________________
(૨) દેશ :- એ સ્કંધ રૂપે રહેલા દ્રવ્યને છુટું પાડ્યા વગર તેના અમુક અમુક ભાગોની કલ્પના કરવી ૦| રાજ પ્રમાણ ૦|| રાજ પ્રમાણ-એક રાજ પ્રમાણ એવા એવા વિભાગોની છૂટા પાડ્યા વિના કલ્પના કરી વિચારણા કરવી તે દેશ કહેવાય.
(૩) પ્રદેશ :- અધર્માસ્તિકાયના અસંખ્યાતા પ્રદેશો જે હોય છે તેમાંથી છૂટો પાડ્યા વગર નાનામાં નાના અંશ રૂપે કે જે અંશના વિભાગને કેવલ જ્ઞાની પણ બે ભાગ કરી ન શકે એવા ભાગની કલ્પના કરવી તેપ્રદેશ કહેવાય છે. આ દેશ અને પ્રદેશ રૂપે જે કલ્પનાઓ કરાય છે તે જગતમાં રહેલા જીવ અને પગલોની વિચારણાઓ કરવા માટે કરાય છે. બાકી આની કોઇ જરૂરત લાગતી નથી.
દા.ત. અધોલોકમાં સાતમી નારકો જે રહેલી છે તે સાતમી નારકીના મધ્યભાગ રૂપે અધર્માસ્તિકાય દ્રવ્યની કલ્પના કરીને એમાં વિચાર કરવાનો કે એ વિભાગમાં ચોદ જીવ ભેદોમાંથી કેટલા. જીવ ભેદો હોય છે ? પાંચસો બેસઠ જીવ ભેદોમાંથી કેટલા જીવભેદો હોય છે ? પુગલો કેટલા કેટલા હોય છે ? તેમાં ગ્રહણ કરવા લાયક પુગલોની વર્ગણાઓ કેટલી કેટલી હોય છે ? ઇત્યાદિ રૂપે વિચારણા કરવાની. એવી જ રીતે સાતમી નારકીના નીચેના ભાગમાં લોકાકાસ્તિકાયના પ્રદેશો અસંખ્યાતા રહેલા હોય છે. તેની સાથે સાથે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયના પ્રદેશો પણ રહેલા હોય છે. તેમાંના એક પ્રદેશ ઉપર પાંચસો ત્રેસઠ જીવભેદમાંથી કેટલા જીવ ભેદો હોય ? કેટલા પુદગલો હોય ઇત્યાદિ ચૌદ રાજલોકના કોઇપણ પ્રદેશની કલ્પના કરીને વિચારણા કરવાની હોય છે એ માટે ઉપયોગી થાય છે. આવી વિચારણાઓ મનની એકાગ્રતા વગર જીવ કરી શકતો નથી અને આ વિચારણા કરતાં કરતાં મનની એકાગ્રતા પણ સુંદર રીતે જીવને પ્રાપ્ત થઇ શકે છે અને એ વિચારણા કરતાં કરતાં જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થાય તો એમાં એમ પણ વિચારણા આવે કે આવા દેશના ટુડાના વિભાગમાં અને પ્રદેશમાં કેટલી વાર એની સ્પર્શના મેં કરી ત્યાં સ્થિર કેટલો કાળ રહી આવ્યો એ પણ વિચારણા થઇ શકે છે.
આનાથી બંધાયેલા અશુભ કર્મોની થોકની થોક નિર્જરા થાય છે તેમાં ચારેય ઘાતી કર્મોની નિર્જરા વિશેષ રીતે થઇ શકે છે. એ માટે ઉપયોગી બને છે. આ અધર્માસ્તિકાયના પ્રદેશો અરૂપી હોવાથી. કેવલજ્ઞાની સિવાય કોઇ જોઇ શકતું નથી. સ્થિર રહેવામાં અનુભવાય ખરૂં પણ કોણ સ્થિર રાખે છે એ જોઇ શકાતું નથી.
આ અધર્માસ્તિકાય દ્રવ્ય થકી એક દ્રવ્ય છે. ક્ષેત્ર થકી-ચૌદ રાજલોક પ્રમાણ છે. કાળા થકી-અનાદિ અનંત કાળ હોય છે. એટલે કોઇ કાળે આ દ્રવ્ય નહોતું એમ નહિ અને કોઇ કાળે નહિ હોય એમ નથી. માટે અનાદિ અનંત કાળ રૂપે કહેવાય છે અને ભાવ થકી વર્ણ નથી-વર્ણનથો-ગંધ નથી-રસનથી-સ્પર્શનથી માટે રૂપી નથી પણ અરૂપી છે.
આક્રશાસ્તિકાયનું વર્ણન
આકાશ જગ્યા આપવાનું કામ કરે છે. જીવ અને પગલોને જગ્યા આપવાનું કામ આ દ્રવ્ય કરે છે. ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોને રહેવા માટે જગ્યા આપવાનું કામ આ દ્રવ્ય કરે છે માટે આકાશાસ્તિકાય કહેવાય છે. આ આકાશાસ્તિકાય દ્રવ્ય બે પ્રકારનું છે.
(૧) લોકાકાસ્તિકાય રૂપે અને (૨) અલોકાકાસ્તિકાય રૂપે.
આખાય સંપૂર્ણ જગતને વિષે આકાશાસ્તિકાયનો પોલાણરૂપે એક આખો મોટો ગોળો રહેલો હોય છે તે ગોળાના બરાબર મધ્ય ભાગમાં લોકની આકૃતિ જેવો એક ભાગ જે રહેલો હોય છે તે લોકાકાસ્તિકાય કહેવાય છે. લોકની આકૃતિ જેવો આકાશાસ્તિકાયનો જે ભાગ હોય છે તેટલા જ ભાગમાં ધર્માસ્તિકાયના અસંખ્યાતા પ્રદેશો, અંધર્માસ્તિકાયના અસંખ્યાતા પ્રદેશો આકાશાસ્તિકાયના અસંખ્યાતા. પ્રદેશો અનંતાડનંતા પુદ્ગલો એટલે પુદ્ગલાસ્તિકાય રૂપે અનંતા દ્રવ્યો-જીવાસ્તિકાય રૂપે અનંતા દ્રવ્યો.
Page 48 of 78