________________
ચૌદ રાજલોક રૂપ જગતને વિષે પુદ્ગલો ઠાંસી ઠાંસીને ભરેલા છે. આ પુદ્ગલો હંમેશા રૂપી હોય છે. રૂપી એટલે વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ આ ચારથી સદા માટે યુક્ત હોય છે. એટલે આ દ્રવ્ય વર્ણાદિથી રહિત હોતું નથી. તેના ચાર ભેદ છે.
(૧) સ્કંધ, (૨) દેશ, (૩) પ્રદેશ, (૪) પરમાણુ.
જગતમાં પુદ્ગલના સ્કંધો અનંતા રહેલા હોય છે.
એક એક છૂટા પરમાણુઓ અનંતા રહેલા હોય છે પણ તે સ્કંધ ગણાતા નથી.
(૧) પુદ્ગલાસ્તિકાયનો સ્કંધ :- જ્યારે બે પરમાણુ ભેગા મળીને એટલે બે પરમાણુઓના સંયોગથી જે દ્રવ્ય બને તે સ્કંધ રૂપે ગણાય છે. એ રીતે જગતમાં બે પરમાણુઓથી બનેલા સ્કંધો અનંતા હોય છે. ત્રણ પરમાણુઓના બનેલા સ્કંધો અનંતા હોય છે એવી જ રીતે એક એક પરમાણુ અધિક કરતાં જઇએ તો એક એકના અનંતા અનંતા સ્કંધો રહેલા હોય છે તેમ સંખ્યાતા પરમાણુઓનાં અનંતા સ્કંધો હોય છે. અસંખ્યાતા પરમાણુઓનાં અનંતા સ્કંધો હોય છે અને અનંતા પરમાણુઓનાં પણ અનંતા અનંતા સ્કંધો જગતમાં રહેલા હોય છે આથી પુદ્ગલ સ્કંધો અનંતા કહેવાય છે.
(૨) પુદ્ગલાસ્તિકાયનો દેશ ઃ- પુદ્ગલના સ્કંધ રૂપે રહેલું જે દ્રવ્ય આંખેથી જોઇએ છીએ તેમાંના કોઇપણ દ્રવ્યને તેમાંથી છૂટું પાડ્યા વગર જે જે ભાગની કલ્પનાઓ કરવી તે દેશ કહેવાય છે. જ્યારે એ દેશનો ટુકડો જુદો પડે ત્યારે તે બીજો સ્કંધ બન્યો કહેવાય છે.
(૩) પુદ્ગલાસ્તિકાય પ્રદેશ :- એક ધ રૂપે રહેલું જે પુદ્ગલ તે પુદ્ગલ છુટુ પાડ્યા વગર તેનો નાનામાં નાનો અંશ કે જેના કેવલી ભગવંતો પણ એકના બે ભાગ કરી ન શકે એવા ભાગની કલ્પના કરવી તે અંશ (પ્રદેશ) કહેવાય છે.
(૪) પુદ્ગલાસ્તિકાયનો પરમાણુ :- જ્યારે એ સ્કંધમાં રહેલો નાનામાં નાનો અંશ છુટો પડે ત્યાર તે પરમાણુ રૂપે ચોથો ભેદ ગણાય છે. એટલે કે પ્રદેશ રૂપે રહેલો જે ભાગ એ સ્કંધમાંથી છૂટો પડે એટલે પરમાણુ કહેવાય છે. આ રીતે પુદ્ગલાસ્તિકાયના ચાર ભેદો થાય છે. આપણે જગતમાં જે કોઇ પદાર્થો જોઇએ છીએ પછી તે ચેતન રૂપે એટલે સજીવ હોય કે અચેતન રૂપે અજીવ હોય તા પણ તે પુદ્ગલોના સ્કંધોને જ જોઇ શકીએ છીએ પુદ્ગલ સ્કંધો સિવાય આપણે બીજા કોઇ પદાર્થોને જોઇ શકતા નથી કારણ કે જે દ્રવ્યમાં વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ રહેલા હોય છે તે જ દેખાય છે માટે રૂપી દ્રવ્યો જોતાં હોવાથી તે પુદ્ગલ રૂપે જ હોય છે. અરૂપી પદાર્થોને જોવાની શક્તિ નથી તેવી જ રીતે જગતમાં જેટલા પુદ્ગલો છે તે બધાય પુદ્ગલોને આપણે જોઇ શકતા નથી કારણકે જગતમાં અનંતાનંત એટલા બધા સ્કંધો પુદ્ગલોના હોય છે કે તે બધાય જોવાની તાકાત આપણી નથી. એવી જ રીતે અનંતાનંત પરમાણુઓ જગતમાં રૂપી રૂપે રહેલા છે છતાંય ચર્મચક્ષુથી જોઇ શકાતા નથી. બે પરમાણુઓના બનેલા અનંતા સ્કંધો પણ જોઇ શકાતા નથી. ત્રણ પરમાણુના બનેલા સ્કંધોને પણ જોઇ શકાતા નથી. યાવત્ સંખ્યાતા પરમાણુઓના બનેલા-અનંતા સ્કંધોને જોઇ શકાતા નથી. અસંખ્યાતા પરમાણુઓના બનેલા અનંતા પરમાણુઓના બનેલા સ્કંધો પણ જોઇ શકાતા નથી. એવી રીતે અનંતા પરમાણુઓના સમુદાયથી બનેલા અનંતા સ્કંધોને પણ જોઇ શકાતા નથી. અનંતા પરમાણુઓના બનેલા સ્કંધોમાંથી જોઇ શકાય એવા અનંતા પરમાણુઓનાં સ્કંધો બનેલા હોય તેજ જોઇ શકાય છે. બધાય જોઇ શકાતા નથી. વિજ્ઞાનીઓ જેને અણુબોંબ કહે છે. તેઓ જેને અણુ કહે છે તે જૈન શાસનની દ્રષ્ટિએ અનંતા પરમાણુઓના સમુદાય રૂપે બનેલા અનંતાસ્કંધોનો સમુદાય ભેગો થયેલો છે માટે તે અનંત પરમાણુઓના સ્કંધ રૂપે ગણાય છે કારણ કે અણુ પરમાણુને જોવાની શક્તિ આપણી નથી. વિશિષ્ટ અવધિજ્ઞાનીઓ અને કેવલજ્ઞાનીઓજ જોઇ શકે છે.
આથી નક્કી થાય છે કે કાંઇ આપણે જગતમાં જોઇએ છીએ તે પુદ્ગલોનાં સ્કંધો સિવાય કાંઇ જોઇ
Page 51 of 78