________________
જ કરે છે. એ દોડાદોડમાં પણ આ ધર્માસ્તિકાય ગતિરૂપે સહાયક બને છે. જગતમાં ત્રસ જીવોને ત્રણ નામ કર્મના ઉદયથી ગતિકરવાની શક્તિ મળે છે. પણ તેમાં ધર્માસ્તિકાયની સહાયથી તે ગતિ કરી શકે છે. આથી એક સ્થાને જીવ સ્થિર રૂપે બેસી શકતો નથી. હલન, ચલન સતત ચાલુ જ હોય છે. જ્ઞાનીઓ કહે છે કે અસ્થિરતાથી બેસવાથી મનની ચંચળતા વધે છે પણ મનની સ્થિરતા પ્રાપ્ત થતી નથી.
શરીરની સ્થિરતા જેટલી વધારે પ્રમાણમાં થાય તેટલી મનની સ્થિરતા જલ્દીથી વિશેષ રીતે પ્રાપ્ત થઇ શકે છે.
જીવ અને પુદ્ગલ સ્થિરતાપૂર્વક ગતિ કરે છે. તે ધર્માસ્તિકાયની સહાયથી જ. ચૌદ રાજલોકમાં કોઇ એવી જગ્યા ખાલી નથી કે જ્યાં આ દ્રવ્ય રહેલું ન હોય. ચાલતા ચાલતા ચક્કર આવે અને પડી જવાય તે કર્મના દોષને કારણે બને છે. તેમાં ધર્માસ્તિકાયનો દોષ નથી.
આ ધર્માસ્તિકાયના ત્રણ ભેદ છે. (૧) સ્કંધ (૨) દેશ અને (3) પ્રદેશ.
(૧) સ્કંધ -અસંખ્યાત પ્રદેશના સમુદાય રૂપે લોકની આકૃતિ જેવું જે આખું એક દ્રવ્ય છે તે સ્કંધના ભેદ રૂપે કહેવાય છે.
દાખલા તરીકે અનેક અણુઓ મળીને એક આખો પદાર્થ થાય તે અખંડ રૂપે બનેલો પદાર્થ તે સ્કંધ કહેવાય. અખંડપથ્થર-અખંડ મોતી-અખંડ આખો લાડવો વગેરેની જેમ.
(૨) દેશ :- અખંડ પદાર્થને છૂટો પાડ્યા વગર તેના અમુક અમુક વિભાગોની કલ્પના કરવી. એટલે એવા એક એક ભાગની કલ્પના કરીને વિચારણા કરવી તે દેશ કહેવાય છે. એટલે ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશોમાંથી કેટલાક સમુદાય રૂપે પ્રદેશોનો વિભાગ કલ્પવો તે વિભાગને દેશ રૂપે કહેવાય છે. તે બીજો દેશરૂપે ભેદ છે. આવા દેશ રૂપે એ દ્રવ્યમાંથી છૂટા પાડ્યા વગરનાં અસંખ્યાતા ભેદો થઇ શકે છે.
(૩) પ્રદેશ :- ધર્માસ્તિકાયના અસંખ્યાતા પ્રદેશો જે રહેલા છે તેમાંનો એક પ્રદેશ છૂટો પાડ્યા વગર કલ્પના કરીને તે પ્રદેશ કે જે કેવલજ્ઞાની પણ જેના એકના બે ભાગ ન કરી શકે એવો જે અંશ રૂપે. રહેલો હોય તે પ્રદેશ કહેવાય છે. તેનાથી નાનામાં નાનો વિભાગ હવે કોઇ નથી એવો જે સૂક્ષ્મ વિભાગ રૂપ અંશ તે પ્રદેશ કહેવાય.
આ રીતે ભેદ પાડવાનું પ્રયોજન શા માટે ? તો જ્ઞાનીઓ કહે છે કે જગતમાં જીવ અને પુદ્ગલો ઠાંસી. ઠાંસીને જે રહેલા છે તે દેશ વિભાગમાં કેટલા હોય છે તથા પ્રદેશ રૂપ વિભાગમાં કેટલાં રહેલા હોય છે. તેની વિચારણમાં ઉપયોગી થાય છે માટે આ ત્રણ ભેદો પાડેલા છે. ધર્માસ્તિકાય દ્રવ્યથી એક હોય છે. ક્ષેત્રથી ચોદરાજ લોક પ્રમાણ છે. કાલથી અનાદિ અનંત કાળ રૂપે છે. ભાવથી-વર્ણનથી-ગંધનથી-રસનથી અને સ્પર્શનથી અરૂપી છે.
૨. અધર્માસ્તિકય વર્ણન
અધર્માસ્તિકાય નામનું આખું એક જ દ્રવ્ય છે અને તે પણ લોક વ્યાપી છે. એટલે કે લોકાકાસ્તિકાયની આકૃતિની જેમ એની આકૃતિ છે અને સ્વતંત્ર દ્રવ્ય છે. તેના અસંખ્યાતા પ્રદેશો હોય છે. આ દ્રવ્યજીવ અને પુગલને સ્થિતિ કરવામાં એટલે સ્થિર રહેવામાં સહાયભૂત થાય છે. આપણે ગતિ કરતાં કરતાં જ્યાં જ્યાં ઉભા રહીએ છીએ બેસી શકીએ છીએ તે આ દ્રવ્યની સહાયથી.
આ અધર્માસ્તિકાયના પણ ત્રણ ભેદ છે. (૧) સ્કંધ (૨) દેશ અને (૩) પ્રદેશ,
(૧) સ્કંધ :-ચૌદ રાજલોક વ્યાપી અસંખ્યાતા પ્રદેશોના સમુદાય રૂપે રહેલું જે દ્રવ્ય કેજે જીવા અને પુગલોને સ્થિતિ કરવામાં સહાયભૂત થાય છે એ આખુંય દ્રવ્ય સ્કંધ રૂપે ગણાય છે.
Page 47 of 78