________________
અને પાંચમાં ગુણસ્થાનકમાં પણતેનો થોડો ઘણો ઉધ્ય ચાલુ રહે છે. છઠ્ઠા ગુણસ્થાનકમાં આ અવિરતિ ચારિત્રનો ઉદય હોતો નથી.
પહેલા ગુણસ્થાનકે રહેલો જીવ અપુનબંધક દશાના પરિણામ પેદા કરીને દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરતાં કરતાં તેમાં સ્થિરતા મેળવવા માટેની જે પ્રવૃત્તિઓ કરે છે તે ક્રિયાઓને સદ્યારિત્ર કહેવાય છે. આત્મિક ગુણો પેદા કરવાના હેતુથી જીવ ધર્મની જે કોઇ પ્રવૃત્તિ કરે છે તેમાં સ્થિરતા પેદા થવાની જ અને તેજ આત્માનો ચારિત્ર ગુણ છે એમ જ્ઞાનીઓ કહે છે સિધ્ધિગતિમાં તે સ્થિરતા રૂપ ગુણ સંપૂર્ણ અને કાયમનો છે જ્યારે પહેલા ગુણસ્થાનકે તેના અંશ રૂપે સ્થિરતા રૂપ ગુણ હોય છે.
આ આત્મિક ગુણનો આંશિક આસ્વાદ જે પેદા થાય છે તેમાં એટલી બધી શક્તિ અને તાકાત હોય છે કે એની અપેક્ષાએ દુનિયાના ઉંચામાં ઉંચી કોટિના પદાર્થોને વિષે સુખનો આસ્વાદ કાંઇ જ નથી, બિંદુ માત્ર પણ હોતો નથી. એવો આસ્વાદ એ આત્મિક સુખની અનુભૂતિના આસ્વાદમાં રહેલો છે. આવા આસ્વાદની અનુભૂતિના પ્રતાપે જીવને અનુકૂળ પદાર્થોનો રાગ ઓળખાઇ જાય છે અને તેની ઓળખ થતાં. તે પદાર્થોમાં જે સુખની બુધ્ધિ હતી તે નાશ પામતી જાય છે. આવી અનુભૂતિ જ્યાં સુધી પેદા થાય નહિ ત્યાં સુધી જીવને મોક્ષની રૂચિ-મોક્ષની ઇરછા મોક્ષનો અભિલાષ અંતરથી પેદા થાય નહિ અને એ ઇચ્છા કે અભિલાષ પેદા કરવાનું મન ન થાય અને ધર્મક્રિયાઓ જીવનમાં ચાલુ હોય અને તેમાં આનંદની અનુભૂતિ થાય તે અનુભૂતિ મોહના ઘરની ગણાય છે કારણ કે અવિરતિ ચારિત્રના ઉદયે એ ક્રિયા કરતાં કરતાં આંશિક આનંદ મોહરાજા પણ કરાવી શકે છે માટે તે અનુભવ કરવાનો નથી પણ સંડ્યારિત્ર રૂપે જે આસ્વાદ કહ્યો છે તેનો અનુભવ કરવાનો છે આ અનુભવ થાય તોજ મિથ્યાત્વની મંદતા થઇ કહેવાય એને જ ક્ષયોપશમ ભાવે ધર્મ પ્રાપ્ત કરવા માટેનું બીજ શરૂ થયું એમ કહેવાય છે. આ બીજ પેદા કરોને તેમાં સ્થિરતા કેળવવાનો પ્રયત્ન કરવો એજ ચારિત્ર ગુણ કહેવાય છે અને એ પ્રયત્ન કરતાં કરતાં જ્યારે સંપૂર્ણ પ્રયત્નપૂર્ણ થાય ત્યારે સંપૂર્ણ આત્મિક સ્વરૂપ પ્રગટ થાય છે. તે સંપૂર્ણ ચારિત્રની પ્રાપ્તિ કહેવાય છે.
(૪) તપ એ પણ આત્માનું લક્ષણ છે.
ઇચ્છા નિરોધ રૂપ તપ એ તપ કહ્યો છે. ઇચ્છાઓના અભાવનું સુખ તેજ તપનું સુખ-એ આત્માનું જ સુખ છે.
આપણે જે નવકારશી-પોરસિ-સાઢપોરસિ-પરિમુઢ બેસણું-એકાસણું-આયંબિલ-ઉપવાસ-છઠ્ઠ આદિ જે તપ કરીએ છીએ તે તપ નહિ એ તપ આપણે જે કરીએ છીએ તેનાથી તો ઇચ્છાઓ પોષાય છે. અનુકૂળતાઓને સાચવીને આપણે એ તપ કરીએ છીએ માટે તે તપ કહેવાય નહિ. ભલે નવકારશી કરતો. હોય પણ તે નવકારશીના તપથી ખાવા પીવાના પદાર્થોની ઇચ્છાઓનો સંયમ થતો હોય તો તે નવકારશીને તપ કહેવાય છે. જો ઉપવાસાદિ કરવા છતાં ઇચ્છાઓનો સંયમ થતો ન હોય તો તે તપ કહેવાતો નથી. માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે જીવનમાં એક લાખ આયંબિલ કરે અને પારણામાં બે કલાક સ્વાદ કરે તો એક લાખ આંયિબલથી જે પુણ્ય બંધાયું હોય તેનાથી વિશેષ પાપબંધ પણ થાય એવી જ રીતે જીવનમાં દશા ઉપવાસ કરે-અટ્ટાઇ કરે અને પારણામાં પાંચ મિનિટ સ્વાદ કરે તો દશ ઉપવાસ કે અઠ્ઠાઇથી બંધાતા પુણ્ય કરતાં પાપ બંધ વિશેષ થાય છે. આના ઉપરથી વિચાર કરો કે રસનેન્દ્રિય કેટલી ભયંકર કોટિની છે. એટલેજ જ્ઞાનીઓ કહે છે કે પાંચ ઇન્દ્રિયોમાં રસનેન્દ્રિય પ્રધાન છે જો રસનેન્દ્રિય કાબુમાં આવેતો બાકીની ઇન્દ્રિયો સહજ રીતે કાબુમાં આવવા લાગે.
તપનો અભ્યાસ પાડતાં પાડતાં જીવ વારંવાર તપ કરે પણ એની સાથે બીજી ઇન્દ્રિયોનો સંયમ થતો ન દેખાય અને ઘોડાપૂરની જેમ વિષયોમાં જોડાતી હોય તો તે કરેલો તપ એ સમ્યફતપ નથી ઇચ્છાઓનો નિરોધ જે તપથી થતો દેખાય તે જ ખરેખર તપ છે એ ઇરછાનિરોધના સુખની અનુભૂતિથી જીવોને કોઇપણ અનુકૂળ પદાર્થોના સુખનો ઇરછા થતી નથી ઠીક છે મળ્યું છે ખાઇ લ્યો-ભોગવી લ્યો એ વિચાર હોય છે પણ
Page 39 of 78