________________
રહેલા હોય છે. પણ આટલા ભાગ સિવાયમાં બહારના ભાગમાં રહેલા ન હોવાથી આટલા ભાગને જ લોક કહેવાય છે અને એટલા આકાશ પ્રદેશોને લોકાકાસ્તિકાયના પ્રદેશો કહેવાય છે આના સિવાયના આ આકૃતિ સિવાયના ભાગમાં માત્ર એક આકાશાસ્તિકાયના જપ્રદેશો રહેલા હોય છે તે લોકની આકતિની ચારે બાજુ રહેલા હોય છે અને તે સંપૂર્ણ આખા ગોળામાં રહેલા હોય છે તે અલોકાકાસ્તિકાય રૂપે કહેવાય છે. એ અલોકમાં એટલે લોક સિવાયના બહારના ભાગમાં આખાય ગોળામાં આકાશાસ્તિકાયના અનંતા પ્રદેશો રહેલા હોય છે. આથી અલોકાકાશના અનંતા પ્રદેશો ગણાય છે.
આથી અલોકમાં સ્થિર રાખવાવાળું કે ગતિ કરાવનારૂં કોઇ દ્રવ્ય નથી આથી કોઇપણ દ્રવ્ય જીવ કે પુદ્ગલ ઉર્ધ્વલોકમાં જાય તો જતાં જતાં લોકના છેડે અગ્રભાગે અટકી જાય છે કારણકે ત્યાંથી બહાર જવાનું છે નહિ છતાં કદાચ માનો કે જાય તો ક્યાં જાય ? ત્યાં લોકાકાશ છે નહિ અને જાય તો બહાર જઇને અલોકમાં ફ્ક્ત જ કરવાનું. એવું બનતું નથી આથી જે જીવો સલ કર્મોથી રહિત થાય તે જીવો લોકના અગ્રભાગે અટકી જ જાય છે. માટે લોકના અગ્રભાગે એ સિધ્ધ પરમાત્માના જીવો એક સરખા હોય છે અને પછી તેઓની જેવી અવગાહના હોય એ અવગાહના રૂપે લાંબા ટૂંકા નાના-મોટા નીચેના ભાગમાં હોય છે. જેમ દા.ત. શ્રી ઋષભદેવ ભગવાનનો આત્મા પાંચસો ધનુષની કાયાવાળો હતો તે નિર્વાણ પામતી વખતે ૨/૩ ભાગમાં આત્મપ્રદેશો ઘન રૂપે થયેલા હોય છે માટે ૩૩૩ ધનુષથી કાંઇ અધિક તે આત્માની અવગાહના સિદ્ધિરૂપે હોય છે. જ્યારે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાની સાત હાથની કાયા હતી માટે તેના ૨/૩ ભાગ જેટલી અવગાહનામાં તેમના આત્મપ્રદેશો ઘનરૂપે હોય છે. છતાં લોકના અગ્રભાગે બન્ને સરખા હોય છે. એજ રીતે સંસારી જીવો પણ લોકાગ્રે રહેલા હોય છે. તેઓની તો અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી જ અવગાહના હોય છે.
આથી નક્કી થયું કે જ્યાં પાંચ અસ્તિકાય રહેલા હોય તે લોકાકાશ કહેવાય અને જ્યાં એક આકાશાસ્તિકાય જ હોય તે અલોકાકાશ કહેવાય છે.
લોકાકાશના જે આકાશ પ્રદેશો-ધર્માસ્તિકાયના જે આકાશ પ્રદેશો અને અધર્માસ્તિકાયના જેટલા આકાશ પ્રદેશો એ ત્રણેના એક સરખા જ હોય છે તેવી જ રીતે એક જીવના આત્મ પ્રદેશો પણ અસંખ્યાતા હોય છે. એક નિગોદમાં અનંતા જીવો રહેલા હોય છે. તે દરેક જીવનાં અસંખ્યાતા અસંખ્યાતા આત્મપ્રદેશો પણ ભિન્ન ભિન્ન રૂપે હોય છે. આથી જીવ અને પુદ્ગલો સંકોચ પામી પામીને અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી અવગાહનામાં અનંતા અનંતા રહી શકે છે. માટે જીવ અને પુદ્ગલ સંકોચ અને વિકાસ પામવાના સ્વભાવવાળા હોય છે. જીવ વિસ્તાર પામે તો ચૌદ રાજલોક વ્યાપી પણ થઇ શકે છે. કેવલજ્ઞાની ભગવંતો જ્યારે કેવલી સમુદ્ઘાત કરે ત્યારે ચોથા સમયે લોકવ્યાપી થઇ શકે છે એટલે એક એક આકાશ પ્રદેશ ઉપર એક એક આત્મ પ્રદેશ મુકી શકે છે.
આકાશાસ્તિકાયનો ગુણ જગ્યા આપવાનો છે. આ આકાશાસ્તિકાયના (લોકાકાશના) ત્રણ ભેદો
હોય છે.
(૧) સ્કંધ (૨) દેશ અને (૩) પ્રદેશ.
(૧) સ્કંધ :-લોકાકાશ રૂપે રહેલા આકાશાસ્તિકાયના પ્રદેશો તે એક દ્રવ્ય રૂપે છે માટે તે સ્કંધ રૂપે ગણાય છે.
(૨) દેશ :- એ લોકાકાસ્તિકાયના કોઇ ભાગની એટલે વિભાગની કલ્પના કરવી ત દેશરૂપે ગણાય છે અને
(3) પ્રદેશ :- તે લોકાકાસ્તિકાયથી છૂટો પાડ્યા વગર નાનામાં નાના અંશની જે કલ્પના કરવી કે જે કેવલી ભગવંતો પણ જેના એકના બે ભાગ કરી ન શકે તે પ્રદેશ કહેવાય છે.
આ રીતે સ્કંધ-દેશ-પ્રદેશની કલ્પના કરવાની જરૂર શી ?
Page 49 of 78