________________
એ કલ્પના જગતમાં રહેલા પદાર્થોની ચિંતવના કરતાં કરતાં એકાગ્રતા પામવા અને ધ્યાન યોગની સ્થિરતા પામવા માટે કરવાની છે.
શ્રમણ ભગવાન મહાવીર મહારાજા એ છેલ્લા ભવમાં સંયમનો સ્વીકાર કરીને એક પગલા પરમાણુની સાડા બાર વરસ સુધી ચિંતવના કરી કરીને પોતાના કર્મોને ખપાવ્યા છે કે તેમાં જેટલા પરિષહો કે ઉપસર્ગો આવ્યા તે બધા વેક્યા પણ પૂગલના ચિંતનથી મન જરાય બીજે ગયું નથી અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી.
ચૌદ રાજલોક ચિત્રમાં જે રીતે બતાવાય છે એ રીતનો નથી તે ચારે બાજુથી ગોળાકારે એ રીતે હોય છે. ચિત્રમાં એ ગોળાકાર રૂપે બતાવી શકાય નહિ માટે એક બાજુનો ભાગ દોરી બતાવાય છે બાકી આખો લોક ગોળાકારે હોય છે. માટે તેની આકૃતિ સરાવ સંપુટ જેવી થાય છે. એક કોડીયું નીચે ઉંધુ રાખવું તેના ઉપર એક કોડીયું છતું મુકીને તેના ઉપર ત્રીજું કોડીયું ઉંધું મુકવું એ જેવો આકાર થાય એવો લોકનો થાય છે માટે અધોલોકમાં નીચે સાતરાજ પહોળો ઓછો થતાં થતાં મધ્યમાં એક રાજ પહોળો પાછો ઉપર વિસ્તાર પામતો પામતો વચમાં પાંચ રાજ પહોળો અને છેવટ ઉપર એક રાજ પહોળો થાય. આ રીતેનો એનો આકાર થાય છે.
આ વર્ણન કેવલજ્ઞાની ભગવંતોએ પોતાના જ્ઞાનથી જે રીતે જોયું છે એ રીતે વર્ણન કરેલું છે માટે અલોકમાં આકાશાસ્તિકાયનો છેડો એઓ જોતા નથી માટે અનંતા પ્રદેશો છે એમ કહ્યા છે. લોકનો ભાગ, પૂર્ણ થાય ત્યાં લોકના પ્રદેશો ચરમ રૂપે કહેવાય છે અને અલોકનો પ્રદેશ ત્યાંથી શરૂ થાય છે માટે તે અચરમ રૂપે કહેવાય છે. આ રીતે લોકની વિચારણાથી જીવને ધર્મધ્યાન અને શુક્લધ્યાન પેદા થતાં જાય છે. અને એ ધ્યાનમાં બંધાયેલા સત્તામાં રહેલા અશુભ કર્મો થોકના થોક નાશ પામતાં જાય છે. કારણકે આ પદાર્થોનું જેટલું ચિંતન કરીને કાળ પસાર કરે એટલા કાળ સુધી રાગાદિ પરિણામ સંયમ રૂપે બનતાં ધીમે ધીમે નાશ પામતા જાય છે.
- અનાદિકાળથી આપણને રાગવાળા અને દ્વેષવાળા પદાર્થોના ચિંતનની પ્રત્યક્ષ અનુભૂતિ છે જ્યારે ધર્મ પ્રવૃત્તિ કરવા છતાંય આવા પદાર્થોના ચિંતનની અને એની વિચારણાની અનુભૂતિ નથી એ અનુભૂતિ પેદા કરવા માટેનો પ્રયત્ન પણ કરતા નથી માટે એ પદાર્થોનું આવી રીતે ચિંતન કરતા નથી અને રસ પણ પડતો નથીઆવા પદાર્થોની પ્રત્યક્ષ અનુભૂતિ થાય તો રસ પડે. રસ પડે તો ચિંતન કરવાનું મન થાય. આવું ચિંતન જીવ કરતો બને તો તેને આંશિક અપુનર્બધક દશાની અનુભૂતિ થાય. આ ભવમાં એ અનુભૂતિ કરવીજ છે ને ? તો પ્રયત્ન કરવો પડશે લોકાકાસ્તિકાયના પ્રદેશોને પણ વર્ણ નથી ગંધા નથી-રસ નથી અને સ્પર્શ નથી માટે એ અરૂપી છે.
દ્રવ્યથકી આકાશાસ્તિકાય દ્રવ્ય એકજ છે. ક્ષેત્રથકી લોક-અલોક પ્રમાણ છે. કાલથકી અનાદિ અનંત છે એટલે અનાદિ કાલથી છે અને સુદામાટે એટલે અનંત કાળ સુધી રહેવાનું છે.
ભાવથકી વર્ણ નથી, ગંધ નથી, રસ નથી અને સ્પર્શ નથી અનંતપ્રદેશી હોય છે.
આ રીતે ધર્માસ્તિકાયના - ૩ ભેદ. અધર્માસ્તિકાયના ૩ ભેદ અને આકાશાસ્તિકાયના ૩ ભેદ એમા ૯ ભેદ થયા.
આકાશાસ્તિકાય વર્ણન પૂર્ણ.
પગલાસ્તિષયનું વર્ણન
Page 50 of 78