Book Title: Jeev Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 34
________________ સમકીત જીવને પેદા થાય તો ત્રીજા કે ચોથા ભવે વધારેમાં વધારે એટલા ભવે મોક્ષે જાય જ એટલે કેવલજ્ઞાન પામે જ. માટે આપણને જ્ઞાન ગુણ જે છે તે પેદા કરવા સ્થિર કરવા મનુષ્ય જન્મ હાથમાંથી જાય નહિ તેની કાળજી રાખવાની. જો ચાલ્યો ગયો તો સમ્યજ્ઞાનને બદલે અજ્ઞાન વધી જશે માટે અત્યારે વધારેમાં વધારે મળેલી સામગ્રીથી આપણે શું ઉપયોગ કરવાનો કે સમકીત પામવું છે ક્ષયોપશમ સમકીતા પામ્યા વગર મરવું જ નથી. આ સંકલ્પ કરીને ધર્મ આરાધના કરવાની છે એટલું લક્ષ્ય રાખવાનું છે. આત્માને જાણવાની જિજ્ઞાસા વિશેષ રીતે પેદા થતી જાય તે જ્ઞાન ગુણ કહેલો છે. (સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગઃ | એ વાત આવે છે એ અપેક્ષાએ અહીં દર્શન એટલે શ્રધ્ધા એ આત્માના ગુણ તરીકે-લક્ષણ તરીકે લોધેલ છે. કારણકે આત્માના લક્ષણમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ-વીર્ય અને ઉપયોગ એ કહ્યા છે તેમાં ઉપયોગમાં જ્ઞાન-દર્શન બન્ને આવી શકે છે એટલેકે વિશેષ ઉપયોગ (બોધ) તે જ્ઞાન અને સામાન્ય ઉપયોગ (બોધ) તે દર્શન. જ્યારે શ્રધ્ધા કોઇમાં આવતી નથી. જો દર્શન ગુણને સામાન્ય બોધ રૂપે લઇએ તો શ્રધ્ધા એ આત્માનું લક્ષણ હોવા છતાં આવી શકતું નથી માટે અહીં દર્શન એટલે શ્રધ્ધા અર્થ લઇને વર્ણન કરેલ છે. દર્શન એટલે સામાન્ય બોધ રૂપે વર્ણન પણ લઇ શકાય છે. પરંતુ દર્શન એટલે શ્રધ્ધા એ વર્ણન કર્યા પછી સામાન્ય બોધ રૂપે વર્ણન કરેલ (૨) દર્શન ગુણ - દર્શન એટલે શ્રધ્ધા તે પણ આત્માનો ગુણ છે. શ્રધ્ધા આત્મામાં એટલે જીવને જ પેદા થાય છે. જગતમાં છ પ્રકારના દ્રવ્યો છે. અર્થાત જગત છ દ્રવ્યોથી ભરેલું છે. (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) પુદ્ગલાસ્તિકાય (૫) કાલ અને (૬) જીવાસ્તિકાય. તેમાંથી. પહેલા પાંચ દ્રવ્યોમાં શ્રધ્ધા રહેલી હોતી નથી. શ્રધ્ધા રહે તો જીવાસ્તિકાયમાં જ. કારણકે બાકીના પાંચ દ્રવ્યો અચેતન રૂપ હોવાથી તેમાં શ્રધ્ધા જેવી ચીજ જ નથી. માટે શ્રધ્ધા રૂપી ગુણ જીવ સિવાય કશામાં જ નથી. આથી શ્રધ્ધા એ આત્માના લક્ષણ રૂપે ગુણ કહેવાય છે. જીવોને શ્રધ્ધા બે પ્રકારની હોય છે. (૧) સમ્યકશ્રધ્ધા અને અસમ્યક (મિથ્યા) શ્રધ્ધા. અસમ્યકશ્રધ્ધા મિથ્યાત્વના ઉદયકાળમાં જીવોને હોય છે કે જે શ્રધ્ધાના પ્રતાપે હેય એટલે છોડવાલાયક પદાર્થોમાં ગ્રહણ કરવા લાયકની શ્રધ્ધા પેદા કરાવે અને ગ્રહણ કરવાલાયક પદાર્થોમાં છોડવા લાયકની શ્રધ્ધા પેદા કરાવે છે તે અસભ્યશ્રધ્ધા કહેવાય છે. આ શ્રધ્ધાના પ્રતાપે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીનાં જીવો જગતને વિષે અનંતોકાળ દુઃખ ભોગવે છે. જીવો જો અનંતકાળથી દુ:ખી થતાં હોય તો આ શ્રધ્ધાના બળેથી છે. આટલા વર્ષોથી ધર્મની આરાધના કરીએ છીએ તેમાં આપણી હેય પદાર્થોમાં ઉપાદેય રૂપે શ્રધ્ધા છે, ઉપાદેયમાં હેય રૂપે શ્રધ્ધા છેકે કાંઇ ફ્રફર છે ? જો એની એજ શ્રધ્ધા હોય અને હેયમાં હેય રૂપે અને ઉપાદેયમાં ઉપાદેય રૂપે આંશિક પણ શ્રધ્ધા ન થાય તો સમજવું કે ધર્મથી સમ્યગ્દર્શન પેદા થશે નહિ અને જન્મ મરણનો અંત થશે નહિ. સભ્યશ્રધ્ધા - છોડવા લાયક પદાર્થોમાં છોડવા લાયકની બુદ્ધિ અને ગ્રહણ કરવા લાયકમાં ગ્રહણ કરવા લાયકની બુદ્ધિ. આ સમ્યકશ્રધ્ધા પહેલા ગુણસ્થાનકથી જીવને પેદા થતી જાય છે. પહેલા ગુણસ્થાનકે પણ આ શ્રધ્ધાને પેદા નહિ થવા દેવામાં જવાબદાર ગ્રંથી છે. ગ્રંથી એટલે અનુકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢ રાગ અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢ દ્વેષ. આ ગ્રંથીના પ્રતાપે જીવને સમ્યકશ્રધ્ધા પેદા થતી નથી. એ અનુકૂળ પદાર્થો પ્રત્યે આપણને રાગ છે ને ? માટેજ આપણે રાખીએ છીએ-સંગ્રહ કરીએ છીએ કે જ્યારે જોઇએ ત્યારે એ પદાર્થો મને સુખ આપશે આજે એ સુખની જરૂર નથી. ભવિષ્યમાં એ સુખની જરૂર પડશે તો એ પદાર્થ સુખ આપશે એમ માનીને સાચવીએ છીએ ને ? એજ આપણો રાગ કહેવાય છે. એને જ જ્ઞાની ભગવંતો અસભ્યશ્રધ્ધા કહે છે. છોડવા લાયક પદાર્થોમાં છોડવા લાયકની Page 34 of 78

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78