Book Title: Jeev Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 62
________________ પરમાણુઓથી શરૂ કરીને ૩૨૦૦ પરમાણુઓ સુધીની જેટલી વર્ગણાઓ થાય તે બધી જ આહારક અંગ્રહણ યોગ્ય રૂપે ગણાય છે. (૬) આહારક ગ્રહણ યોગ્ય વર્ગણાઓ : આહારક અગ્રહણ યોગ્ય જે છેલ્લી વર્ગણા હોય છે તેમાં એક પરમાણુ અધિક એટલે અભવ્યથી અનંતગુણ પરમાણુ વાળી વર્ગણા બને તે આહારક ગ્રહણ યોગ્ય વર્ગણાની પહેલી વર્ગણા ગણાય છે. તેમાં જેટલા પરમાણુઓ રહેલા હોય છે તેના અનંતમાં ભાગ જેટલા પરમાણુઓ સુધી અધિક કરતાં કરતાં જઇએ એટલે આહારક ગ્રહણ યોગ્ય વર્ગણાની છેલ્લી વર્ગણા થાય છે. અસંકલ્પનાથી ૩૨૦૧ વર્ગણાથી આહારક ગ્રહણયોગ્યની શરૂઆત થાય અને 3300 વર્ગણાઓ સુધીની ગ્રહણ યોગ્ય રૂપે બને છે પછીની અગ્રહણ યોગ્ય થાય છે. (૭) તૈજસ શરીર અગ્રહણ યોગ્ય વર્ગણાઓ : આહારક ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદગલોથી એક પરમાણું અધિક વાળી વર્ગણાઓની શરૂઆત કરતાં અનંતા પરમાણુઓ અધિક સુધીની બધી જ વર્ગણાઓ તેજસ અગ્રહણ યોગ્ય વર્ગણા રૂપે ગણાય છે. અસત્ કલ્પનાથી ૩૩૦૧ પરમાણુઓથી ૪૩૦૦ પરમાણુઓ સુધીની વર્ગણાઓ તેજસ અંગ્રહણ યોગ્ય ગણાય છે. (૮) તૈજસ ગ્રહણ યોગ્ય વર્ગણાઓ : તેજસ અગ્રહણ યોગ્ય છેલ્લી જે વર્ગણા હોય છે તેમાં એક પરમાણુ અધિક કરીએ એટલે તેજસ શરીર ગ્રહણ યોગ્ય વર્ગણાની પહેલી વર્ગણા ગણાય છે. આ પહેલી વર્ગણામાં જેટલા પરમાણુઓ રહેલા હોય છે તેના અનંતમા ભાગ જેટલા પરમાણુઓની સંખ્યા જેટલા એક એક પરમાણુ અધિક અધિક કરતાં જેટલી વર્ગણાઓ થાય તે તેજસ ગ્રહણયોગ્ય વર્ગણાઓ ગણાય છે. અસત કલ્પનાથી ૪૩૦૧ વર્ગણાથી શરૂ કરીને ૪૪૦૦ સુધીની જેટલી વર્ગણાઓ થાય તે તેજસ ગ્રહણ યોગ્ય વર્ગણાઓ ગણાય છે. (૯) શ્વાસોચ્છવાસ અગ્રહણયોગ્ય વર્ગણાઓ : તેજસ ગ્રહણ યોગ્યની જે છેલ્લી વર્ગણા આવે તેમાં એક પરમાણુ અધિક કરીએ એટલે શ્વાસોચ્છવાસ અગ્રહણ યોગ્ય વર્ગણાની શરૂઆત થાય છે. આ રીતે એક એક પરમાણુ અધિકવાળી. અનંતી વર્ગણાઓ હોય છે. જે શ્વાસોચ્છવાસને અગ્રહણ યોગ્ય રૂપે હોય છે અને તેજસ શરીરને પણ અગ્રહણ યોગ્ય રૂપે હોય છે. અસત્ કલ્પનાથી ૪૪૦૧ પરમાણુથી શરૂ કરીને પ૪૦૦ સુધીની જે વર્ગણાઓ. થાય તે અગ્રહણ યોગ્ય બને છે. આપણે દારિક વર્ગણાના પુદગલોને ગ્રહણ કરીએ છીએ તેમજ આહાર-પાણી વગેરેનાં દારિક પુદ્ગલોનો આહાર કરીએ છીએ એ આહારને પચાવવા માટે તૈજસ વર્ગણાનાં પુગલોને પણ ગ્રહણ કરીએ છીએ એ જે પ્રમાણે પુદ્ગલો લેવાય તે પ્રમાણે આહારનું પાચન થાય છે. જો ખાધેલા ખોરાકને પચાવવા માટે જેટલા તેજસના પુગલો લઇએ તે પ્રમાણે આહાર પચે એટલે કે જો અધિક પગલો ગ્રહણ થાય તો ખાધેલા ખોરાકનો ગેસ થાય-આક્રો ચઢે, સોજા આવે એ પ્રમાણે થયા કરે અને જો ઓછા પગલો ગ્રહણ થાય તો ખાધેલા ખોરાકના પગલો પાચન થવાને બદલે ભરાવો થાય અને કાંઇક બીજી વિકૃતિ પેદા થાય તેના કારણે શરીર તૂટે-આળસ ચઢે-ઉન્માદ પેદા થાય ઇત્યાદિ વિકૃતિ બન્યા કરે છે. આ તેજસનાં પુદ્ગલો રૂપી હોવા છતાં આપણે જોઇ શકતા નથી. વિશિષ્ટ અવધિજ્ઞાનીઓ અને કેવલી ભગવંતો જોઇ શકે છે. આપણને ન દેખાય માટે અરૂપી પગલો છે એમ માનવાનું નહિ. ઘણી એવી ચીજો જોઇ શકતા નથી છતાંય બીજાએ જોયેલી જરૂર આપણે માનીએ છીએ અને સ્વીકારીએ છીએ. જેમ દા.ત. ઝેરખાય એ મરી જાય એ આપણે જોયેલું છે ? અનુભવેલું છે ? છતાંય લોકો કહે છે. એટલે માનીએ છીએ તેમ અહીં પણ કેવલજ્ઞાની ભગવંતોએ પોતાના જ્ઞાનથી જોયેલી ચીજો કહેલી છે એટલે માનવામાં કાંઇ વાંધો આવે ? Page 62 of 78

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78