકાશ પ્રદેશ ઉપર અનંતા અનંતા જીવો પણ રહેલા છે એ દરેક જીવોનાં એટલે એક એક જીવના અસંખ્યાતા-અસંખ્યાતા આત્મ પ્રદશો એક એક આકાશ પ્રદેશ ઉપર રહેલા હોય છે. અને એ અસંખ્યાતા આત્મ પ્રદેશો તે આકાશ પ્રદેશ ઉપર રહેલા યુગલોને જ ગ્રહણ કરે છે પણ તેની બાજુના આકાશ પ્રદેશ ઉપર રહેલા પુદ્ગલોને ગ્રહણ કરતાં નથી માટે કહેવાય છે કે જીવો અનંતર રહેલા પુદ્ગલોને ગ્રહણ કરે છે પણ પરંપર રહેલા યુગલોને ગ્રહણ કરતા નથી. આજે જે અણુબોંબ-બૉબ વગેરે બને છે અને એ પદાર્થોમાં જે શક્તિ પેદા થાય છે તે ઓદારિક ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલોની શક્તિ રૂપે ગણાય છે. આ બનાવવાની શક્તિ શીખ્યા પણ તેની વારણ શક્તિને શીખ્યા નહિ માટે આજે અનેક જીવોનો સંહાર એનાથી થઇ રહ્યો છે. જ્યારે આગળના કાળમાં પગલોમાંથી જે કોઇ શક્તિ પેદા કરતા તેની સાથે જ તેની વારણ શક્તિ પેદા કરી શકતા હતા એ વારણા શક્તિ એ પદાર્થોમાંથી જ પેદા થઇ શકે છે. એવી જ રીતે તેજસ વર્ગણાના પગલોમાંથી તેજો વેશ્યાની લબ્ધિ પેદા થાય છે અને તેના વારણ માટે શીત લેશ્યા પણ એમાંથી જ પેદા થઇ શકે છે. ગોશાલાનો જીવ ભગવાન મહાવીર પાસે તેજો વેશ્યા કઇ રીતે પ્રાપ્ત થાય તે પૂછીને શીખ્યો અને છ મહિના તપ કરીને તેજો વેશ્યા પ્રાપ્ત કરી અને ભગવાન ઉપર તેજો વેશ્યા છોડી છે તોય ભગવાને સમભાવે વેઠી લીધું. આપણો મુદ્દો એ છે કે પુદ્ગલોમા કેટલી શક્તિ રહેલી છે તેવિચારો. Page 67 of 78

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78