________________
આરાધનાનાં અનુષ્ઠાનોની જે ક્રિયાઓ તે ઉપાદેયની સ્થિરતાવાળી ગણાય છે.
હેય પદાર્થોમાં સ્થિરતા અનાદિકાળથી જીવ સાથે લઇને તો હોય છે. એક ભવમાંથી બીજા ભવમાં અને ભવોભવમાં સુખની શોધની પ્રવૃત્તિ સ્થિરતા પૂર્વકની ચાલ્યા જ કરે છે. જ્યારે દેવ, ગુરૂ, ધર્મની પ્રવૃત્તિ કરતાં કરતાં સ્થિરતા પુરૂષાર્થથી પેદા કરવાની છે. દેવ, ગુરૂ, ધર્મની પ્રવૃત્તિ પુરૂષાર્થ રૂપે ચાલુ છે પણ તેમાં સ્થિરતા વધતી જાય છે એવી અનુભૂતિ થાય છે ખરી ? જ્યાં સુધી આત્મામાં મિથ્યાત્વનો ઉદય હોય છે ત્યાં સુધી ઉપાદેય પદાર્થોની પ્રવૃત્તિમાં સ્થિરતા આવતી જ નથી. આથી જ એ ક્રિયાઓનો પ્રવૃત્તિ અનંતીવાર અનંતા ભવને આશ્રયીને કરી પણ સ્થિરતા લાવવાના ધ્યેયથી બની નથી. આથી જ કુટુંબ-ધના આદિ પદાર્થોમાં જેટલી સ્થિરતા છે એટલી સ્થિરતા દેવ, ગુરૂ, ધર્મમાં દેખાતી નથી. આનું મુખ્ય કારણ એ પણ જણાય છે કે કલ્યાણકારી એટલે આત્માને કલ્યાણ કરનારી પ્રવૃત્તિઓ જ્ઞાનીઓએ જે કહી છે તે કલ્યાણકારી માનીએ છીએ ખરા ? આપણને કલ્યાણકારી લાગે છે ખરી ? જો એ ક્રિયાઓ કલ્યાણકારી માનીને કરીએ તો જરૂર તે પ્રવૃત્તિમાં સ્થિરતા આવે અને મને સ્થિરતા હવે પેદા થાય છે એવી પ્રતિતી પણ જરૂર થાય. માટે જ્ઞાની ભગવંતો કહે છે કે જ્ઞાન એ શ્રધ્ધાને લાવનારૂં અને આવ્યું હોય તો શ્રધ્ધાની મજબૂતાઇ કરાવનારૂં છે તેમ ક્રિયા એ સ્થિરતાને લાવનારી છે. જેટલી ક્રિયા વિશેષ રીતે કરતો જાય તેમ તેમ સ્થિરતા પેદા થતી જ જાય. એકલું જ્ઞાન મેળવી ધ્યાનમાં બેસી જવાથી સ્થિરતા આવતી જ નથી હું તો ધ્યાન કરીશ પણ ક્રિયા નહિ કરું એમ કહી ધ્યાનમાં બેસી જાય તેને જ્ઞાનીઓએ મિથ્યાદ્રષ્ટિ જીવો કહ્યા છે. એ પોતાનું કલ્યાણ કરી શકે નહિ અને અનેકનું પણ કલ્યાણ કરી શકે નહિ માટે જ્ઞાનીઓએ જ્ઞાન અને ક્રિયા બન્નેથી મોક્ષ કહ્યો છે. ક્રિયાની આરાધનામાં જેટલું મન સ્થિર થતું જાય એટલો મોક્ષ નજીક થતો જાય પણ ક્યારે ? કલ્યાણકારો આ જ પ્રવૃત્તિ છે. આના સિવાયની પ્રવૃત્તિ કલ્યાણકારી નથી જ આવી પ્રતિતી રૂપ સ્થિરતા પેદા થયેલી હોય તો. માટે કલ્યાણકારી માર્ગમાં સ્થિરતાની જરૂર છે. એ સ્થિરતાથી જ હેય પદાર્થોની સ્થિરતાને તોડવાની છે. ઉપાદેય પદાર્થોમાં સ્થિર બુદ્ધિ પેદા કરવા માટે વારંવાર ક્રિયા કરવાનું વિધાન કહ્યું છે એક બે વાર ક્રિયા કરવાથી સ્થિરતા આવતી નથી. વારંવાર ક્રિયાઓનાં સંસ્કાર પડતાં જાય અને સ્થિરતા કેટલી વધે છે તે જોતાં જઇએ તો જ હેય પદાર્થોની સ્થિરતા જરૂર તૂટે-તે સંસ્કારો. નાશ પામે. આથી જ જ્ઞાનીઓ કહે છે કે સ્થિરતા લાવવાનો રસ્તો ક્રિયા છે. ધ્યાતા-ધ્યેય અને ધ્યાન સ્વરૂપે તન, મન, ધ્યાન લગાય એમ કહ્યું છે. એ ત્રણેનો એકાકાર પરિણામ પેદા થાય તે સમાપત્તિ ભાવ કહેવાય. છે. સંસારમાં જીવોને સમાપતિ ભાવ ચાલુ જ છે. ધ્યાતા = પોતે. ધ્યાન = હેય પદાર્થોમાં ઉપાદેય બુદ્ધિનું અને તેની વૃત્તિનું ધ્યેય = તે પદાર્થને પ્રાપ્ત કરવા માટેની ક્રિયા આ સમાપત્તિ ભાવ ચાલુ જ છે. સંસારી સઘળા ય જીવો આ રીતે જ પ્રવૃત્તિ કર્યા કરે છે. જેને જેવી શક્તિ પણ આ ભાવ તો ખરો ને ? ચારિત્ર એટલે ક્રિયા અને દર્શન = શ્રધ્ધા. જે પદાર્થોમાં શ્રધ્ધા ન હોય તો તે પદાર્થોને મેળવવાની ક્રિયા કરે ? અને શ્રધ્ધા. હોય તો મેળવવાનો મેળવેલાને જાળવવાની અને સાચવવાની ક્રિયા કરવાનું ચાલુ જ હોય છે ને ! તે ધ્યાન
માટે શરૂઆતથી ધ્યાનમાં બેસાય નહિ. પહેલા ધર્મની ક્રિયા કરવાની. તે ધર્મના જ્ઞાનનો અભ્યાસ કરવાનો અને તેનો સ્વાધ્યાય કરીને દ્રઢ કરવાનું અને તેમાં મનની સ્થિરતા રાખવા માટે વારંવાર ક્રિયા કર્યા કરવાની પછી આગળ વધીને જે જે અનુષ્ઠાનોમાં સ્થિરતા આવતી હોય તે પ્રમાણે તે તે ક્રિયામાં ધ્યાના સ્થિર કરવાનું કહ્યું છે માટે જૈન શાસનમાં મંદિરે જવાની ક્રિયાથી શરૂ કરીને ચારિત્ર સુધીની બધી જ ક્રિયાને ધ્યાન રૂપે કહેલી છે. જે જીવોને જે ક્રિયામાં સમાધિ વિશેષ રહેતી હોય-સ્થિરતા વિશેષ રહેતી હોય તેમાં વિશેષ ટાઇમ માટે પણ બીજી ક્રિયાઓ પોતાના જીવનમાંથી છોડે નહિ એટલે ત્યાગ ન કરે.
જગતમાં સઘળાંય જીવોને અવિરતિ રૂપ ચારિત્ર હોય છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીનાં જીવને આ ચારિત્ર ઉદય રૂપે (અવિરતિ ચારિત્ર) ચાલુ જ રહે છે એકથી ચાર ગુણસ્થાનક સુધી એનો ઉદય હોય છે
Page 38 of 78