________________
થાય ત્યારે કપડું બને. એ કપડું ગમ્યું-તેના વખાણ કર્યા કેટલું સરસ છે, સુવાળું છે. તેના કારણે તે બનવામાં જેટલા જીવોની હિંસા થઇ તે બધી જ રાગના કારણે લાગ્યા જ કરે છે. એવી જ રીતે જે કપડું ના ગમે અને એના પ્રત્યે દ્વેષ થાય તો પણ તે જેટલા જીવોની હિંસાથી બન્યું તે હિંસા દ્વેષના કારણે લાગ્યાજ કરે માટે જ્ઞાની ભગવંતો કહે છે કે પુગલના સંયોગ વગર આપણે જીવી શકીએ એ તાકાત નથી તો તેમાં રાગ દ્વેષ ન થાય તેની કાળજી રાખીને અભ્યાસ પાડીને એવી રીતે જીવવાનો પ્રયત્ન કરવો જોઇએ.
એ રીતે જીવન જીવતા જગતમાં સમકીતી જીવો હોય છે તથા સમકીત પામવાની પૂર્વભૂમિકામાં રહેલા જીવો પણ હોય છે શ્રી તીર્થંકર પરમાત્માના આત્માઓ છેલ્લે ભવે સંસારમાં જેટલા વર્ષો સુધી રહે છે. તેઓ એ રીતે જ જીવન જીવી રહેલા હોય છે કે રાગાદિની સામગ્રીમાં બેઠેલા હોવા છતાં તેઓને કોઇપણા પદાર્થ પ્રત્યે રાગ તરીકે મારાપણાની બુદ્ધિ હોતી નથી. માત્ર અવિરતિનો ઉદય નિકાચીત રૂપે બંધાઇ ગયેલો છે તે ભોગવીને નાશ કરવા માટે જ એટલો કાળ બેઠેલા હોય છે.
તેમના આપણે સેવક ગણાઇએ છીએ તો એ પુદગલોમાં રાગાદિ પરિણામ ન થાય એ રીતે જરૂર મારે જીવન જીવવું જ જોઇએ. એવો અભ્યાસ પાડવા માટેનો પ્રયત્ન કરવો જ જોઇએ. એવો વિચાર પણ આવે છે ખરો ? એ માટે જ આ પુગલના સંયોગને જાણવાનો છે.
અગ્રહણ યોગ્ય અને ગ્રહણ યોગ્ય વર્ગણાઓના પુદ્ગલોનું વર્ણન
(૭)
(૧) ઓદારિક અગ્રહણ યોગ્ય વર્ગણાઓ. (૨) દારિક ગ્રહણ યોગ્ય વર્ગણાઓ. (૩) વેક્રીય અગ્રહણ યોગ્ય વર્ગણાઓ. (૪) વૈક્રીય ગ્રહણ યોગ્ય વર્ગણાઓ. (૫). આહારક અગ્રહણ યોગ્ય વર્ગણાઓ. (૬) આહારક ગ્રહણ યોગ્ય વર્ગણાઓ.
તેજસ અગ્રહણ યોગ્ય વર્ગણાઓ (૮) તેજસ ગ્રહણ યોગ્ય વર્ગણાઓ. (૯) શ્વાસોચ્છવાસ અગ્રહણ યોગ્ય વર્ગણાઓ (૧૦) શ્વાસોચ્છવાસ ગ્રહણ યોગ્ય વર્ગણાઓ (૧૧) ભાષા અગ્રહણ યોગ્ય વર્ગણાઓ (૧૨) ભાષા ગ્રહણ યોગ્ય વર્ગણાઓ. (૧૩) મન અગ્રહણ યોગ્ય વર્ગણાઓ. (૧૪) મન ગ્રહણ યોગ્ય વર્ગણાઓ. (૧૫) કાર્પણ અગ્રહણ યોગ્ય વર્ગણાઓ (૧૬) કામણ ગ્રહણ યોગ્ય વર્ગણાઓ.
(૧) ઔદારિક અગ્રહણ યોગ્ય વર્ગણાઓ :
ચોદરાજ લોક રૂપ જગતમાં જે છૂટા છૂટા પરમાણુઓ રહેલા છે તેમાંથી બે પરમાણુઓની બનેલી. અનંતી વર્ગણાઓ હોય છે. ત્રણ પરમાણુઓની, ચાર પરમાણુઓની, સંખ્યાતા પરમાણુઓની, અસંખ્યાતા પરમાણુઓની યાવત અનંતા પરમાણુઓની બનેલી અનંતી અવંતી વર્ગણાઓ ઓદારીક શરીરને વિષે અગ્રહણ યોગ્ય વર્ગણાઓ રૂપે હોય છે. ક્યાં સુધીની ? તો કહે છે કે અભવ્યથી અનંત ગુણ અથવા
Page 60 of 78