________________
ઉત્કૃષ્ટ સંખ્યાનું વર્ણન
જંબુદ્વીપના માપ જેવડા એટલે એક લાખ યોજન લાંબા-પહોળા અને એક હજાર યોજન ઉંડા એવા ચાર પ્યાલા બનાવવાના કે જેઓનાં નામ (૧) અવસ્થિત પ્યાલો (૨) શલાકા પ્યાલો (૩) પ્રતિ શલાકાપ્યાલો (૪) મહાશલાકા પ્યાલો. - આ ચાર પ્યાલામાંથી પહેલો અવસ્થિત પ્યાલો સરસવના દાણાઓથી સંપૂર્ણ શીખા સાથે ભરવો કે જેથી તેમાં હવે બીજો કોઇ દાણો આવી શકે નહિ. આ રીતે સંપૂર્ણ પ્યાલો ભર્યા પછી કોઇ દેવને બોલાવવાનો અને પ્યાલો હાથમાં રખાવીને તેમાંનો એક દાણો એક દ્વીપમાં અને એક દાણો એક સમુદ્રમાં નાંખતા જવો આ રીતે એક એક દ્વીપ અને એક એક સમુદ્રમાં ક્રમસર દાણાઓને નાંખતા જવા જ્યાં જે દ્વીપ કે સમુદ્રમાં છેલ્લો દાણો નખાય તે દ્વીપ કે સમુદ્ર જેટલા માપનો હોયતેટલા માપવાળો નવો પ્યાલો બનાવવાનો આ પ્યાલાનું નામ અનવસ્થિત પ્યાલો કહેવાય છે.
આ પ્યાલાને બનાવી પાછા ફ્રીથી નવા સરસવના દાણાઓ લઇને ભરવો અને શિખા સાથે ભરવો ત્યાર પછી એ પ્યાલાને ત્યાંથી ઉપાડીને એટલે કે જે છેલ્લો દાણો અવસ્થિત પ્યાલાનો જે દ્વીપ સમુદ્રમાં નાખેલો હતો તેનાથી આગળના દ્વીપ સમુદ્રને વિષે ક્રમસર એક એક દાણો એક દ્વીપ અને એક સમુદ્રને વિષે નાખતા જવો અને અનવસ્થિત પ્યાલો આખો ખાલી કરવો આ રીતે કરતાં જે દ્વીપ અને સમુદ્રમાં આ અનવસ્થિત પ્યાલાનો છેલ્લો દાણો પડે તે દ્વીપ સમુદ્રના માપ જેટલો મોટો બીજો અનવસ્થિત પ્યાલો બનાવવો અને તેને નવા સરસવના દાણાઓથી શિખા સાથે ભરવો હવે જે પહેલો અનવસ્થિત પ્યાલો ખાલી થયો એ જાણવા માટે સાક્ષી રૂપે નવો દાણો એક લઇ બીજા શલાકા નામના પ્યાલામાં નાંખવો આથી શું થયું ? પ્રતિશલાકા. મહાશલાકા પ્યાલા ખાલી છે. શલાકામાં એક દાણો છે અને અનવસ્થિત પ્યાલો (બીજો) ભરેલો છે. હવે ભરેલા અનવસ્થિત પ્યાલાને ઉપાડીને આગળના દ્વીપ અને સમુદ્રને વિષે એક એક દાણો. નાંખી નાંખીને ખાલી કરવો જ્યાં જે દ્વીપ સમુદ્રને વિષે છેલ્લો દાણો નખાય તે માપનો ત્રીજો અનવસ્થિત પ્યાલો બનાવી સરસવથી ભરીને રાખી મૂકવો અને નવો બીજો દાણો લઇ શલાકામાં નાંખવો. આ રીતે શલાકામાં બે દાણા થયા. હવે અનવસ્થિત જે ભરેલો છે તેને ઉપાડીને આગળના દ્વીપ સમુદ્રને વિષે એક એક દાણો નાંખી પ્યાલો ખાલી કરવો. જ્યાં ખાલી થાય ત્યાં નવો અનવસ્થિત પ્યાલો બનાવી શિખા સાથે ભરવો અને ત્રીજો દાણો શલાકામાં નાંખવો. આ રીતે અનવસ્થિત પ્યાલા નવા નવા બનાવી સરસવોથી ભરી ભરી ખાલી કરી કરીને એક એક દાણો શલાકા પ્યાલામાં નાંખી નાંખીને આખોય શલાકા પ્યાલો. શિખા સાથે સંપૂર્ણ ભરવો જ્યાં તે સંપૂર્ણ ભરાઇ જાયતે વખતે અનવસ્થિત પ્યાલો ખાલી છે. શલાકા ભરેલો છે. એ શલાકા પ્યાલાને ઉપાડીને આગળના દ્વીપ અને સમુદ્રમાં એક એક દાણો નાંખી ખાલી કરવો અને
જ્યાં ખાલી થાય ત્યાં તે માપનો નવો અનવસ્થિત પ્યાલો બનાવી સરસવથી શીખા સાથે ભરવો આમાં કેટલાક આચાર્યો કહે છે કે શલાકા પ્યાલો સંપૂર્ણ જ્યાં ભરાયો તે વખતે જે અનવસ્થિત ખાલી થયેલો છે તે દ્વીપ અને સમુદ્રના માપનો પ્યાલો બનાવી સરસવથી સંપૂર્ણ ભરવો આ રીતે મતાંતર છે.
જ્યાં શલાકાપ્યાલો ખાલી થયો હોય તે જાણ માટે એક નવો દાણો પ્રતિશલાકામાં નાંખવો એટલે એમ થાય કે અનવસ્થિત ભરેલો છે. શલાકા ખાલી છે. પ્રતિશલાકામાં એક દાણો છે. આ રીતે શલાકા પ્યાલો જ્યાં ખાલી થયેલો હોય તે દ્વીપ અને સમુદ્ર પછીના દ્વીપ સમુદ્રને વિષે અનવસ્થિત પ્યાલા નાં દાણા ક્રમસર નાંખી ખાલી કરવો જ્યાં ખાલી થાય ત્યાં સાક્ષી રૂપે એક દાણો શલાકા પ્યાલામાં નાંખવો અને નવો અનવસ્થિત પ્યાલો બનાવી સરસવથી ભરી આગળના દ્વીપ સમુદ્રને વિષે એક એક દાણો નાંખી ખાલી કરી
જ્યાં ખાલી થાય ત્યાં બીજો અનવસ્થિત બનાવવો. સરસવથી ભરવો અને બીજો દાણો શલાકા પ્યાલામાં નાંખવો આ રીતે ફ્રીથી બીજી વાર અનવસ્થિતથી શલાકા પ્યાલો સંપૂર્ણ ભરવો અને આ વખતે બીજો નવો
Page 56 of 78