Book Title: Jeev Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 63
________________ (૧૦) શ્વાસોચ્છવાસ ગ્રહણ યોગ્ય વર્ગણાઓ : શ્વાસોચ્છવાસ અગ્રહણ યોગ્ય વર્ગણાની જે છેલ્લી વર્ગણા આવે તેમાં એક પરમાણું અધિક કરીએ અને જે વર્ગણા થાય તે શ્વાસોચ્છવાસ ગ્રહણ યોગ્ય પહેલી વર્ગણા બને છે અને તે વર્ગણામાં જેટલા પરમાણુઓ હોય છે તેના અનંતમાં ભાગ જેટલા પરમાણુઓ સુધી અધિક કરતાં જઇએ તે શ્વાસોચ્છવાસા ગ્રહણ યોગ્યની છેલ્લી વર્ગણા આવે છે. અસત કલ્પનાથી પ૪૦૧ પરમાણુથી શરૂ કરીને જે વર્ગણા બને અને પ૫૦૦ સુધીની જેટલી વર્ગણાઓ થાય તે શ્વાસોચ્છવાસ ગ્રહણ યોગ્ય વર્ગણાઓ કહેવાય છે. આ પુગલો ને લેવાની શક્તિ શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી એકેન્દ્રિય જીવોથી પંચેન્દ્રિય સુધીનાં સઘળાંય જીવો. ગ્રહણ કરીને શ્વાસ રૂપે પરિણાવી નિ:શ્વાસરૂપે વિસર્જન કરવાની શક્તિ પેદા કરીને જીવી રહેલા હોય છે. તેમાં જો પુદ્ગલો જોઇએ એના કરતાં અધિક પ્રમાણમાં ગ્રહણ થઇ જાય તો થોડું કામ કરતાં થોડું ચાલતા એકદમ શ્વાસ ચઢી જાય છે કારણકે લેવાની શક્તિ છે પરિણાવવાની એટલે શ્વાસ રૂપે બનાવવાની શક્તિા છે પણ નિ:શ્વાસ રૂપે છોડવાની જલ્દી તાકાત નથી હોતી માટે શ્વાસ ચઢી જાય છે અને ઘણીવાર જો ઓછા પુગલો ગ્રહણ થાય તો શ્વાસ રોકાઇ જાય છે. એટલે લીધેલા પગલો એકદમ તરત શ્વાસ-નિ:શ્વાસ રૂપે કરવાની શક્તિ ઓછી છે માટે શ્વાસ મંદ પડી જાય છે. આ બધુ આપણા જીવનમાં પ્રેક્ટીકલ છે. અનુભવીએ પણ છીએ પછી પુદ્ગલની ગોળી નાંખીએ અથવા પંપ વડે હવા જવા દઇએ એટલે એ પુદ્ગલો સરખા બને માટે જે જીવો ઓક્સીજન ઉપર રહેલા હોય છે તેઓ એ દારિક વર્ગણાના પૂગલોથી શક્તિ આછી થયેલી તે સમતુલ રૂપે બને તેના કારણે શ્વાસોચ્છવાસના અને પુદ્ગલોને લઇ શ્વાસ નિઃશ્વાસ રૂપે પરિણાવીને જીવતા હોય છે એમ કહેવાય છે. આથી નિશ્ચિત થાય છે કે પુદ્ગલોની સહાય વગર આપણે જીવી શકીએ એમ છે જ નહિ કેટલી. પરતંત્રતાથી જીવીએ છીએ ? પણ લાગે છે ખરું ? (૧૧) ભાષા અગ્રહણ યોગ્ય વર્ગણાઓ : શ્વાસોચ્છવાસ ગ્રહણ યોગ્ય વર્ગણાની જે છેલ્લી વર્ગણા હોય છે. તેમાં એક પરમાણુ અધિકથી શરૂ કરી જે વર્ગણા થાય તે ભાષા અગ્રહણ યોગ્ય વર્ગણાની પહેલી વર્ગણા ગણાય છે અને એવા ક્રમસર એક એક પરમાણુ અધિકથી અનંતા પરમાણુઓ અધિક સુધીની જેટલી વર્ગણાઓ થાય તે બધી ભાષા અગ્રહણ યોગ્ય વર્ગણાઓ કહેવાય છે. અસત કલ્પનાથી પ૫૦૧ વર્ગણાથી શરૂ કરીને ૬૫૦૦ સુધીની જેટલી વર્ગણાઓ થાય એ બધી ભાષા અગ્રહણ યોગ્ય વર્ગણાઓ કહેવાય છે. તેમજ શ્વાસોચ્છવાસને પણ અગ્રહણયોગ્ય ગણાય છે. ભાષામાં પુદ્ગલો ઓછા પડે છે શ્વાસોચ્છવાસમાં પુગલો અધિક થાય છે. (૧૨) ભાષા ગ્રહણ યોગ્ય વર્ગણાઓ : ભાષા અગ્રહણ યોગ્ય વર્ગણાઓની જે છેલ્લી વર્ગણા હોય છે તેમાં એક પરમાણુ અધિક વાળી જે વર્ગણા શરૂ થાય તે ભાષા ગ્રહણ યોગ્ય વર્ગણાની પહેલી વર્ગણા કહેવાય છે. એ પહેલી વર્ગણામાં જેટલા પરમાણુઓ હોય છે તેના અનંતમા ભાગ જેટલા ક્રમસર પરમાણુ અધિક વાળી ગણાઓ તે બધી જ ભાષા. ગ્રહણ યોગ્ય વર્ગણાઓ કહેવાય છે. અસત કલ્પનાથી ૬૫૦૧ પરમાણુ વાળી જે વર્ગણા શરૂ થાય તે ભાષા. ગ્રહણ યોગ્ય વર્ગણા પેહલી કહેવાય છે પછી ક્રમસર ૬૫૦૨, ૬૫૦૩ યાવત ૬૬૦૦ સુધીની જે વર્ગણાઓ થાય તે બધી ભાષા ગ્રહણ યોગ્ય વર્ગણાઓ કહેવાય છે. આપણે જે જે ભાષા બોલીએ છીએ તે દરેક ભાષા બોલતા પહેલા આ ભાષા વર્ગણાના પુગલોને ગ્રહણ કરીને ભાષારૂપે પરિણમાવીને પછી જ બોલીએ છીએ અને બોલતી વખતે તે પૂગલોને વિસર્જન કરીએ છીએ. આ ભાષા વર્ગણાના પુદ્ગલો જે ગ્રહણ કરી તેમાંથી એક અક્ષર બનાવીએ તેની સાથે બીજો અક્ષર બનાવી જોડીએ એમ જે શબ્દ બનાવીએ તેમાં અસંખ્યાતા સમય પસાર થાય ત્યારે એ બને છે અને સારા Page 63 of 18

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78