Book Title: Jeev Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 27
________________ એ સુખ એટલુ બધું હોય છે કે અલોકના અનંતા આકાશ પ્રદેશ ઉપર પણ સમાય નહિ એટલું સુખ રહેલું હોય છે. પુદ્ગલોથી પણ જીવની વીર્ય વ્યાપારની જે શક્તિ પેદા થાય છે તે એક સમયમાં જીવ એ પુદ્ગલ શક્તિથી ચૌદ રાજલોક પ્રમાણ અધોલોકમાંથી ઉર્ધ્વલોકના છેડે જઇ શકે છે. એકેન્દ્રિય જીવોને પણ કાયબલ રૂપ યોગનો વ્યાપાર અટલો જોરદાર હોય છે કે એ વ્યાપારથી એ જીવો પોતાની આહાર-ભય- મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાઓને સતેજ બનાવી શકે છે. એક પરિગ્રહની સંજ્ઞાના પ્રતાપે એ વૃક્ષનું મુલીયું કાયયોગના વ્યાપાર દ્વારા જમીન ફોડીને વધતું વધતું જ્યાં ધન દાટેલું હોય ત્યાં પહોંચી જાય છે અને તે ધનની ચારે બાજુ એવું વીંટળાઇ વળે છે કે જેણે ધન દાટેલું હોય તે ખોદવા જાય તો મૂલિયા જ હાથમાં આવે આટલી પુદ્ગલની શક્તિ કાયયોગના વ્યાપારથી જીવ કરી શકે છે પણ તેતો સંજ્ઞાને સતેજ કરી પુષ્ટ કરવા માટેના ઉપયોગ રૂપે ગણાય છે. એવી જ રીતે કાયયોગ-વચનયોગ દ્વારા વિકલેન્દ્રિય જીવો પોતાની શક્તિનો દુરુપયોગ કરી વીર્યંતરાય જોરદાર બાંધતા જાય છે. પંચેન્દ્રિય જીવો કાયયોગ, વચનયોગ અને મનયોગ દ્વારા તેનો વ્યાપાર કરતાં કેટલો દુરૂપયોગ કરી રહ્યા છે તેનો વિચાર કરે છે ? વીતરાયના ક્ષયોપશમ ભાવથી મન-વચન કાયાનું વીર્ય કેટલું પ્રાપ્ત થાય એ ખબર છે ? શ્રી તીર્થંકરના આત્માઓને છેલ્લે ભવે કાયયોગનું જે વીર્ય મળેલું હોય છે એટલે શક્તિ મળેલી હોય છે કે જે પોતાના શરીરની ટચલી આંગળી એટલે છેલ્લી આંગળીને જગતમાં રહેલા ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિકના સઘળાય દેવો એક એક દેવ અસંખ્ય અસંખ્ય રૂપ કરીને તે આંગળીને વળગો પડે તો પણ તે આંગળીને નમાવી શકતા નથી. ઉપરથી તે સઘળાંય દેવો વાંદરાની જેમ એટલે વૃક્ષની ડાળીએ વાંદરાઓ જેમ લટકી પડે તેની જેમ લટકેલા દેખાય છે. એટલી શક્તિ પુદ્ગલની એટલે પુદ્ગલથી પેદા થયેલા વીર્યની હોય છે. માટે જ્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયા અને સૌધર્મ ઇન્દ્ર જ્યારે પાંચરૂપ કરીને ભગવાનને જન્માભિષેક માટે લઇ ગયા, ખોળામાં બેસાડી ઇન્દ્ર મહારાજાઓ અભિષેક કરવાની તૈયારી કરે છે. ત્યાં વિચાર આવ્યો કે આ નાનકડું બાળક આટલું બધુ પાણી શી રીતે સહન કરશે ? તે વખતે ભગવાને અવધિજ્ઞાનનો ઉપયોગ મુક્યો અને જોયું તેમાં ઇન્દ્રની શંકાના નિવારણ માટે જમણા પગનો અંગૂઠો દબાવ્યો. ત્યાં તો મેરૂ પર્વત ડોલવા લાગ્યો. પહાડ તૂટવા લાગ્યા. એક બીજા અથડાવા લાગ્યા. આખુ બ્રહ્માંડ ડોલાયમાન થઇ ગયું. આ જોઇ ઇન્દ્ર મહારાજા અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી જૂએ છે તો ભગવાનની શક્તિ દેખાણી તો મિચ્છામિ દુક્કડં માગે છે. આથી વિચારો કે પુદ્ગલના સંયોગથી તેના વ્યાપાર રૂપે કેટલી શક્તિ પેદા થઇ શકે છે. તે કાયબલ કહેવાય છે. આટલી શક્તિ કાયાની હોય તો વચનની શક્તિ કેટલી હશે ? તો પણ એ વચન શક્તિનો ઉપયોગ સંસારમાં કોઇદિ કરે છે ખરા ? સંસારમાં રહીને પણ જ્ઞાતા એટલે જાણવું અને દ્રષ્ટા એટલે જોવું. એવા ભાવથી જ રહી પોતે ત્રીજા ભવે જે જ્ઞાન ભણીને સાથે લઇને આવેલા છે તેના સ્વાધ્યાયમાં જ કાળ પસાર કરી અવિરતિને ભોગવતા ભોગવતા નાશ કરી રહ્યા છે. તેમાં સંસારના સારામાં સારા પદાર્થો પોતાની પાસે હોવા છતાં ઇન્દ્ર મહારાજા તથા સમકીતી દેવો એમની પાસે આવીને મને રાગથી બોલાવે એવા ભાવથી રમકડા રૂપે થઇને આવે તો પણ ભગવાનના આત્માઓને મનથી કોઇ પદાર્થ પ્રત્યે મારાપણાની બુધ્ધિ કે આસક્તિ તથા રાગ પેદા થતો નથી અને જીવન જીવે છે એ ઓછી વાત છે ? આ રીતે સંસારમાં અવિરતિના ઉદયથી ગૃહસ્થાવાસનું જીવન જીવતાં મન-વચન અને કાયયોગનાં વ્યાપારનો આટલો સંયમ રાખી જીવી શકે તો તેમના ભક્તો ગણાતા આપણે-દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરનારા આપણે ! મળેલા મન, વચન, કાયાના યોગનાં વીર્યનો ઉપયોગ કેટલો કરીએ છીએ ? અને દુરૂપયોગ કેટલો કરી રહ્યા છીએ ? એ વિચારવું પડશેને ? થોડો ઘણો પણ અંશ માત્ર જેટલો પણ સદુપયોગરૂપે બને છે એવો વિશ્વાસ આવે છે ખરો ? તોજ આગળ વીર્યંતરાયનો ક્ષયોપશમ ભાવ આનાથી જરૂર સારો મલે અને જો ન થતો હોય તો આગળના ભવોમાં આનાથી સારો વીર્યંતરાયનો ક્ષયોપશમભાવ Page 27 of 78

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78