________________
મધ્યમ પરિત્ત અસંખ્યાતું બીજું શરૂ થાય છે.
હવે ચોથુ જઘન્ય યુક્ત અસંખ્યાતુ જે છે તેમાં જેટલા સરસવના દાણા રહેલા છે એટલા જ દાણાવાળા એટલા એટલા ઢગલા કરવા અને તે એક એક ઢગલાઓને પરસ્પર ગુણાકાર કરવો એ ગુણાકાર કરતાં છેલ્લી જે સંખ્યા આવે તે જઘન્ય અસંખ્યાત અસંખ્યાત રૂપે સાતમું અસંખ્યાતું આવે છે. તે સાતમા અસંખ્યાતામાંથી એક દાણો ઓછો કરીએ એટલે છઠ્ઠું ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાતું આવે છે અને એમાંથી એક દાણો ઓછો કરીએ એટલે પાંચમું મધ્યમ યુક્ત અસંખ્યાતાની છેલ્લી સંખ્યાનો આંક આવે છે. ચોથા અસંખ્યાતામાં એક ઉમેરીએ એટલે મધ્યમ યુક્ત પાંચમાં અસંખ્યાતાની શરૂઆત થાય છે.
હવે સાતમાં અસંખ્યાતામાં જેટલી સંખ્યા છે એટલી જ સંખ્યાવાળા એટલા એટલા જ ઢગલા કરવા તે ઢગલાઓનો પરસ્પર ગુણાકાર કરવો એ ગુણાકાર કરતાં જે છેલ્લી સંખ્યા આવે તે પહેલું પરિત જઘન્ય અનંતુ કહેવાય. આ જઘન્ય પરિત્ત અનંતામાંથી એક દાણો ઓછો કરીએ એટલે નવમું ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતું આવે અને તેમાંથી એક દાણો ઓછો કરીએ એટલે આઠમું મધ્યમ અસંખ્યાત અસંખ્યાતાની છેલ્લી સંખ્યા આવે છે. સાતમું જઘન્ય અસંખ્યાત અસંખ્યાતુ જે છે તેમાં એક ઉમેરીએ એટલે મધ્યમાં અસંખ્યાત અસંખ્યાતાની શરૂઆત થાય છે.
હવે પહેલું જઘન્ય પરિત્ત અનંતુ જે આવ્યું તેમાં જેટલા દાણાની સંખ્યા છે. એટલા જ દાણાવાળા. એટલા એટલા ઢગલા કરવા અને પરસ્પર ગુણાકાર કરવો એ ગુણાકારનો છેલ્લો જે આંક આવે તે ચોથું જઘન્ય યુક્ત અનંતુ આવે છે. આ સંખ્યામાંથી એક દાણો ઓછો કરીએ એટલે ત્રીજું ઉત્કૃષ્ટ પરિત્ત અનંતુ પ્રાપ્ત થાય છે અને એ ત્રીજા અનંતમાંથી એક દાણો ઓછો કરીએ એટલે બીજા મધ્યમ પરિત્ત અનંતાની છેલ્લી સંખ્યા આવે છે.
પહેલું અનંતુ જઘન્ય પરિત્ત અનંત જે છે તેમાં એક દાણો અધિક કરીએ એટલે મધ્યમ પરિત્ત અનંતાની એટલે બીજા અનંતાની શરૂઆત થાય છે.
આ ચોથા અનંતાની સંખ્યા જેટલા અભવ્ય જીવો જગતને વિષે સદા માટે રહેલા હોય છે. એટલે કે અભવ્ય જીવોની સંખ્યા આ ચોથા અનંતાની સંખ્યા જેટલી હોય છે.
હવે ચોથું જે જઘન્ય યુક્ત અનંતુ છે તેમાં જેટલા દાણાની સંખ્યા હોય છે. એટલા જ દાણાવાળા. એટલા એટલા ઢગલા કરવા અને તેને પરસ્પર ગુણાકાર કરવો એ ગુણાકાર કરતાં જે છેલ્લી સંખ્યાનો આંક આવે તે સાતમું જઘન્ય અનંતાનંતુ આવે છે. આ સાતમા અનંતામાંથી એક દાણો ઓછો કરીએ એટલે છટ્ટા ઉત્કૃષ્ટ યુક્ત અનંતાનો આંક આવે છે અને તેમાંથી એક દાણો ઓછો કરીએ એટલે પાંચમાં મધ્યમ યુક્ત અનંતાનો છેલ્લો આંક આવે છે તથા જઘન્ય યુક્ત જે ચોથું અનંતું છે તેમાં એક ઉમેરીએ એટલે મધ્યમ યુક્ત અનંતુ પાંચમું શરૂ થાય છે.
હવે જે જઘન્ય અનંતાનંતુ જે સાતમું આવ્યું છે તેમાં એક ઉમેરીએ એટલે આઠમું મધ્યમ અનંતાનંતુ શરૂ થાય છે. આ અનંતુ કોઇ કાળે પૂર્ણ થતું નથી એટલે નવમું અનંતુ કોઇ કાળે પ્રાપ્ત થતું નથી માટે આ આઠમા અનંતે બાવીશ ચીજો રહેલી હોય છે.
(૧) અભવ્ય જીવો ચોથા અનંતાની સંખ્યા જેટલા હોય છે.
(૨) અભવ્ય જીવોથી અનંતગુણા અધિક અને પાંચમે અનંતે રહેલા જગતમાં સમ્યકત્વથી પડેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે સદા માટે રહેલા જીવો હોય છે.
(૩) સમ્યકત્વથી પડેલા જીવો કરતાં અનંત ગુણા અધિક સિધ્ધ પરમાત્માના જીવો હોય છે છતાંય એ જીવો પણ પાંચમાં અનંતે સદા માટે રહેલા હોય છે.
(૪) જગતમાં રહેલા સઘળાય ભવ્ય જીવો આઠમા અનંતાની સંખ્યા જેટલા હોય છે. અરે એક નિગોદમાં અસંખ્યાતા શરીરો હોય છે. એવા અસંખ્યાતા શરીરમાંથી એક શરીરમાં
Page 58 of 78