Book Title: Jeev Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 37
________________ જોઇને (લાલ, પીળા, લીલા, કાળા, સફ્ટ) જે વર્ણ પસંદ પડે-ગમે તેને જ ગ્રહણ કરે છે. બીજા પુગલોને નહિ. આ લક્ષણ આ ઇન્દ્રિયથી પેદા થાય છે અને એજ રીતે શ્રવણેન્દ્રિયથી શબ્દ સાંભળવામાં સારા શબ્દો સાંભળવા મલે તોજ ગમે નહિ તો નહિ. ઇત્યાદિ આ એક એક ઇન્દ્રિયોના ગુણોને પ્રાપ્ત કરતો-એને સાચવતો જીવ આ સામાન્ય ઉપયોગ રૂપ દર્શનથી એટલે દર્શન ગુણથી જીવ પોતાનો દુ:ખમય સંસાર વધારતો જાય છે એ સામાન્ય બોધરૂપ ગુણ જ્યારે જીવ સમજણના ઘરમાં આવે ત્યારે એને આ ગુણોની. ઓળખાણ પેદા થતી જાય છે અને એ ઓળખાણ થતાં પોતાને લાગે છે કે મેં આ સામાન્ય બોધથી રાગાદિ પરિણામ વધારીને મારા આત્માને કેટલો દુ:ખી કર્યો. દુ:ખમાં કેટલો કાળ મેં પસાર કર્યો. હવે મારા આત્માને દુ:ખી કરવો નથી. આવા વિચારથી આ સામાન્ય બોધ જે રાગાદિ પરિણામ વધારવામાં સહાયભૂત થતો હતો એના બદલે જે પદાર્થોમાં રાગાદિ કરવાથી રાગાદિનો નાશ થાય એવો પ્રયત્ન કરવા માટે ઇચ્છા કરતો જાય છે અને એ સામાન્ય બોધનો ઉપયોગ કરતો જાય છે એના કારણે જીવ ક્ષયોપશમ ભાવે સામાન્ય બોધને આત્મિક ગુણ ખીલવવા માટે ઉપયોગ કરતો જાય છે એમ કહેવાય. એમ કરતાં કરતાં જ્યારે જીવને સંપૂર્ણ મોહનીય કર્મનો ક્ષય થશે ત્યારે એ સામાન્ય ઉપયોગથી જીવને ક્ષાયિક ચારિત્રની પ્રાપ્તિ થશે એ ક્ષાયિક ચારિત્રની પ્રાપ્તિથી જીવો જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય એ કર્મોનો સંપૂર્ણ ક્ષય કરીને પોતાના આત્મામાં રહેલ કેવલ દર્શન ગુણને પેદા કરે છે. એ પેદા થયા પછી એક સમયે કેવલજ્ઞાન બીજા સમયે કેવલ દર્શન એમ સમયે સમયે જીવને સાદિ અનંતકાળ સુધી એ જ્ઞાન-દર્શના બદલાયા જ કરે છે. એ દર્શન ઉપયોગ એટલે દર્શન ગુણ આત્માનો કહેવાય છે. જ્યાં સુધી જીવ કેવલજ્ઞાન ન પામે ત્યાં સુધી એ જીવ છદ્મસ્થ કહેવાય છે એ છસ્થપણામાં જીવો ને એક અંતર્મુહૂર્ત વિશેષ બોધરૂપ જ્ઞાન ઉપયોગ અને સામાન્ય બોધરૂપ દર્શન ઉપયોગ ચાલ્યા કરે છે. પહેલા કોઇપણ પદાર્થનું જ્ઞાન કરવું હોય તો આ જીવોને એ પદાર્થનો સૌથી પહેલા સામાન્ય બોધ પેદા થાય છે પછી એક અંતર્મુહૂર્ત પછી વિશેષ બોધ થાય છે જ્યારે ઘાતી કર્મોનો ક્ષય થતાં જીવને પહેલા વિશેષ બોધરૂપ કેવલજ્ઞાન થાય છે અને સમય પછી સામાન્ય બોધ રૂપ કેવલ દર્શન થાય છે. ' છદ્મસ્થ જીવોને કોઇ લબ્ધિ પેદા થવાની હોય એટલે લબ્ધિ પેદા થાય તો તે વિશેષ બોધના. ઉપયોગમાં એટલે જ્ઞાનના ઉપોયગમાં થાય છે. અહીં લબ્ધિ એટલે આત્મિક ગુણ તરફ જવાનો, એ તરફ આત્માને લઇ જવાનો જે પરિણામ પેદા થાય તે લબ્ધિ કહેવાય છે, પણ અઠ્ઠાવીસ લબ્ધિમાંથી કોઇ લબ્ધિ અહીં લબ્ધિ રૂપે ગ્રહણ કરવાની નથી. આથી જીવ અપુનર્બધક દશાના પરિણામને પામે તે જ્ઞાનના ઉપયોગમાં જ પામી શકે છે પણ દર્શનના ઉપયોગમાં નહિ એમ ઉત્તરોત્તર પરિણામમાં જાણવું. ચારિત્રગુણ ચારિત્ર એટલે સ્થિરતા. સ્થિરતા ગુણને પણ આત્માની સાથે અભેદ રૂપે કહેલો છે માટે તે આત્માનું લક્ષણ ગણાય છે. જગતમાં રહેલા જીવોને સ્થિરતા વગર કોઇ પ્રવૃત્તિ થઇ શકતી નથી. ભલે પછી તે હેય પદાર્થોમાં સ્થિરતા રાખીને પ્રવૃત્તિ કરતો હોય કે ઉપાદેય પદાર્થમાં સ્થિરતા રાખીને કરતો હોય પણ સ્થિરતા તો. જોઇએ જ. એ સ્થિરતા વગર કોઇ જીવી શકતું નથી આથી જ એ આત્માનો ગુણ છે અને અભેદ રૂપે કહેલો છે. આજે આપણે પણ જે કાંઇ પ્રવૃત્તિઓ કરીએ છીએ તેમાં હેય પદાર્થોની પ્રવૃત્તિમાં જેટલી સ્થિરતા રહેલી હોય છે તેટલી કે એથી અધિક સ્થિરતા ઉપાદેય પદાર્થોની પ્રવૃત્તિમાં છે ? લગભગ નથી. સંસારની ઘર આદિની પ્રવૃત્તિઓની સ્થિરતા એ હેય પ્રવૃત્તિની સ્થિરતા ગણાય છે અને દેવ, ગુરૂ, ધર્મની Page 37 of 78

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78