Book Title: Jeev Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 33
________________ સ્થિર કરવો હોય અને એ જ્ઞાનનાં સંસ્કાર દ્રઢ કરવાં હોય તો શ્રુતજ્ઞાન રૂપે વાંચના-પૃચ્છના અને પરાવર્તના વારંવાર કર્યા કરવું પડે જે ભણ્યા હોઇએ તેને વારંવાર સ્વાધ્યાય કરી પરાવર્તન કર્યા કરીએ તો તેનાથી મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ વધે છે. શ્રુતજ્ઞાન ભણતાં શ્રુતજ્ઞાન એટલે કે સૂત્ર ભણતાં હોઇએ તે આવડે અને તે સૂત્રને કે અર્થને વારંવાર પરાવર્તન કરતાં કરતાં મતિજ્ઞાનનો ક્ષયોપશમ ભાવ વધે છે. જેમકે નવકાર મંત્ર જ્યારે ભણ્યા ત્યારે તેને બોલતા બોલતા યાદ કરીને આ પદ પછી આ પદ છે એમ યાદ કરીને બોલીએ તે શ્રુતજ્ઞાન કહેવાય છે. તે જ નવકારમંત્રને બોલતા બોલતા તે પદ પછી આ પદ આવે એમ યાદ કરવું ન પડે અને ક્રમસર પદો બોલાયાજ કરે એવી રીતે સંસ્કાર દ્રઢ થયેલા હોય તે મતિજ્ઞાનથી નવકાર બોલાય છે. એમ ગણાય છે. આ રીતે દરેક સૂત્રમાં અને અર્થની વિચારણામાં સમજવું આ કારણે જ શ્રુતજ્ઞાન કરતાં મતિજ્ઞાનનો ક્ષયોપશમ ભાવ વધે તો અનંત ગુણ અધિક રીતે વધી શકે છે. આથી જ જ્ઞાની ભગવંતો એક એક સૂત્રના અનંતા અર્થો થાય છે એમ કહે છે. માટે જેમ પૈસો વતા. વતા પૈસો વધે એમ જે વ્યવહારમાં કહેવાય છે. એમ જ્ઞાનને માટે પણ એમ જ કહ્યું છે. જ્ઞાનને તમે જેટલું વો પરાવર્તન કર્યા કરો તેમ તેમ તમારો જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ મતિજ્ઞાન રૂપે વધ્યા જ કરે છે. માટે જ્ઞાનને માટે વ્યવહારમાં કહેવાય છે કે જ્ઞાન આપે જ્ઞાન વધે એ જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ બારમાં ગુણસ્થાનક સુધી હોય છે. પહેલા ગુણસ્થાનકે મિથ્યાત્વના ઉદયકાળમાં એ જ્ઞાન ગુણ અજ્ઞાન રૂપે કામ કરે છે. કારણકે એ જ્ઞાન છોડવા લાયક પદાર્થોમાં ગ્રહણ કરવા લાયકની બુદ્ધિ પેદા કરાવે છે અને ગ્રહણ કરવા લાયક પદાર્થોમાં છોડવા લાયકની બુદ્ધિ પેદા કરાવે છે માટે તે અજ્ઞાન રૂપે જ્ઞાન ગણાય છે. આજે આપણો જ્ઞાન ગુણ અજ્ઞાન રૂપે કામ કરતો નથી ને એ રોજ તપાસવાનું છે. જ્ઞાની ભગવંતોએ ઘર આદિ-ધન આદિ પદાર્થો છોડવા લાયક રૂપે કહ્યા છે. તે ઘર-ધન આદિ પદાર્થો ગ્રહણ કરવા લાયક રૂપે લાગતા નથી ને ? નથી છૂટતા એ વાત બરાબર પણ રાખવા લાયક નથી જ છોડવા લાયક જ છે મારાથી નથી છૂટતા માટે મારે રાખવા પડે છે એ ભાવ ખરો ને ? તો તમારું જ્ઞાન અજ્ઞાન રૂપે નથી એમ કહેવાય. પણ ઘર-ધન આદિ સંસારમાં બેઠા છીએ માટે ન રાખીએ તો શું કરીએ ? એ તો રાખવા જ જોઇએ. ડગલે ને પગલે ધન વગર જીવાતું નથી માટે જરૂરી છે. એમ માનીને રાખે તો તે વખતે જેટલો જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ હોય તે અજ્ઞાન રૂપે કામ કરે છે એમ કહેવાય. માટે પહેલા ગુણસ્થાનકમાં રહેલા જીવને ઘર-ધન આદિ નીતિથી મલતાં હોય તો પણ રાખવા જેવાં નથી. તાકાત આવે તો છોડી દેવા જ છે. આ ભાવ રાખીને રાખતો હોય તો તેનું જ્ઞાન જ્ઞાનરૂપે કામ કરે છે તે આત્મિક ગુણોને જરૂર પેદા કરાવશે એમ કહેવાય. ભગવાનનું દર્શન-પૂજન-સેવા ભક્તિ કે જે કોઇ ધર્મના અનુષ્ઠાનનું સેવન આ ભાવ પેદા કરવા માટે અને પેદા થેયલો હોય તો તે ભાવને સ્થિર કરી આત્મિક ગુણને પેદા કરવા માટે છે તો જ ભગવાનની ભક્તિથી આત્મામાં જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ સમ્યગજ્ઞાન રૂપે વધતો જાય અને એ ક્ષયોપશમ વધતાં વધતાં જીવો એ ભક્તિ દ્વારા કેવલજ્ઞાનની પ્રાપ્તિ એટલે પોતાના ક્ષાયિક ભાવે રહેલા જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. એ ક્ષાયિક ભાવે જ્ઞાન પેદા કરવા માટે સૌથી પહેલા મિથ્યાજ્ઞાનને સમ્યગજ્ઞાન બનાવવું પડે તેમાં સ્થિરતા લાવી ક્ષયોપશમ સમકીતની પ્રાપ્તિ કરવી પડે. (મિથ્યાત્વ મોહનીય-મિશ્રમોહનીય-અનંતાનુબંધિ ચાર કષાયો એ છ પ્રકૃતિઓનો ઉપશમ થયેલો હોય અને સભ્યત્વ મોહનીયનાં પુદ્ગલો ઉદયમાં આવીને ક્ષય પામતા હોય એ ક્ષયોપશમ સમકીત કહેવાય છે.) એ ક્ષયોપશમ સમકીત જીવને વધારેમાં વધારે કાળ રહે તો છાસઠ સાગરોપમ કાળ સુધી રહે છે. જો એટલા કાળમાં જીવ ચોથા આરામાં જન્મ પામી તીર્થકરના કાળમાં જન્મ પામી મનુષ્યપણું પામે, આઠ વરસની ઉપરની ઉંમર હોય અને પહેલું સંઘયણ પ્રાપ્ત થયું હોય તો પુરૂષાર્થ કરીને જીવ ક્ષાયિક સંમકીતની. પ્રાપ્તિ કરી શકે છે. એ ક્ષાયિક સમકીત એટલે સમ્યકત્વ મોહનીય-મિથ્યાત્વ મોહનીય-મિશ્ર મોહનીય અનંતાનુબંધિ ચાર કષાયો એ સાતે પ્રકૃતિના સઘળા પુદ્ગલોનો નાશ થાય ત્યારે થાય છે. એ ક્ષાયિક Page 33 of 78

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78