________________
જે ભવનું આયુષ્ય પૂર્ણ કરી બેઇન્દ્રિયપણાના આયુષ્યનો ઉદય જ્યારથી થાય તે બેઇન્દ્રિયનો આયુષ્ય પ્રાણ કહેવાય છે. શરીર પર્યાપ્તિ પૂર્ણ થયે કાયબલ પ્રાણ શરૂ થાય. ઇન્દ્રિય પર્યાતિ પૂર્ણ થાય ત્યારે સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય એ બે પ્રાણ શરૂ થાય. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયે શ્વાસોચ્છવાસ પ્રાણ ચાલુ થાય છે અને ભાષા પર્યાતિ પૂર્ણ થયે વચનબલ નામનો પ્રાણ ચાલુ થાય છે. આ રીતે છ પ્રાણો હોય છે.
તેઇન્દ્રિય જીવોને સાત પ્રાણો હોય છે. તેઇન્દ્રિયપણાના આયુષ્યનો ઉદય થયે આયુષ્ય પ્રાણ. શરીર પર્યાપ્તિ પૂર્ણ થયે કાયબલ પ્રાણ. ઇન્દ્રિય પર્યાતિ પૂર્ણ થયે સ્પર્શના-રસના-ધ્રાણેન્દ્રિય એ ત્રણ પ્રાણો હોય.
શ્વાસોચ્છવાસ પર્યાપ્તિએ શ્વાસોચ્છવાસ પ્રાણ અને ભાષા પર્યાપ્તિ પૂર્ણ થયે વચનબલ પ્રાણ હોય છે એમ સાત પ્રાણો હોય છે.
ચઉરીન્દ્રિય જીવોને આઠ પ્રાણો હોય છે. ચઉરીન્દ્રિયનું આયુષ્ય શરૂ થાય તે આયુષ્ય પ્રાણ. શરીર પર્યાપ્તિ પૂર્ણ થયે કાયબલ પ્રાણ શરૂ થાય. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયે સ્પર્શના, રસના, ધ્રાણ અને ચક્ષુ એ ચાર ઇન્દ્રિયોના ચાર પ્રાણો શરૂ થાય.
શ્વાસોચ્છવાસ પર્યાપ્તિએ શ્વાસોચ્છવાસ પ્રાણ શરૂ થાય અને ભાષા પર્યાપ્તિએ વચન બલ પ્રાણ શરૂ થાય છે.
આ રીતે આઠ પ્રાણો હોય છે. અસન્ની પંચેન્દ્રિય જીવોને નવ પ્રાણો હોય છે. અસન્ની પંચેન્દ્રિયપણાનો ઉદય શરૂ થાય તે આયુષ્યપ્રાણ. શરીર પર્યાપ્તિ પૂર્ણ કરે કાયબલખાણ. ઇન્દ્રિય પર્યાતિ પૂર્ણ થયે પાંચ ઇન્દ્રિયોના પ્રાણો શરૂ થાય છે. શ્વાસોચ્છવાસ પર્યાતિએ શ્વાસોચ્છવાસ પ્રાણ શરૂ થાય છે. ભાષા પર્યાતિએ વચનબલ પ્રાણ શરૂ થાય છે એમ નવપ્રાણો હોય છે. સન્ની પંચેન્દ્રિય જીવોને દશ પ્રાણો હોય છે. આયુષ્યના ઉદ્દે આયુષ્યપ્રાણ. શરીર પર્યાપ્તિ પૂર્ણ થયે કાયબલખાણ. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયે પાંચ ઇન્દ્રિયોનાં પ્રાણો શરૂ થાય. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિએ શ્વાસોચ્છવાસ પ્રાણ શરૂ થાય. ભાષા પર્યાપ્તિએ વચનબલ પ્રાણ શરૂ થાય. મનપર્યાપ્તિએ મનબલખાણ શરૂ થાય છે એમ દશ પ્રાણો હોય છે.
આ દરેક જીવો પોત પોતાના પ્રાણોના આધારે પોતાનો ભોગવાતો આયુષ્ય નામનો પ્રાણ જેટલા કાળ સુધીનો હોય ત્યાં સુધી જીવે છે જ્યારે જેટલા પ્રાણો હોયતે સંપૂર્ણ નાશ પામે ત્યારે જીવનું મરણ થયું એમ કહેવાય છે. આ રીતે પ્રાણોનું વર્ણન સમાપ્ત.
જીવના લક્ષણોનું વર્ણન
અહીં જ્ઞાની ભગવંતોએ મુખ્યત્વે જીવનાં છ લક્ષણો કહ્યા છે. આમ તો જીવના અનંતા લક્ષણો હોય. છે. તેમાંથી જુદા જુદા પ્રકારે શાસ્ત્રોમાં અનેક લક્ષણો આપેલા છે તેમાંથી અહીં છ લક્ષણો કહેલા છે.
Page 30 of 78