________________
તે પદાર્થોની ઇચ્છાઓ થતી નથી કારણકે અનુકૂળ પદાર્થોમાં જે સુખ અનુભૂતિ છે એ પદાર્થોની જે ઇચ્છાઓ છે એ એવી છે કે કોઇ એક પદાર્થની ઇચ્છા થઇ પુણ્યોદયથી એ પદાર્થ મલી ગયો એટલે એનાથી ચઢીયાતા પદાર્થની ઇચ્છા થવાની જ. એ પદાર્થ મલે એટલે એનાથી ચઢીયાતા પદાર્થની ઇરછા થવાની જ. આ પરંપરા ચાલ્યા જ કરતી હોય છે એના કારણે મળેલા કે મેળવેલા પદાર્થને પણ તેનાથી સારા પદાર્થની ઇચ્છાઓથી તે ભોગવી શકાતા નથી અને ભોગવતા પણ તે પદાર્થમાં જીવને સુખની અનુભૂતિ થતી નથી. દુનિયાના અનુકૂળ પદાર્થોમાં એ સ્વભાવ રહેલો છે માટે જ્ઞાની ભગવંતો એ પદાર્થોને દુ:ખરૂપ-દુ:ખ ફ્લક અને દુઃખાનુબંધિ કહે છે. એ પદાર્થ સુખ આપનારો થતો નથી જ્યારે ઇચ્છાઓનો અભાવ થવા માંડે એ સુખની અનુભૂતિ જીવને થાય એટલે જે પદાર્થ મલે તે પદાર્થની અધિકપણાની તેમજ એનાથી સારાપણાના. પદાર્થની ઇચ્છા થતી નથી અને એથી જ મળેલા પદાર્થને તેમાં જે પ્રમાણે સુખ રહેલું હોય તે સુખની અનુભૂતિથી ભોગવી શકે છે એ આ સંસારમાં રહીને પણ જીવ અનુભૂતિ કરી શકે છે તો આટલી આંશિક અનુભૂતિથી પદાર્થની ઇચ્છાના અભાવ રૂપ સુખ અનુભવાય તો જ્યાં સદા માટે ઇચ્છાનિરોધ એટલે ઇરછાનો અભાવ જ હોય એમનું સુખ કેવું હશે ? એ અનુભવ કેવો હશે ? એ વિચાર થઇ શકે છે એ જે સુખ એ સુખને જ્ઞાનીઓ મોક્ષનું-આત્માનું સુખ કહે છે. એ સુખ આપણા અત્મામાં જ રહેલું છે.
માટે જ જ્ઞાનીઓએ ઇચ્છાઓને જ દુ:ખનું મૂલ કહેલું છે. જેટલી પર પદાર્થની ઇચ્છાઓ વધારે એટલો જીવ દુ:ખી વધારે માટે જૈન શાસનમાં ત્યાગની પ્રધાનતા કહી નથી વૈરાગ્યપૂર્વકના ત્યાગની પ્રધાનતા કહેલી છે. બાહ્ય પદાર્થોનો-પરિગ્રહનો ત્યાગ કરવો એ ત્યાગ કહેવાય છે પણ તે પદાર્થોનો ત્યાગ ન થાય તો પણ ઇચ્છાઓનો સંયમ કરવો અને પછી ત્યાગ કરવો એવા ત્યાગની કિંમત છે એકલા ત્યાગની નહિ .
માટે જૈન શાસનના મુનિ એટલે ઇચ્છાના ત્યાગપૂર્વક એટલે ઇચ્છાઓના સંયમ પૂર્વક બાહ્ય પરિગ્રહના ત્યાગી કહેવાય છે એટલે મુનિઓ જે છે તે બાહ્ય અત્યંતર પરિગ્રહના ત્યાગી ગણાય છે. બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરી અત્યંતર પરિગ્રહનો ત્યાગ કરવાનો અભ્યાસ કરતો જાય. જ્યારે શ્રાવકોને એટલે બાહ્ય પરિગ્રહનો ત્યાગ ઇચ્છાના નિરોધના હેતુથી કરતાં જવાનો છે. માટે જ્ઞાનીઓએ ઇચ્છાનિરોધ રૂપ તપ એ આત્માનો ગુણ છે એમ કહેલ છે. તે પામવા માટે જ દેવ, ગુરૂ, ધર્મની આરાધના કહેલી છે.
(૫) વીર્ય નામનું લક્ષણ
અનાદિ કાળથી જીવ અનાદિ કર્મના સંયોગથી પરાધીન પણે જીવે છે માટે જ્યાં જ્યાં મરણ પામી. જ્યાં જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં ત્યાંથી પુદ્ગલોનો આહાર કરી તેમાંથી શક્તિઓને પેદા કરી કરીને જીવી રહેલો છે પણ એને પોતાના આત્માની વીર્ય શક્તિ શું છે તે જાણવાની-જાણીને મેળવવાની ઇરછા જ પેદા થતી નથી માટે પુગલના સંયોગવાળી શક્તિને જ પોતાની શક્તિ છે એમ માનીને પોતે જીવી રહેલો હોય છે.
જ્યારે વીર્યંતરાય કર્મનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે જ જીવને અનંત વીર્ય નામની શક્તિ પેદા થાય છે. એ શક્તિ ત્યારે જ પેદા થાય છે કે મોહનીય કર્મનો સંપૂર્ણ નાશ થાય એટલે ક્ષાયિક ચારિત્ર રૂપ આત્મરમણતાની સ્થિરતા રૂપ ગુણ પેદા થાય પછી જ જીવ સંપૂર્ણ વીઆંતરાયનો ક્ષય કરી શકે છે અને પછી જ જીવને અનંતવીર્ય શક્તિ પેદા થાય છે.
વીર્યંતરાયના ક્ષયોપશમ ભાવથી આત્મામાં રહેલી જે વીર્ય શક્તિ છે તે પુદગલોના સંયોગથી થોડી ઘણી અનુભવાય છે પણ સ્વતંત્રપણે અનુભવાતી નથી. પુદગલોમાં જે શક્તિ રહેલી છે તેના કરતાં આત્માના અસંખ્ય પ્રદેશોમાંથી એક પ્રદેશમાં પણ અનંતગણી અધિક વીર્ય શક્તિ રહેલી હોય છે.
શ્રી તીર્થંકર પરમાત્માઓને વીઆંતરાયના ક્ષયોપશમ ભાવથી છેલ્લે ભવે પુદ્ગલના સંયોગથી જે શક્તિપદા થાય છે એવી શક્તિ જગતમાં બીજા કોઇપણ જીવોમાં હોતી નથી કેજે શક્તિથી એક અંગૂઠો
Page 40 of 78