Book Title: Jeev Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 43
________________ પછી જ અપૂર્વકરણ નામનો અધ્યવસાય પેદા થાય છે. એટલે કે અત્યાર, સુધીમાં કોઇવાર પેદા થયેલો. નથી એવો અપૂર્વ આનંદ રૂપે અધ્યવસાય પેદા થાય છે કે જે અધ્યવસાયને જ્ઞાનીઓએ તીક્ષ્ણ કુઠારા (કુહાડા) જેવો વ્હેલો છે. એવો અધ્યવસાય થાય ત્યારે જ ગ્રંથીભેદ થાય છે. આ ગ્રંથીભેદ અતાત્વિક યોગના સામર્થ્યથી પેદા થાય છે અને ત્યાર પછી એક અંતર્મુહુર્તે અનિવૃત્તિકરણ અધ્યવસાય પેદા થાય અને એનું અંતર્મુહુર્ત પૂર્ણ થાય પછીજ જીવને ઉપશમ સમકીતની પ્રાપ્તિ થાય છે. એ ઉપશમ સમકીતની. પ્રાપ્તિના કાળમાં એટલે એના અંતરમાં એવો અત્યંત આનંદ પૂર્વકનો અનુભવ થાય છે કે જે આનંદને કેવલજ્ઞાની ભગવંતો પણ વચનથી વર્ણવી શકતા નથી એટલે એનું વર્ણન થઇ ન શકે એવો આનંદ થાય છે. માટે મળેલી વીર્ય શક્તિનો આ રીતે ઉપયોગ કરવામાં આવે તોજ જીવ અનંત વીર્યને વહેલી તકે પ્રાપ્ત કરી. શકે. ગ્રંથીભેદ જે સમયે થાય છે તે સમયથી ક્ષયોપશમ ભાવે ધર્મની પ્રાપ્તિ થાય છે. એ જીવ જ્યારે આઠમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી તાત્વિક સામર્થ્ય યોગને પામી ક્ષયોપશમ ભાવના. ધર્મનો નાશ કરવા પ્રયત્ન કરે અને કેવલજ્ઞાન પામી ક્ષાયિક ભાવે ધર્મ ન પામે ત્યાં સુધી એનો પુરૂષાર્થ ચાલુ હોય છે. માટે અનંતવીર્યની શક્તિ તેરમાં ગુણસ્થાનકે પ્રાપ્ત થાય. તેરમાના અંતે જીવ સૂક્ષ્મ મન-વચન-કાય યોગને રૂંધી બાદર, મન, વચન, કાય યોગને રૂંધે ત્યારે જીવ ચૌદમાં ગુણસ્થાનકે શેલેશી કરણ નામના અધ્યવસાયને પ્રાપ્ત કરે છે અને પોતાના આત્મ પ્રદેશોને ૨૩ ભાગમાં સ્થિર કરીને સકલ કર્મથી રહિત થઇને સિદ્ધિ ગતિને પામે છે. અનંત વીર્ય નામનો ગુણ અરૂપી હોય છે જેને જોવાની તાકાત કેવલી ભગવંતોની જ હોય છે. આપણે અનુભવી શકીએ યોપશમ ભાવે પણ દેખી શકતા નથી. માટે ક્ષયોપશમ ભાવે સમકીતની પ્રાપ્તિથી જીવ એ આત્મ સુખને અનુભવે તેના પરિણામે સંસારનું અનુકૂળ પદાર્થવાળું સુખ મનુષ્યપણાનું કે દેવતાઇપણાનું તે દુ:ખરૂપ લાગે-તુચ્છ લાગે એ એના વર્તનમાં પણ જણાય એટલે દેખાય તો જ સમકીત કહેવાય. માટે આચાર્ય ભગવંત હરિભદ્રસૂરી મહારાજાએ કહ્યું છે કે સમકીતી જીવ સંસારમાં વસે ખરો પણ રમે નહિ. રમણતા આવે તો સમકીતમાં અતિચાર લાગે અગર સમકીત જાય માટે આ ભવમાં મળેલા મન, વચન, કાયાના વીર્યના વ્યાપારથી ઉપયોગ કરવા જેવો લાગે તો સમ્યક્ત્વ એટલે સમકીત પામવા માટે કરવાનો છે. તોજ દેવ, ગુરૂ, ધર્મનો જે આરાધના રૂપે પુરૂષાર્થ કરીએ છીએ તે લેખે થાય. ઉપયોગ એ પણ લક્ષણ છે. ઉપયોગ એ જીવનું લક્ષણ છે. કારણ કે જ્ઞાનગુણ એટલે વિશેષ બોધ. પદાર્થોને વિશેષ રીતે જાણવા તે જ્ઞાન ગુણ કહેવાય અને પદાર્થોને સામાન્ય રીતે (રૂપે) જાણવા તે દર્શન ગુણ કહેવાય. આ બન્ને ગુણો આત્માની સાથે અભેદ રૂપે રહેલા છે. આત્માથી કોઇ કાલે ભિન્ન રૂપે હોતા નથી. અનાદિ કાળથી અવ્યવહાર રાશીમાં જીવ રહેલો હતો તો પણ ત્યાં અક્ષરના અનંતમા ભાગ રૂપે જ્ઞાન અને દર્શન એક એક અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ચાલુ જ હતા. ત્યાં પણ જીવને જ્ઞાનનો અભાવ નહોતો. જો ત્યાં એટલું પણ જ્ઞાન ન હોત- દર્શન ન હોત તો જીવ અજીવ થઇ જાત પણ એવું બનતું નથી. આથી જ એ જ્ઞાન-દર્શન ગુણ આત્માની સાથે અભેદ રૂપે રહેલા હોય છે. એથી એ એક એક અંતર્મુહુર્ત અંતમૂહુર્તે ચાલ્યા કરે છે એ ઉપયોગ કહેવાય છે. આથી એ ઉપયોગ એ જીવનું લક્ષણ છે. અને આ ઉપયોગ ક્ષયોપશમ ભાવે બારમાં ગુણસ્થાનકના અંત સમય સુધી જ્યાં સુધી જીવને ક્ષયોપશમ ભાવે જ્ઞાન હોય છે ત્યાં સુધી ચાલુ જ હાય છે. જ્યારે જીવને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય એટલે ક્ષયોપશમ ભાવના જ્ઞાનનો નાશ થાય છે. અને ક્ષાયિક ભાવે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એ ક્ષાયિક ભાવના જ્ઞાનમાં હવે ઉપયોગ મુકવાની જરૂર રહેતી નથી. એ ઉપયોગ સતત ચાલ્યા જ કરે છે. જેમ ઘડીયાળમાં લોલક સતત ચાલ્યા કરે એની જેમ ચાલ્યા જ કરે છે. માત્ર વિશેષતા એટલી જ હોય છે કે છમસ્થ જીવને એ ઉપયોગ અંતર્મુહુર્ત-અંતર્મુહુર્તે ચાલતો હતો. તે હવે સમયે Page 43 of 78

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78