Book Title: Jeev Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 52
________________ શકતા જ નથી. કેવલજ્ઞાની ભગવંતોએ પોતાના જ્ઞાનથી એવી રીતે જ જોયું છે કે જેમ પુદ્ગલોનો સમુદાયા વધારે તેમ તેમ તે સુક્ષ્મ રૂપે બનતા જાય છે એટલે ધનરૂપે બનતા જાય છે માટે લોને રહેવાની જગ્યા ઓછી જોઇએ છીએ. જેમ લોખંડના લાંબા સળીયાને તપાવી તપાવી ટીપી ટીપીને ઘન કરવામાં આવે અને ગોળ કરવામાં આવે તો તે સળીયાના બધા પગલો તે લોખંડના ગોળ ટુકડામાં આવી જાય છે અને તે લોખંડના ગોળાને જગ્યા ઓછી જોઇએ છે. સળીયાની અપેક્ષાએ વિચારીએ તો એ વાત બેસે છે. આના કારણેજ એક એક આકાશ પ્રદેશ ઉપર સંખ્યાતા પરમાણુઓના અનંતા સ્કંધો-અસંખ્યાતા પરમાણુઓના અનંતા સ્કંધો અને અનંતા પરમાણુઓના અનંતા સ્કંધો રહી શકે છે. જો આ રીતે સ્કંધો રહી શકતા ન હોય તો લોકના અસંખ્યાતા પ્રદેશો છે અને પુગલના સ્કંધો અનંતા હોય છે તો અનંતી ચીજ અસંખ્યાત પ્રદેશમાં શી રીતે રહી શકે એ પ્રશ્ન થાય ? પરંતુ જ્ઞાનીએ પોતાના જ્ઞાનથી એક એક આકાશ પ્રદેશ ઉપર અનંતા અનંતા. પુગલોના અનંતા સ્કંધો રહેલા જોયા છે માટે તેનું નિરૂપણ કરેલું છે. આપણું શરીર સ્થલ દારિક પુદ્ગલોનું બનેલું છે માટે તે સ્થલ ગણાય છે અને તેને રહેવા માટે જગ્યા વધારે જોઇએ છે. જ્યારે નારકી દેવ વગેરેનાં શરીરો આપણા શરીરની અપેક્ષાએ સૂક્ષ્મ પુદગલોનાં બનેલા છે માટે તે શરીરોને રહેવા માટે જગ્યા ઓછી જોઇએ છે તેમ છતાં તે શરીરમાં પૂગલો આપણા કરતાં અધિક હોય છે. કોઇકાળે પુગલોનો નાશ થતો નથી. પણ સ્કંધરૂપે થયેલા પુગલો જે સ્કંધમાં હોય તેમાંથી છૂટા પડીને બીજા સ્કંધમાં દાખલ થાય. બીજા સ્કંધવાળા પુદ્ગલો કોઇ બીજા સ્કંધમાં જાય એમ દરેક સ્કંધોમાંથી સમયે સમયે અનંતા અનંતા પુદ્ગલો છૂટા પડતા જાય છે અને નવા અંદર દાખલ થતાં જાય છે. અને કેટલાક સ્કંધોના પુગલો સાવ સદંતર છૂટા પડીને પરમાણુરૂપે પણ થઇ શકે છે અને પરમાણુરૂપે રહેલા યુગલો સ્કંધ રૂપે પણ બની શકે છે. આ રીતની પ્રક્રિયા સમયે સમયે જગતમાં ચાલુને ચાલુજ હોય છે. માટે જ્ઞાની ભગવંતો કહે છે કે એકને એક સ્કંધમાં જેટલા પુદ્ગલો છે તેમાંના કોઇક વધારેમાં વધારે કાળ સુધી તે સ્કંધમાંને સ્કંધમાં રહે તો અસંખ્યાત કાળ સુધી રહી શકે છે. અસંખ્યાતકાળ એટલે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ સમજવો. એટલા કાળ સુધી રહી શકે પછી અવશ્ય વિખૂટા પડે જ છે. આથી જગતમાં જેટલી શાશ્વતી ચીજો કહેલી છે તે આકૃતિથી શાશ્વતી સમજવી. પુદ્ગલ આશ્રયી અશાશ્વતી. જ હોય છે જેમકે જગતમાં અસંખ્યાતા દ્વીપ અને સમુદ્રો જે રહેલા છે તે શાશ્વત રૂપે કહેવાય છે તે આકૃતિને આશ્રયીને. પણ તેમાંથી સમયે સમયે અનંતા પુદ્ગલો નીકળે છે અને પ્રવેશે છે એવી જ રીતે દેવલોકના વિમાનોમાં જેટલી શાશ્વતી પ્રતિમાઓ છે-શાશ્વતા અલંકારો છે-શાશ્વતી વાવડીઓ છે-કલ્પવૃક્ષ જેવા સુંદર રમણીય ઝાડો વગેરે ચીજો છે તે દરેક આકૃતિથી શાશ્વતી હોય છે. તે પ્રતિમાઓ વગેરેમાંથી સમયે સમયે અનંતાપુગલો નીકળે છે અને નવા દાખલ થાય છે. માત્ર વિશેષતા એટલી કે એ બધામાં નવા પગલો દાખલ થાય છે તે તેવાને તેવા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા હોય છે માટે આપણન તે આકૃતિ અને દ્રવ્ય એવાને એવા જ સ્વરૂપવાળું લાગે છે માટે અશાશ્વત પદાર્થો માટે પણ દુનિયામાં કહેવાય છે કે જે નવું દ્રવ્યા બનીને તૈયાર થઇને આવ્યું ત્યારથી તેમાં સમયે સમયે અનંતા પુદ્ગલો નીકળતા જાય છે અને પ્રવેશ કરતાં જાય છે. માટે તે વખતથી જ જુનું થવા માંડ્યું પણ આપણને જ્યારે તેમાં કાંઇક ાર થાય એમ દેખાય, કઢોણા રૂપે દ્રવ્ય દેખાય ત્યારે જૂનું લાગે છે બાકી વાસ્તવિક તો જે વખતે જે દ્રવ્ય તૈયાર થાય ત્યારથી જ તે દ્રવ્ય જનું થવા માંડે છે. આથી જ જ્ઞાનીઓ જણાવે છે જે રૂપી પદાર્થ આંખેથી જોઇએ એ એવો જ છે એમ નિશ્ચય રૂપે કોઇ કાળે બોલાય નહિ, નહિતો મૃષાવાદનો દોષ લાગે છે. આથી કેટલીક વાર જોયેલી ચીજ પણ ખોટી ઠરી જાય છે. એક તો બધા રૂપી પદાર્થો જોઇ શકાતા નથી. જોઇએ તેમાં પણ તેના સંપૂર્ણ સ્વરૂપે જોઇ શકતા નથી તો. Page 52 of 78

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78