________________
મલશે એવી ખાત્રી કે વિશ્વાસ થાય છે ખરો ? એ વિચારવાની જરૂર લાગતી નથી. ? માટે મળેલા મનયોગ, વચનયોગ, કાયયોગ રૂપ ત્રણ બલનો સદુપોયગ કેમ થાય તે પ્રયત્ન કરવો જોઇએ. (3) અક્ષય સ્થિતિ = જ્યાં ઉત્પન્ન થયા પછી કદી મરવાનું જ નહિ. અર્થાત જે સ્થિતિને પેદા કર્યા પછી એ સ્થિતિ કદી નાશ પામે જ નહિ અર્થાત ક્ષય પામે જ નહિ તે અક્ષય સ્થિતિ કહેવાય છે.
એ અક્ષય સ્થિતિ પ્રાપ્ત નહિ થવા દેવામાં તેને રોકનાર તેનાથી વિપરીત રૂપે આયુષ્ય નામનો પ્રાણ હોય છે. અનાદિકાલથી જીવો અવ્યવહાર રાશીમાં સૂક્ષ્મ નિગોદરૂપે એક એક અંતર્મુહૂર્તના આયુષ્યવાળા કાળમાં આપણા એક શ્વાસોચ્છવાસમાં સાડા સત્તર ભવો કરતાં કરતાં ચૌદ રાજલોકના અસંખ્યાતા. આકાશ પ્રદેશોમાં દરેક આકાશ પ્રદેશો ઉપર અનંતી અવંતીવાર જન્મ મરણ કરતાં કરતાં ક્ય કરે છે અને પોતે કોઇ એક નિયત સ્થાને સ્થિર રહી શકતા નથી. આ રીતે આયુષ્ય નામના પ્રાણથી જીવો સાદિ સાંતકાળ રૂપે ભટક્યા કરે છે પણ સાદિ અનંતકાળ રૂપ સિધ્ધ સ્થાનને પામી શકતા નથી. એ અવ્યવહાર રાશીમાંથી, જ્યારે એકજીવ સિધ્ધિ ગતિમાં જાય ત્યારે એક જીવ બહાર નીકળી વ્યવહાર રાશીમાં આવે છે. એ વ્યવહાર રાશીમાં આવીને પણ જીવ એકેન્દ્રિયના બાવીશ ભેદોમાં જઘન્ય આયુષ્ય રૂપે અને ઉત્કૃષ્ટ આયુષ્ય રૂપે જુના જુના શરીરો મુકીને નવા નવા શરીરો બનાવતો બનાવતો ભટક્યા કરે છે. પણ ઠરે ઠામ થતો નથી. આ સ્થિતિના કારણે જીવને પોતાની અક્ષયસ્થિતિ પ્રાપ્ત થઇ શકતી નથી. એ રીતે એકેન્દ્રિયપણામાં અનંતોકાળ ફ્રી અકામનિર્જરા કરી પુણ્ય એકઠું કરીને જીવો વિકલેન્દ્રિયપણામાં આવે ત્યાં એક હજાર સાગરોપમ કાળ સુધી વારંવાર આયુષ્યને પૂર્ણ કરી નવું બાંધી ઉત્પન્ન થઇ પૂર્ણ કરી ભટક્યા કરે છે અને ત્યાંથી પાછો કર્મો વિશેષ બાંધીને એકેન્દ્રિયમાં વા માટે ચાલ્યો પણ જાય છે. આ રીતે તાં અકામ નિર્જરા કરી પુણ્ય એકઠું કરીને પંચેન્દ્રિયપણાને પામે તો પંચેન્દ્રિય તિર્યચ. પાછો નરક, પાછો તિર્યંચ, પાછો નરક એમ કરતાં હજાર સાગરોપમ ફ્રે અથવા મનુષ્ય, નરક, મનુષ્ય, નરક થતાં થતાં પણ એક હજાર સાગરોપમ ફ્રે એમાં તાં તાં કોઇ પણ્ય ઉપાર્જન કરતો જાય તો મનુષ્ય, દેવ, મનુષ્ય, દેવ રૂપે પણ તો જાય છે. એમાં કોઇવાર સંખ્યાત વર્ષના આયુષ્યવાળો મનુષ્ય થયો હોય, તીર્થકરનો કાળ મળેલો હોય અને લઘુકર્મિતા સાથે હોય તો જીવને પુરૂષાર્થ કરતાં આ રીતે આયુષ્ય નામના પ્રાણથી જે ભટકી રહેલો છે તે આયુષ્યના પ્રાણનો નાશ કરવાનો પુરુષાર્થ કરી જીવ કેવલજ્ઞાન પામીને અયોગિપણાને પ્રાપ્ત કરી પોતાના આત્માના અક્ષયસ્થિતિ ગુણને પ્રાપ્ત કરી શકે છે કે જ્યાં ઉત્પન્ન થયા. પછી સદાકાળ રહેવાનું એટલે તે કાળને સાદિ અનંત કાળરૂપે અક્ષયસ્થિતિ કહેવાય છે.
માટે જ જ્ઞાનીઓ કહે છે કે સારા અને લાંબા આયુષ્ય કાળમાં નિરોગીપણું મલે-સારી સામગ્રી મલે તો તેમાં મળેલી સામગ્રીમાં જો જીવ રાગાદિ પરિણામ કરતો થઇ જાય તો જીવ પાછો અશુભ કર્મો એવા ચીકણા બાંધે છે કે જેના પ્રતાપે લાંબુ આયુષ્ય અશુભ કર્મોને ભોગવવા માટેનું બંધાતું જાય છે અને પોતાની સ્થિતિ સાદિ સાંતકાળની વારંવાર બાંધીને તો જાય છે. એટલે પોતાના અક્ષય સ્થિતિગુણને દૂરને દૂર કરતો જાય છે. આથી અક્ષય સ્થિતિ કાળને નજીક લાવવો હોય અને પ્રાપ્ત કરવો હોય તો શું કરવું પડે ? તો જ્ઞાનીઓ કહે છે કે મળેલી શુભ સ્થિતિના કાળમાં વૈરાગ્ય ભાવ જાળવી ભોગવી પૂર્ણ કરવો એટલે કે શુભ સ્થિતિના કાળમાં લીનતા ન આવે તેની કાળજી રાખવાની અને અશુભ સ્થિતિના ઉદય કાળમાં દીનતા નહિ લાવવાની એટલે દીનતા ન આવી જાય તેની કાળજી રાખવાની તોજ અક્ષય સ્થિતિને જીવ સારી રીતે વહેલી તકે પ્રાપ્ત કરી શકે છે.
આ આયુષ્ય નામનો પ્રાણ જગતના સઘળા સંસારી જીવોને હોય છે અને તે આયુષ્ય નામના પ્રતાપે એક ભવ પછી બીજા ભવનું-બીજાભવ પછી ત્રીજાભવનું-એમ આયુષ્ય નામના પ્રાણથી ભવ ભવની અંદર શરીરો પેદા કરી કરીને મુકી-મુકીને ક્ય કરે છે.
શ્વાસોચ્છવાસ નામનો પ્રાણ
Page 28 of 78