Book Title: Jeev Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 71
________________ પરિણામથી નિર્લેપ બનાવી શકે એ માટે આ ક્રિયાઓ ખાસ જરૂરી કહેલી છે. | દર્શન-પૂજન-સામાયિક-પ્રતિક્રમણ-તપ વગેરે અનુષ્ઠાનો વારંવાર કરવાનું વિધાન આ માટે જ જ્ઞાનીઓએ કહેલું છે. એક મિનિટ પણ જો મનની સ્થિરતા પેદા થઇ જાય તો સંખ્યાતા અસંખ્યાતા કે અનંતા ભવોના અનુબંધને તોડી શકે છે. પ્રસન્નચન્દ્રરાજર્ષિ એક દિકરાના પુદ્ગલના મોહના કારણે શુક્લધ્યાનમાંથી સીધા રોદ્રધ્યાની બન્યા અને સાતમી નારકીમાં જવા લાયક કર્મ ઉપાર્જન કરી રહ્યા છે અને જ્યાં માથે મુકુટ લેવા જતાં લોચવાળું માથું જોયું કે તરત જ સાવધ થઇ ગયા અને પાછા શુક્લ ધ્યાનમાં ચઢી ગયા કે જેથી સર્વાર્થ સિધ્ધ વિમાન અને ક્ષણવારમાં કેવલજ્ઞાન પામ્યા. એવી જ રીતે મરૂદેવા માતાના જીવે પોતાના દીકરા 8ષભના રાગના કારણે એક હજાર વરસ સુધી રોઇ રોઇને આંખો ગુમાવી છે. પણ જ્યાં ઋષબદેવ ભગવાનને કેવલજ્ઞાન થયું વિચરતાં ત્યાં ગામ બહાર પધાર્યા એટલે ભરત મહારાજા માને કહે છે ચાલો તમારા દીકરાના દર્શન કરાવું એમ કહી હાથીની અંબાડી ઉપર બેસાડી સમવસરણમાં લઇ જાય છે. ત્યાં સમવસરણ જોતાં દુંદુભિના શબ્દો એટલે અવાજ સાંભવતા અને ભગવાનની વાણીના શબ્દો સાંભવતા દીકરાનો રાગ તૂટ્યો વિરાગ ભાવ પેદા થયો. સમ્યકત્વ થયું. સર્વવિરતિ આવી અપ્રમત્ત ભાવ પેદા થયો ક્ષપકશ્રેણિ માંડી મોહનો નાશ કરી વીતરાગદશાને પામી બાકીના ત્રણ ઘાતી કર્મોનો નાશ કરી કેવલજ્ઞાન પામ્યા અને આયુષ્ય અલ્પ હોવાથી એક અંતર્મુહૂર્તમાં બાકીના ચાર અઘાતી કર્મોનો નાશ કરીને આયુષ્ય પૂર્ણ કરી મોક્ષે પણ પહોંચી ગયા એક હજાર વરસના રાગાદિ પરિણામથી જે કર્મો બાંધ્યા તે એક અંતર્મુહૂર્તમાં પણ તોડીને નાશ કર્યા. આ રીતે કર્મો જલ્દી નાશ પામી શકે છે. આમાં શું કામ કરે છે ? એક જ મિનિટનું સમ્યફ ધ્યાન આટલું કામ કરે છે. માટે જો જન્મ મરણના ફ્રા ટાળવા હોય તો આ રીતે અવશ્ય પ્રયત્ન કરવો જ પડશે એ પ્રયત્ન કરવા માટે સૌથી પહેલા રાગાદિ પરિણામને ઓળખવા પડશે. ઓળખી ને તેની મિત્રતા નાશ કરીને દુશ્મન રૂપે માનવા પડશે અને તે પુદ્ગલોનો સંયોગ છોડવા જેવો જ છે એવો દ્રઢ નિશ્ચય કરવો પડશે. તોજ જીવ મોક્ષમાર્ગમાં દાખલ થઇ આગળ વધી શકશે અને તેથી જ ભગવાનનું શાસન શું છે એ ઓળખાશે અને શાસન પ્રત્યે બહુમાન અને આદર ભાવ વધશે તોજ કલ્યાણ સાધી શકાશે તે આ રીતે સો પ્રયત્ન કરી કલ્યાણ સાધો એ અભિલાષા. કાળ દ્રવ્યનું વર્ણન કાળદ્રવ્ય માત્ર મનુષ્ય લોકમાં જ હોય છે. સમય, અસંખ્યાતા સમય, ઘડી, મુહૂર્ત, બે ઘડી આ બધો. જે વ્યવહાર કાળ તે મનુષ્ય લોકમાં જ હોય છે. દેવલોક વગેરેમાં હોતો નથી. તિરસ્કૃલોકમાં પણ બધે કાળા હોતો નથી. તિરસ્કૃલોકમાં માત્ર મનુષ્ય લોકમાંજ એટલે અઢી દ્વીપમાં અથવા પીસ્તાલીશ લાખ યોજનમાંજ હોય છે. એ કાળ દ્રવ્યથી ચૌદ રાજલોકમાં રહેલા જીવોના આયુષ્યની ગણના કરી શકાય છે. એટલે કે મનુષ્ય લોકના કાળની અપેક્ષાએ દેવલોક નરક તિર્યંચ આદિ જીવોનાં આયુષ્યની ગણના થઇ શકે છે. અઢી દ્વીપ અને બે સમુદ્રોને વિષે થઇને ૧૩૨ સૂર્યો અને ૧૩૨ ચન્દ્રો ફ્રી રહ્યા છે તે એક બાજુના ભાગમાં ૬૬ સૂર્યો અને તેની સામેના ભાગમાં ૬૬ સૂર્યો એમ તથા ૬૬ ચન્દ્રો એક બાજુ અને બીજી બાજુ ૬૬ ચન્દ્રો એમ ૧૩૨ મેરૂપર્વતની પ્રદક્ષિણા રૂપે ર્યા કરે છે અને એનાથી રાત્રિ આદિ બન્યા કરે છે. જ્યારે મનુષ્યલોકની બહારના ભાગમાં અસંખ્યાતા સૂર્યો અને અસંખ્યાતા ચન્દ્રો રહેલા છે તે સ્થિર રૂપે રહેલા હોય છે. એટલે જ્યાં સૂર્ય હોય ત્યાં તેનો જેટલો પ્રકાશ પડતો હોય ત્યાં સુધી પ્રકાશ રહે બાકી બીજે અંધારૂ હોય છે. દેવલોકમાં એટલે વૈમાનિક દેવલોકના પાંચમા દેવલોક સુધી અંધકાર રહેલો હોય છે કારણ કે તિષ્ણુલોકમાં તેરમો રૂચક દ્વીપ અને સમુદ્ર આવેલા છે તે રૂચક સમુદ્રમાંથી તેમસ્કાય નામના પુદ્ગલો Page 71 of 18

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78