Book Title: Jeev Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 55
________________ મતાંતરે ૭૦ આંકની સંખ્યા થાય તેમાં ૧૮૦ મીંડા ઉપર ઉમેરવા એટલે ૨૫૦ની સંખ્યાનો આંક આવે છે. આ આંક ગણતરી રૂપે ઉત્કૃષ્ટ સંખ્યા રૂપે ગણાય છે. આનાથી અધિક સંખ્યાનો આંક જગતમાં કોઇ કાળે કોઇ ઉત્કૃષ્ટ રૂપે કરી શકવાના નથી. બાકી સંખ્યાતામાંથી અસંખ્યાતા અને અનંતાનું વર્ણન જાણવા માટે કેવલજ્ઞાનીઓએ જે પ્રક્રિયા કહેલી છે. તેમાં ઉત્કૃષ્ટ સંખ્યાતા રૂપે આના કરતાં કઇ ગણી સંખ્યા વધી શકે છે. સંખ્યાતા- અસંખ્યાતાદિનું વર્ણન સંખ્યાતાના ત્રણ ભેદ છે. (૧) જઘન્ય સંખ્યાતુ (૨) મધ્યમ સંખ્યાતુ (૩) ઉત્કૃષ્ટ સંખ્યાતું. અસંખ્યાતાના ૯ ભેદો હોય છે. (૧) જઘન્યપરિત્ત અસખ્યાતું (૨) મધ્યમ પરિત્ત અસંખ્યાતું. (૩) ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાતું (૪) જઘન્ય યુક્ત અસંખ્યાત (૫) મધ્યમ યુક્ત અસંખ્યાતુ (૬) ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાતુ (૭) જઘન્ય અસંખ્ય અસંખ્યાતું. (૮) મધ્યમ અસંખ્ય અસંખ્યાત (૯) ઉત્કૃષ્ટ અસંખ્ય અસંખ્યાતુ અનંતાના નવ ભેદો હોય છે. (૧) જઘન્ય પરિત્ત અનંતુ (૨) મધ્યમ પરિત્ત અનંત. (૩) ઉત્કૃષ્ટ પરિત્ત અનંતુ (૪) જઘન્ય યુક્ત અનંતુ (૫) મધ્યમ યુક્ત અનંત (૬) ઉત્કૃષ્ટ યુક્ત અનંતુ (૭) જઘન્ય અનંત અનંત (૮) મધ્યમ અનંત અનંતુ (૯) ઉત્કૃષ્ટ અનંત અનંતુ આ રીતે કુલ ૩ + ૯ + ૬ = ૨૧ ભેદો થાય છે. જઘન્ય સંખ્યાતા રૂપે જ્ઞાનીઓએ ૨ ની સંખ્યાનો આંક કહેલો છે કારણકે બેનાં અડધા રૂપે એક ની. સંખ્યા થઇ શકે છે જ્યારે એકના અડધા રૂપે અડધો થાય એ સંખ્યા રૂપે ન હોવાથી એકના આંકને જઘન્ય સંખ્યા રૂપે કહેલી નથી. બેની સંખ્યાથી એક એક સંખ્યા અધિક કરતાં ઉત્કૃષ્ટ સંખ્યા જે આવે તેમાંથી એક ન્યૂન કરતાં જેટલી સંખ્યાઓ થાય તે બધા આંક મધ્યમ સંખ્યા રૂપે ગણાય છે. દા.ત. અસત્ કલ્પનાથી ૩ થી શરૂ કરી ૧૦૦ની સંખ્યા ઉત્કૃષ્ટ હોય તો ૯૯ સુધીની સંખ્યાનો. આંક એ બધી સંખ્યાઓ મધ્યમ રૂપે ગણાય છે. Page 55 of 78

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78