________________
સમયે ચાલે છે. પહેલે સમયે જ્ઞાન બીજા સમયે દર્શન એમ સતત ઉપયોગ ચાલ્યા જ કરે છે. એ ઉપયોગ ક્ષાયિક ભાવે જ્ઞાન પેદા થયા પછી સાદિ અનંત કાલ સુધી ચાલ્યા જ કરવાનો એટલે જીવ જ્યારે સકલ કર્મથી રહિત થઇ સિધ્ધિ ગતિમાં જશે તો પણ ત્યાં એ જ્ઞાન દર્શનનો સમય સમયનો ઉપયોગ ચાલુ જ
રહેશે. એટલે અનંત કાલનો ઉપયોગ કહેવાય છે.
છદ્મસ્થ જીવોને ક્ષયોપશમ ભાવે જે જ્ઞાન રહેલું હોય છે તે એક અંતર્મુહૂર્તથી અધિક જ્ઞાનનો ઉપયોગ ટકતો નથી. એટલે રહેતું નથી. એવી જ રીતે દર્શનનો ઉપયોગ પણ એક અંતર્મુહૂર્ત જ રહે છે. આથી વ્યંજનાવગ્રહ-અર્થાવગ્રહ અને ઇહા સુધીનું જ્ઞાન તે દર્શન ઉપયોગ વાળું ગણાય છે અને અપાય એટલે જે પદાર્થનો નિશ્ચય પેદા થાય તે નિશ્ચયવાળું જ્ઞાન તે જ્ઞાનના ઉપયોગ રૂપે ગણાય છે. આથી છદ્મસ્થ જીવને કોઇપણ પદાર્થનું જ્ઞાન કરવું હોય તો પહેલા તે પદાર્થનું સામાન્ય રૂપે જ્ઞાન થાય એટલે પહેલા દર્શન ઉપયોગ થાય પછી વિશેષ જ્ઞાન પેદા થાય એટલે જ્ઞાનનો ઉપયોગ પેદા થાય. જ્ઞાનાવરણીય કર્મનો ઉદય જોરદાર રસવાળો હોય તો જીવો વિશેષ જ્ઞાન પેદા કરી શકતા નથો એવું પણ બને છે માટે જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા કરવા માટે જ્ઞાનને ભણવાનો-ભણેલાં જ્ઞાનને વારંવાર પરાવર્તન કરવાનો પુરૂષાર્થ કરવો જ પડે તો જ જ્ઞાનનો ક્ષયોપશમ થાય.
ક્રિયા વગરનું જ્ઞાન નકામું કહેલું છે. એવી જ રીતે જ્ઞાન વગરની ક્રિયા પણ નકામી કહેલી છે. જ્ઞાન અને ક્રિયા બન્ને સાથે હોય તો જ તે મુક્તિના ફ્ળને આપી શકે. માટે કહ્યું છે કે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યારિત્ર આ ત્રણે ભેગા થાય તો જ તે મોક્ષમાર્ગ કહેલો છે. જ્યારે આજે મોટે ભાગે જૈન સંઘોમાંથી સમ્યજ્ઞાન ઉડી ગયેલું દેખાય છે. દર્શનની-પૂજાની ક્રિયા એ સમ્યગ્દર્શનનું કારણ છે એ ચાલુ છે. સામાયિક-પ્રતિક્રમણ એ સમ્યક્ચારિત્રની ક્રિયા છે. એ ચાલુ છે પણ સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવા માટે રોજનો ટાઇમ કેટલો નીકળે છે ? એ વિચારવાનું કે નહિ ? માટે આજે દેવ,ગુરૂ, ધર્મની આરાધના મોક્ષમાર્ગ રૂપે થાય છે કે નહિ એ રોજ વિચારવાનું ચાલુ કર્યું છે ? જો ક્રિયા મોક્ષ માર્ગ રૂપે થતી ન હોય તો મોક્ષની રૂચિકે
અભિલાષ ક્યાંથી પેદા થાય અને પેદા થયેલો ટકે શેનાથી એ પણ ખાસ વિચારવા લાયક છે. માટે જેમ દર્શન અને ચારિત્રની ક્રિયા જીવનમાં ચાલુ છે તેમ જ્ઞાનને માટે જુનું જે ભણેલા હોય તેને પુનરાવર્તન કરવાનું અને નવું ભણવાનું. એ માટ જ્ઞાનની ધગશ પેદા કરવી પડશે.
એકેન્દ્રિય જીવોથી અસન્ની પંચેન્દ્રિય સુધીનાં જીવોને તો એક એક અંતર્મુહૂર્તે જ્ઞાન અને દર્શનનો ઉપયોગ ચાલુ જ છે અને તે ઉપયોગ એ જીવોને કર્મબંધના કારણમાં ઉપયોગી થતો જાય છે. જેમ જેમ જ્ઞાન-દર્શનનો ક્ષયોપશમ ભાવ વધે તેમ તેમ તે જીવોને કર્મબંધ વિશેષ વિશેષ થતો જ જાય છે. કારણકે એ જીવોને સમજણ પેદા થાય એવી તાકાત નથી. જ્યારે આપણામાં તે સમજણ પેદા થઇ શકે એવી તાકાત છે માટે આપણો જ્ઞાન-દર્શનનો ઉપયોગ કર્મબંધના કારણ રૂપ ન બને અને કર્મનિર્જરામાં ઉપયોગી કેમ થાય એ પ્રયત્ન કરવાનો છે બોલો એ પ્રયત્ન ચાલુ છે ને ?
મોટા ભાગના સન્ની પંચેન્દ્રિય જીવોને પોતાના આત્મામાં રહેલું મિથ્યાત્વ એ ઓળખવાનું મન થતું નથી માટે એ જીવોને જ્ઞાન દર્શનનો ઉપયોગ કર્મ બંધનું કારણ થતું જાય છે.
આપણને ઉપયોગ ચાલુ છે તે કર્મબંધમાં વિશેષ ઉપયોગી થાય છે કે કર્મ નિર્જરામાં ઉપયોગી થાય
છે ?
નવકાર મંત્ર ગણીએ છીએ ને ?
નવકાર શા માટે ગણીએ છીએ પાપના ઉદયથી આવેલા દુ:ખમાં સમાધિ રહે. સમતા ભાવ ટક્યો રહે એ માટે ગણીએ છીએ કે દુઃખના નાશ માટે ગણીએ છીએ ? જો દુઃખના નાશ માટે નવકાર ગણાતો હોય તો સમજવાનું કે એ ગણાતો નવકાર કર્મબંધના કારણ માટે થાય છે અને જો સમાધિ અને સમતા
Page 44 of 78