Book Title: Jeev Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 36
________________ જાળવીને અને ઉત્તરોત્તર વિરાગ ભાવ વધારતાં વધારતાં રહે છે. રાજ્ય ગાદી ચલાવે છે તો પણ તે વિરાગ ભાવથી. માટે ભગવાનની અંગ રચના (આંગી)એ માટે કરવાની છે કે આટલા સુંદર રાગના પદાર્થોમાં આનાથી અધિક રાગના પદાર્થોમાં આ આત્મા બેઠેલો છે. તો પણ તેઓને અંતરમાં કોઇ પદાર્થ પ્રત્યે મારાપણાની બુદ્ધિ પેદા થતી નથી અને રાગપણ થતો નથી. કેવો ઉચિ કોટિનો વિરાગ જાળવીને બેઠેલા છે. તો એમના દર્શન કરતાં કરતાં એટલે આંગીના દર્શનમાં એ વિરાગી આત્માના દર્શન કરતાં એનું ચિંતવન કરતાં આપણામાં પણ આંશિક વિરાગ ભાવ પેદા થાય એ માટે કરવાનાં છે પણ આંગી બહુ સારી છે એ માટે કરવાના નથી એ વિરાગ રૂપે શ્રધ્ધાનો જે ગુણ પ્રગટ થયેલો છે તેવા જ ગુણનો અંશ આપણને પેદા થાય-એની અનુભૂતિ થાય અને ટક્યો રહે એ માટે દર્શન કરવાના છે. આ કારણથી વારંવાર અંગરચના કરવાનું વિધાન કહેલું છે. માટે આપણું ચિત્ત મિથ્યાત્વમાં અચલ રહેલું છે. તે ચલ કરવાનું છે. પાંચમા આરામાં જન્મેલા. જીવોનો મોક્ષ થતો નથી કારણકે એ જીવોમાં ગુણો રહેલા હોય છે કે જે ગુણો ચોથા આરામાં જન્મેલા જીવોમાં હોતા નથી માટે તેઓ મોક્ષ જાય છે. પાંચમાં આરામાં જન્મેલા જીવોમાં ગુણો જે કહેલા છે તે ગુણો પૈકી પહેલો ગુણ સેવક જન વત્સલતા ગુણ કહેલો છે. અહીં સેવક જન તરીકે રાગ દ્વેષ ક્રોધ-માન-માયા-લોભ-કામ આદિ સેવકજન કહેલા છે અને તેનું વાત્સલ્ય એટલું બધું હોય છે કે જેના ણે એના વગર એ રહી શકતો જ નથી એને ખોટું ન લાગી જાય તેની કાળજી રાખીને જીવે છે. બીજો ગુણ અચલ ચિત્તતા કહેલો છે. મિથ્યાત્વમાં અચલ ચિત્તવાળા હોય છે. મિથ્યાત્વમાંથી બુદ્ધિ ચલાયમાન ના થઇ જાય તેની એ સતત કાળજી રાખે છે માટે મોક્ષ થતો નથી જ્યારે ચોથા આરામાં જીવો આવા ગુણવાળા. હોતા નથી. માટે તેઓ જલ્દી મોક્ષે જાય છે. માટે આપણે આત્માને સાવચેત બનાવી દર્શન ગુણ ક્ષયોપશમ ભાવપેદા થઇ શકે એવી સામગ્રી. મળેલી છે તો તે પ્રયત્ન જરૂર કરવો જોઇએ કે જેથી સમ્યકુશ્રધ્ધા પેદા થાય અને ટકે. આત્માના લક્ષણને વિષે બીજું સામાન્ય બોધરૂપ દર્શન નામનું લક્ષણ અનાદિ કાળથી જગતને વિષે જીવો અનાદિકર્મના સંયોગવાળા હોય છે એ અનાદિ કર્મના સંયોગથી અત્યંતર સંસાર રાગાદિનો અને બાહ્ય સંસાર જન્મ મરણનો અનાદિ કાળથી ચાલ્યા કરે છે એમાં જ્ઞાન અને દર્શનનો ઉપયોગ જીવોને અનાદિ કાળથી ચાલ્યા કરે છે. એક અંતર્મુહૂર્ત જ્ઞાનનો ઉપયોગ એટલે વિશેષ બોધ (જ્ઞાન) રૂપે અને એક અંતર્મુહૂર્ત દર્શનનો ઉપયોગ એટલે સામાન્ય બોધ (જ્ઞાન) રૂપે ચાલ્યા જ કરે છે. એ દર્શનનો ઉપયોગ જીવ જ્યારે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે ત્યારે એના ક્ષયોપશમભાવની વૃદ્ધિ થાય છે. વ્યવહાર રાશિના એકેન્દ્રિયપણામાં એ જીવને દર્શન ઉપયોગના ક્ષયોપશમ ભાવથી આહાર સંજ્ઞા-ભય સંજ્ઞા-મેથુન સંજ્ઞા-પરિગ્રહ સંજ્ઞા સતેજ થતી જાય છે એટલે થોડો એ સંજ્ઞાઓનો ઉઘાડ વધતો જાય છે. એ સંજ્ઞાઓના ઉઘાડથી જીવ સામાન્ય ઉપયોગ રૂપ દર્શનથી મોહરાજાને સતેજ કરતો જાય છે એટલે રાગાદિ પરિણામને તીવ્ર બનાવતો જાય છે. આ રીતે જીવ સામાન્ય ઉપયોગ રૂપ જ્ઞાનથી એકેન્દ્રિયપણામાં સ્પર્શના ઇન્દ્રિયથી આહારના પુદ્ગલો ગ્રહણ કરતો હતો અને રાગાદિ પરિણામ કરતો હતો. એવી રીતે બેઇન્દ્રિય જીવ રસના ઇન્દ્રિયથી આહારના પુગલો ગ્રહણ કરતાં સ્વાદની પારખા કરી સારું લાગે તો ગ્રહણ કરે અને જીભને પસંદ ન પડે તો ગ્રહણ ન કરે એ લક્ષણ (ગુણ) સંસ્કારને પેદા કરી મજબુત કરે છે. તે ઇન્દ્રિય જીવ ધ્રાણેન્દ્રિયથી આહારના પુદ્ગલો સારા અનુકૂળ સ્વાદવાળા હોવા છતાં ગંધ ને પસંદ ન લાગે તો તે પુદ્ગલોનો આહાર કરતો નથી એ ગંધને પારખીને પ્રધાન પણે જીવન જીવનારો હોય છે. ચઉરીન્દ્રિય જીવો આંખથી પુદ્ગલને જોવાની શક્તિ મળેલી હોવાથી પુદ્ગલોમાં રહેલા વર્ણને Page 36 of 78

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78