Book Title: Jeev Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 57
________________ દાણો પ્રતિશલાકા પ્યાલામાં નાંખવો આથી શું નિષ્કર્ષ થયું કે- મહાશલાકા પ્યાલો ખાલી છે. પ્રતિશલાકા પ્યાલામાં બે દાણા છે. શલાકા પ્યાલો ખાલી છે અને અનવસ્થિત પ્યાલો ભરેલો છે. અનવસ્થિત પ્યાલાને ઉપાડીને આગળના દ્વીપ સમુદ્રમાં એક એક દાણો નાંખીને ખાલી કરવો અને એક નવો દાણો શલાકામાં નાંખવો આ રીતે અનવસ્થિત પ્યાલા નવા બનાવી બનાવીને શલાકા ભરવો શલાકા ભરાઇ જાય એટલે અનવસ્થિત આખો ભરેલો રાખવો. શલાકા ઉપાડવો ખાલી કરવો એક દાણો પ્રતિશલાકા પ્યાલામાં નાંખવો. આ રીતે અનવસ્થિત પ્યાલાઓ નવા બનાવી બનાવીને ખાલી કરી કરીને શલાકા પ્યાલો ભરવો અનવસ્થિત શલાકા ભરી ભરી ખાલી કરો કરીને પ્રતિશલાકા પ્યાલો ભરવો અને પ્રતિશલાકા પ્યાલો ભરાઇ જાય એટલે તે ખાલી કરી કરીને મહાશલાકામાં એક દાણો નાંખવો. આ રીતે અનવસ્થિત શલાકા પ્રતિશલાકા પ્યાલાઓ દ્વારા મહાશલાકા સંપૂર્ણ શીખા સાથે ભરવો મહાશલાકા પ્યાલો ભરાઇ જાય એટલે અનવસ્થિત શલાકા ભરી ભરી ખાલી કરી કરીને પ્રતિશલાકા પ્યાલો શીખા સાથે સંપૂર્ણ ભરવો એ સંપૂર્ણ ભરાઇ જાય એટલે અનવસ્થિત પ્યાલા નવા બનાવી બનાવી ખાલી કરી કરી એક એક દાણો શલાકામાં નાંખી નાંખીને આખો શલાકા પ્યાલો શીખા સાથે ભરવો જ્યારે સંપૂર્ણ શલાકા પ્યાલો ભરાઇ જાય તે વખતે છેલ્લો દાણો જે દ્વીપ સમુદ્રમાં નાંખવામાં આવેલો છે તે દ્વીપ સમુદ્ર જેટલો મોટા માપવાળો હજાર યોજન ઉંડો અને પહોળો અનવસ્થિત પ્યાલો બનાવી એને સંપૂર્ણ શીખા સાથે સરસવથી ભરવો આ રીતે જ્યારે ચારેય પ્યાલા સંપૂર્ણ ભરાઇ જાય એટલે તે ચારે પ્યાલાના સરસવના દાણા ખાલી કરીને એક ઢગલો કરવો અને એ ઢગલામાં અત્યાર સુધી જેટલા દ્વીપ સમુદ્રોમાં દાણા નાંખેલા છે તે બધા દાણા પાછા લાવી ભેગા કરી આ ઢગલામાં નાંખવાના આ રીતે ઢગલાના દાણાની જેટલી સંખ્યા થાય તે પહેલું જઘન્ય પત્તિ અસંખ્યાતુ કહેવાય છે. તેમાંથી એક દાણો ઓછો કરીએ એટલે ઉત્કૃષ્ટ સંખ્યાતુ બને છે. જૈન શાસનની દ્રષ્ટિથી ઉત્કૃષ્ટ સંખ્યા રૂપી છેલ્લામાં છેલ્લી આ સંખ્યા ગણાય છે. તે ઉત્કૃષ્ટ સંખ્યામાંથી એક દાણો ઓછો કરીએ એટલે મધ્યમ સંખ્યાનો છેલ્લો આંક થાય છે. આના ઉપરથી વિચાર કરો કે આજના વૈજ્ઞાનિકો ગમે તેટલો પ્રયત્ન કરે યંત્રોની શોધો કરે તો પણ તે આ સંખ્યાના આંક સુધી પહોંચી શકે એમ લાગે છે ખરૂં ? અને જે શિર્ષપહેલીકાના આંકની સંખ્યા કહેલી છે ત્યાં સુધી પણ પહોંચે એમ લાગે છે ખરૂં ? તો પછી આ યંત્રો અનેક જીવોની હિંસાઓ કરી કરીને મહારંભનાં સાધનો રૂપે ઉભા કરી રહ્યા છે તે વખાણવા લાયક ખરા ? આ કોમ્પ્યુટરો વગેરે સાધનોએ તો જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયોપશમનો નાશ કર્યો છે. આજે છોકરાઓને ગણિતના આંક આવડતાં નથી એ શું સુચવે છે ? ગુણાકાર-ભાગાકાર સામાન્ય પણે કરવા હોય તો એ રમકડું લઇને બેસી જાય છે એ શું સુચવે છે માટે કેટલા સાવચેત બનવાનું છે ? હવે જઘન્ય પરિત્ત અસંખ્યાતામાં એટલે પહેલા અસંખ્યાતામાં જેટલા દાણાની સંખ્યા છે. એટલા દાણાવાળા એટલા એટલા ઢગલા કરવા, એનો પરસ્પર ગુણાકાર કરવો ગુણાકાર કરતાં કરતાં જે છેલ્લી સંખ્યા આવે તે ચોથું જઘન્ય યુક્ત અસંખ્યાતુ કહેવાય છે. આ રીતે ઢગલાઓ કરી કરીને ગુણાકાર કરવો તે રાશી અભ્યાસ કહેવાય છે. આ ચોથા અસંખ્યાતાની જેટલી સંખ્યા થાય છે એટલા એક આવલિકાના સમયોની સંખ્યા થાય છે. એવી બસોને છપ્પન આવલિકાના સમયો જેટલું જઘન્ય આયુષ્ય નિગોદના જીવોનું હોય છે. આ આયુષ્યને એક અંતર્મુહૂર્તના આયુષ્ય રૂપે ગણાય છે. આવા આયુષ્યવાળા જીવો આપણા એક શ્વાસોચ્છવાસમાં અઢારવાર જન્મ અને સત્તરવાર મરણ કર્યા કરે છે. આના ઉપરથી વિચારો કે એક સમય એટલે કેટલો સૂક્ષ્મમાં સૂક્ષ્મ કાળ થયો. એ ચોથું જે જઘન્ય યુક્ત અસંખ્યાતું છે તેમાંથી એક દાણો ઓછો કરીએ એટલે ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાતું ત્રીજું આવે છે. એ ત્રીજા અસંખ્યાતામાંથી એક દાણો ઓછો કરીએ તા મધ્યમ પરિત્તઅસંખ્યાતુ રૂપે બીજા અસંખ્યાતાનો છેલ્લો આંક આવે છે અને જઘન્ય પરિત્ત અસંખ્યાતામાં એક દાણો ઉમેરીએ ત્યાંથી Page 57 of 78

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78