Book Title: Jeev Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 32
________________ એવો નિયમ નથી. જેને એ કેવલજ્ઞાન પેદા કરવાની જિજ્ઞાસા જાગે તે દરેક આત્માને કેવલજ્ઞાન જરૂર પેદા થાય. સામાન્ય રીતે દરેક જીવના અસંખ્યાતા આત્મપ્રદેશોમાંથી આઠ આત્મપ્રદેશો કે જે એક આકાશ પ્રદેશ ઉપર એક આત્મ પ્રદેશ એમ આઠ આકાશ પ્રદેશ ઉપર આઠ આત્મ પ્રદેશો જે રહેલા હોય છે તે રૂચક પ્રદેશ કહેવાય છે. તે આઠ પ્રદેશો ગાયના આંચળના આકારે ઉંધા છત્તા રૂપે રહેલા હોય છે તે દરેક રૂચક પ્રદેશ કેવલજ્ઞાનથી યુક્ત હોય છે. એટલે એ આઠ પ્રદેશો સિધ્ધ પરમાત્માની જેમ સંકલ કર્મ રજથી રહિત સદા માટે હોય છે તે આત્મ પ્રદેશો ઉપર રાગાદિ પરિણામની કલુષિતતા હોતી નથી માટે નવા યુગલો કર્મ રજ રૂપે ચોંટતા નથી. એવી રીતે રહેલા હોય છે બાકીના અસંખ્ય આત્મપ્રદેશો એક એક જીવના હોય છે તે એક એક આકાશ પ્રદેશ ઉપર અસંખ્યાતા-અસંખ્યાતા આત્મ પ્રદેશો રૂપે રહેલા હોય છે. તે પ્રદેશોમાં રાગાદિ પરિણામની ચીકાસ હોવાથી કમરક રૂપે પુદ્ગલો રહેલા છે અને નવા પુદ્ગલો આવી કર્મ રજ રૂપે ચોંટે છે. અને એ કર્મરજના પ્રતાપે કેવલજ્ઞાન દબાતું જાય છે. પાંચ જ્ઞાનોમાં ક્ષાયિક ભાવના જ્ઞાનમાં એક વિશિષ્ટતા એ છે કે સંપૂર્ણ કર્નરજ જ્ઞાનના આવરણની નાશ ન પામે ત્યાં સુધી તે પેદા થાય નહિ. જ્યારે બાકીના ચારજ્ઞાન એવા છે કે એની કમર આત્મા ઉપર રહેલી હોવા છતાં એ કર્મ રજનો રસ ઓછો થાય તો જ્ઞાન ક્ષયોપશમ ભાવે પેદા થતું જાય. જ્યારે કેવલજ્ઞાનમાં એમ બનતું નથી. અભવ્ય જીવોના આત્મામાં આઠ રૂચક પ્રદેશ રૂપે કેવલજ્ઞાન પેદા થયેલું હોવા છતાં એ જીવોને કેવલજ્ઞાન મેળવવાનું અને પ્રગટ કરવાનું મન જ થતું નથી કારણકે આ જીવોને આત્મિક સુખ પેદા કરી સંપૂર્ણપણે આત્મિક સુખ પેદા કરી સુખી થાઉં એવી વિચારણા પણ આવતી જ નથી. માટે આ જીવોને સદાને માટે ક્ષયોપશમ ભાવે જ્ઞાન હોય છે પણ ક્ષાયિક ભાવનું જ્ઞાન કદી પેદા થઇ શકતું નથી. ક્ષયોપશમ ભાવે જ્ઞાન રહે છે તે જઘન્યથી અક્ષરના અનંતમા ભાગ જેટલું હોય છે અને ઉત્કૃષ્ટથી પ્રાપ્ત કરી શકે તો સાડા નવ પૂર્વ સુધીના જ્ઞાનને પામી શકે છે પણ એથી આગળના જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થતો નથી. ક્ષયોપશમભાવ એટલે ઉદયમાં મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાન નાં કર્મરજના એટલે એ જ્ઞાનાવરણીય રૂપે રહેલા પુદ્ગલો (ઉદયમાં) આવીને ક્ષય થાય છે અને બાકીના સત્તામાં રહેલા પુદ્ગલો ઉપશમ રૂપે રહેલા હોય છે. તે ક્ષયોપશમ ભાવ કહેવાય છે. આ જ્ઞાનાવરણીય કર્મના પુદ્ગલોમાંથી પણ જે અલ્પ રસવાળા પુગલો ઉદયમાં આવે તે જીવના જ્ઞાનનાં ક્ષયોપશમ ભાવને વધારે છે અને તેજ જ્ઞાનાવરણીયના પુગલો. જ્યારે અધિક રસવાળા રૂપે થઇને ઉદયમાં આવે તો તે જ્ઞાનનો ઉદય ભાવ પેદા કરે છે એટલેકે ક્ષયોપશમાં ભાવ જ્ઞાનને આવરણ કરે છે. જેમકે કોઇવાર એકનું એક સ્તવન બોલતાં બોલતાં બે ગાથા આવડે ત્રીજી ગાથા ન આવડે ચોથી આવડે પણ ત્રીજી ગાથાનું પદ જ યાદ ન આવે એવું બને તે વખતે જ્ઞાનાવરણીય કર્મના અધિક રસવાળા પુદ્ગલો ઉદયમાં આવ્યા માટે યાદ ન આવે. થોડોક કાળ પસાર થાય અને વિચારણા કરે તો તે ત્રીજી ગાથા યાદ આવી જાય તો સમજવું તે વખતે જ્ઞાનાવરણીય કર્મના અલ્પ રસવાળા પુગલોનો ઉદય ચાલુ થયો માટે યાદ આવ્યું. એવી જ રીતે કોઇ વ્યક્તિનો સારામાં સારો પરિચય હોય અને નામ પણ સારી રીતે યાદ હોય પણ જ્યારે કોઇ પૂછે કે ફ્લાણી વ્યક્તિ કોણ છે ? તેમનું નામ શું છે ? તો તે વખતે જવાબ આપવા માટે યાદ ગમે તેટલું કરે તો પણ યાદ ન આવે એવું પણ બને છે તો સમજવું કે તે વખતે જ્ઞાનાવરણીય કર્મના પુગલો અધિક રસવાળા ઉધ્યમાં ચાલે છે અને એ પૂછનાર વ્યક્તિ જાય અને થોડેક દૂર નીકળી ગઇ હોય ત્યાં યાદ આવે કે તેમનું નામ આ હતું આવ્યક્તિ છે માટે તે વખતે જ્ઞાનાવરણીય અભ્યરસ વાળા પુદગલો ઉદયમાં આવ્યા છે એમ કહેવાય છે માટે કહીએ છીએ કે હૈયે છે અને હોઠે નથી તેનો અર્થ આ થાય છે. આ બધું જ બન્યા કરે છે તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવની વિચિત્રતાના કારણે બને છે. માટે જ જ્ઞાની ભગવંતો કહે છે કે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ વધારવો હોય-વધારીને Page 32 of 78

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78