________________
તૈજસ, (૩) શ્વાસોચ્છવાસ, (૪) ભાષા અને (૫) કાર્મણ વર્ગણાઓના પુદ્ગલોને સમયે સમયે ગ્રહણ કરીને પોતાનું જીવન જીવી રહેલા હોય છે એટલે આ જીવો પાંચ વર્ગણાઓના પુદ્ગલોથી પરતંત્ર હોય છે.
(૩) તેઇન્દ્રિય જીવો ગ્રહણ યોગ્ય આઠ વર્ગણાઓના પુદ્ગલોમાંથી (૧) ઔદારિક, (૨) તૈજસ, (૩) શ્વાસોચ્છવાસ, (૪) ભાષા અને (૫) કાર્મણ વર્ગણાઓના પુદ્ગલોને સમયે સમયે ગ્રહણ કરીને પરતંત્રતાથી પોતાનું જીવન જીવી રહેલા હોય છે.
(૪) ચઉરીન્દ્રિય જીવો ગ્રહણ યોગ્ય આઠ વર્ગણાઓમાંથી પાંચ વર્ગણાના (૧) ઔદારિક, (૨) તૈજસ, (૩) શ્વાસોચ્છવાસ, (૪) ભાષા અને (૫) કાર્મણ વર્ગણાઓના પુદ્ગલોને સમયે સમયે ગ્રહણ કરીને પરતંત્રતાથી પોતાનું જીવન જીવી રહેલા હોય છે.
(૫) અસન્ની પંચેન્દ્રિય જીવો આઠ ગ્રહણ યોગ્ય વર્ગણાઓમાંથી (૧) ઔદારિક, (૨) તૈજસ, (૩) શ્વાસોચ્છવાસ, (૪) ભાષા અને (૫) કાર્મણ વર્ગણાઓના પુદ્ગલોને સમયે સમયે ગ્રહણ કરી કરીને પરિણામ પમાડી પમાડીને તે પુદ્ગલો પ્રત્યે રાગાદિ પરિણામ કરતા કરતા પરતંત્રતાથી પોતાનું જેટલું આયુષ્ય હોય તે પ્રમાણે જીવન જીવતા હોય છે અને આ પુદ્ગલની પરતંત્રતાથી આટલા પ્રકારના જીવો સમજણ વગરના રાગાદિ પરિણામ પુદ્ગલોમાં કરી કરી દુઃખમય સંસારનો વૃધ્ધિ એટલે સંખ્યાત-અસંખ્યાત કે અનંતા કાળ સુધી રખડપટ્ટીના દુ:ખને ઉપાર્જન કરતાં જાય છે.
(૬) નારકીના જીવો ગ્રહણ યોગ્ય આઠ વર્ગણાઓમાંથી (૧) વૈક્રીય, (૨) તૈજસ, (૩) શ્વાસોચ્છવાસ, (૪) ભાષા, (૫) મન અને (૬) કાર્મણ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને પરતંત્રતાથી પોતાનું જીવન જીવી રહેલા હોય છે.
(૭) પંચેન્દ્રિય તિર્યંચના જીવો ગ્રહણ યોગ્ય આઠ વર્ગણાઓમાંથી છ વર્ગણાઓના (૧) ઔદારિક, (૨) તૈજસ, (૩) શ્વાસોચ્છવાસ, (૪) ભાષા, (૫) મન અને (૬) કાર્મણ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને પરતંત્રતાથી પોતાનું જીવન જીવી રહેલા હોય છે.
કેટલાક પંચેન્દ્રિય તિર્યંચો આ છ વર્ગણાના પુદ્ગલો ઉપરાંત વૈક્રીય લબ્ધિને પેદા કરીને વૈક્રીય વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરી વૈક્રીય શરીર બનાવે છે તેનાથી પણ પોતાનું જીવન જીવી રહેલા હોય છે. જગતમાં વૈક્રીય શરીર પંચેન્દ્રિય તિર્યંચો સદા માટે નિયમા રહેલા હોય છે. કોઇ કાળે વિરહકાલ હોતો નથી. અસંખ્યાતા પંચેન્દ્રિય તિર્યંચો વૈક્રીય શરીરવાળા હોય છે. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચોને તપશ્ચર્યાથી વૈક્રીય લબ્ધિ પ્રાપ્ત થઇ શકે છે. અઢીદ્વીપની બહારના ભાગમાં આવા જીવો વર્તમાનમાં પણ અસંખ્યાતા વિધમાન હોય છે.
(૮) મનુષ્યોના જીવો મોટા ભાગના મનુષ્યો ગ્રહણ યોગ્ય આઠ વર્ગણાઓમાંથો (૧) ઔદારિક, (૨) તૈજસ, (૩) શ્વાસોચ્છવાસ, (૪) ભાષા, (૫) મન અને (૬) કાર્યણ એમ છ વર્ગણાઓના પુદ્ગલોને સમયે સમયે ગ્રહણ કરતાં કરતાં તેમાં રાગાદિ પરિણામો પેદા કરીને પરતંત્રતાથી પોતાનું જીવન જીવતા હોય છે. જ્યાં સુધી આયુષ્ય હોય ત્યાં સુધી આ રીતે જીવે છે. કેટલાક મનુષ્યો વૈક્રીય લબ્ધિ પેદા કરીને વૈક્રીય શરીર બનાવી સાત વર્ગણાઓના પુદ્ગલોને ગ્રહણ કરીને જીવન જીવતા હોય છે.
મનુષ્યોમાં વૈક્રીય લબ્ધિ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા જીવોને પેદા થાય છે. હાલ આ દક્ષિણ ભારતમાં આપણે જ્યાં આરાધના કરીએ છીએ ત્યાં આ લબ્ધિ પેદા થઇ શકતી નથી પણ ભરત ક્ષેત્રના બે ભાગ કરનાર વૈતાઢ્ય પર્વત ઉપર વિધાધર મનુષ્યોની શ્રેણિઓ રહેલી છે તે મનુષ્યોને વૈક્રીય લબ્ધિ પ્રાપ્ત થઇ શકે છે. પંદર કર્મભૂમિમાં સંખ્યાત વર્ષના આયુષ્યવાળા જીવોને આ લબ્ધિ પેદા થાય છે અને તેનાથી વૈક્રીય શરીર બનાવી શકે છે.
-
કેટલાક ચૌદ પૂર્વધર મુનિઓ આહારક લબ્ધિ પ્રાપ્ત કરીને આહારક વર્ગણાના પુદ્ગલોથી આહારક શરીર બનાવી શકે છે. આ રીતે મનુષ્યગતિને વર્ષ આઠે વર્ગણાઓની પરતંત્રતાથી મનુષ્યો જીવન
Page 66 of 78