Book Title: Jeev Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 46
________________ નવતત્વમાં બીજા તત્વ રૂપે અજીવતત્વ છે. અજીવ એટલે અચેતન પદાર્થ જે પદાર્થોમાં ચેતના ના હોય એવા પદાર્થોને જ્ઞાનિઓએ અજીવ તત્વ રૂપે કહ્યા છે. અચેતન પદાર્થો જગતમાં અનેક પ્રકારના હોય છે તે દરેક પદાર્થોમાંથી પુદ્ગલ દ્રવ્ય સિવાય બીજા કોઇ પણ પદાર્થોને જોવાની અને જાણવાની શક્તિ આપણી પાસે નથી. માત્ર એ તો કેવલજ્ઞાની પાસે જ હોય છે. જગતમાં છ પ્રકારના દ્રવ્યો હોય છે. તેમાંથી એક જીવાસ્તિકાય દ્રવ્ય છોડીને બાકીના પાંચ દ્રવ્યો ધર્માસ્તિકાય. અધર્માસ્તિકાય. આકાશાસ્તિકાય પગલાસ્તિકાય અને કાળદ્રવ્ય આ અજીવ રૂપે હોય છે. - આ પાંચ દ્રવ્યમાંથી કાલદ્રવ્ય જગતમાં દરેક જગ્યાએ નથી એ માત્ર મનુષ્યલોકમાં જ હોય છે. જ્યારે તે કાલ દ્રવ્ય સિવાયના બાકીના ચાર દ્રવ્યો અને જીવાસ્તિકાય નામનું પાંચમું દ્રવ્ય આ પાંચ દ્રવ્યો. જેટલા આકાશ પ્રદેશોને વિષે રહેલા હોય છે એને જ જ્ઞાનીઓ લોક કહે છે. એટલે કે લોકની આકૃતિ પગ પહોળા કરીને કેડ ઉપર હાથ રાખીને ઉભેલા મનુષ્ય જેવી હોય છે. એ આકૃતિવાળા આકાશ પ્રદેશોને વિષે જ જે પાંચ દ્રવ્યો રહેલા હોય છે તેને લોક કહેવાય છે. આટલા ભાગના આકાશ પ્રદેશોને લોકાકાસ્તિકાય પ્રદેશો રૂપે કહેવાય છે. આ સિવાયના આકાશાસ્તિકાયના પ્રદેશો બીજા અનંતા રહેલા હોય છે. પણ ત્યાં માત્ર આકાશના પ્રદેશો સિવાય બીજા કોઇ દ્રવ્ય રહેલા ન હોવાથી અલોકાકાસ્તિકાય રૂપે કહેવાય છે. એટલે આના કારણે લોક અને અલોક એમ બે ભેદો આકાશાસ્તિકાયના થાય છે. ૧. ધર્માસ્તિષય દ્રવ્યનું વર્ણન આત્મ કલ્યાણ કરવામાં ધર્મ જ ઉપયોગી થાય છે. અધર્મ ઉપયોગી થતો નથી. આથી જીવતત્વનું પોતાનું શુધ્ધ સ્વરૂપ આંશિક પણ પેદા કરવું હોય-એની અનુભૂતિ કરવી હોય તો તે ધર્મથી થાય છે. ધર્મના સ્વરૂપથી પેદા થાય છે. જેમ જેમ જીવ ધર્મના સ્વરૂપને જેટલો સારી રીતે જાણે અને એની વિચારણા કરે એનાથી જીવને પોતાને પોતાના શુધ્ધ સ્વરૂપની સમજણ પડતી જાય છે. અને આંશિક એનો અનુભવ કરતો. જાય છે. માટે અહીંયા અજીવ તત્વમાં જ્ઞાની ભગવંતોએ ધર્મ શબ્દથી જ શરૂઆત કરેલી હોવાથી ધર્માસ્તિકાય દ્રવ્યને પહેલું કહેલું છે. જીવ અધર્મથી છૂટે અને એ અધર્મ કયો કયો કેટલા કેટલા પ્રકારનો હોય છે એ જાણે અને જાણીને શક્તિ મુજબ તેના સંસર્ગથી એટલે સંયોગથી છૂટવાનો પ્રયત્ન કરવા માટે ધર્મ જ ઉપયોગી થાય છે માટે તેનું પહેલું વર્ણન છે. લોકની આકૃતિની જેમ આ ધર્માસ્તિકાય દ્રવ્યની આકૃતિ છે. લોકના અસંખ્યાતા આકાશ પ્રદેશો છે તેમ ધર્માસ્તિકાયના પણ અસંખ્યાતા પ્રદેશો હોય છે. એ પ્રદેશો પોતાની આકૃતિ રૂપે એ આકારમાં ક્ય કરે છે પણ તે પ્રદેશો ઓછા થતાંય નથી અને વધતાં નથી શાશ્વત રૂપે જેટલી સંખ્યા છે એટલી કાયમ રહે છે. આ ધર્માસ્તિકાય રૂપે આખું દ્રવ્ય આ કારણથી એક જ છે. અને આ આખું ય દ્રવ્ય અરૂપી રૂપે હોય છે. એ દ્રવ્યનાં પ્રદેશોને એક કેવલજ્ઞાની સિવાય કોઇ જોઇ શકતા જ નથી. મન:પર્યવજ્ઞાની-અવધિજ્ઞાની કે શ્રત કેવલી ગણાતાં ચોદ પૂર્વધરો એવા શ્રુતજ્ઞાનીઓ પણ એ પ્રદેશોને કે એ ધર્માસ્તિકાય દ્રવ્યને જોઇ શકતા નથી. આ દ્રવ્ય જગતમાં અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાનું છે તેનો નાશ કદી થવાનો નથી. જીવ અને પુગલો એક સ્થાનથી બીજા સ્થાને દોડા દોડ કરે છે તે ગમન કરવામાં આ ધર્માસ્તિકાય સહાય રૂપે બને છે એ એમનો ગુણ છે. અચેતન રૂપે રહેલા યુગલો પણ સતત દોડ દોડ કર્યા Page 46 of 78

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78