________________
અનંત સુખ રૂપથી વિપરીત એટલેકે અવ્યાબાધ રૂપ સુખથી વિપરીત અભૂખેદ નિવૃત્તિરૂપ જે પ્રાણ તે શ્વાસોચ્છવાસ પ્રાણ કહેવાય છે.
અનાદિકાળથી ભટકતો એવો જીવ એક ભવમાંથી બીજા ભવમાં જતાં, પહેલા સમયે આહારના પગલોને ગ્રહણ કરે છે. તે સમયથી જ જે જીવોને જેટલી પર્યાપ્તિઓ હોય છે તે શરૂ કરે છે અને પૂર્ણ તો
જ્યારે એની શક્તિ બરાબર પેદા થાય ત્યારે કરે છે. આથી અ = નહિ. વ્યાબાધા = કોઇપણ પ્રકારની પીડા. જે સુખમાં કોઇપણ પ્રકારની પીડા હોતી નથી. એવા સુખને રોકનારપેદા નહિ થવા દેવામાં સહાય ભૂત થનાર આ શ્વાસોચ્છવાસ નામકર્મ કહેવાય છે.
જેમ જેમ જીવ શ્વાસોચ્છવાસના પુગલો લઇને જીવે છે તેમાં પણ ખેદ પેદા થાય છે. જો ગ્રહણ કર્યા પછી સરખી રીતે પરિણામ પામે તો આનંદ પેદા થાય છે અને સરખી રીતે પરિણામ ન પામે તો આનંદ થવાને બદલે ખેદ પેદા થાય છે. માટે જીવની ચાલ પણ એવી જોઇએ કે જે ચાલથી શ્વાસોચ્છવાસ વધવા જોઇએ નહિ અને ઘટવા જોઇએ નહિ. તો તે શ્વાસોચ્છવાસ અભખેદ ની નિવૃત્તિરૂપે ગણાય-જો ચાલવામાં શ્વાસ ચઢે, ચઢવામાં શ્વાસ ચઢે, ઉઠવા બેસવામાં શ્વાસ ચઢે તો ખેદની નિવૃત્તિ રૂપે ગણાતું નથી. આ શ્વાસોચ્છવાસ જ જીવને વ્યાબાધા એટલે દુ:ખ રૂપે સુખની ઉત્પત્તિ પેદા કરે છે. એમાં જે જાઇએ તે પ્રમાણે શ્વાસને બદલે ઓછો શ્વાસ થવા માંડે તો પણ જીવને શરીરમાં વ્યાબાધા એટલે દુ:ખ વધી જાય છે. તે શ્વાસોચ્છવાસનો ઉદય જીવને તેરમાં ગુણસ્થાનક સુધી રહે છે. તેરમાં ગુણસ્થાનકના અંતે જ્યારે ઉચ્છવાસનો રોધ કરે ત્યારે જ જીવ ઉરચ્છવાસ રહિત સુખની અનુભૂતિ કરી શકે છે. બાકી તરમાં ગુણસ્થાનક સુધીમાં જીવ ગમે તેટલો શ્વાસ રૂંધવાનો પ્રયત્ન કરે તો થોડોકજ ટાઇમ સ્થલ શ્વાસને રૂંધી શકે છે. પણ સૂક્ષ્મ શ્વાસોચ્છવાસનું રૂંધન કરી શકતો નથી. આથી જ જીવોને સૂક્ષ્મપણ શ્વાસ રહેતો હોવાથી અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરી શકતો નથી અને તેની આંશિક અનુભૂતિ પણ કરી શકતા નથી. માટે જ શ્વાસોચ્છવાસ સારો ચાલે તો પણ આનંદ પામવા જેવું નથી અને શ્વાસોચ્છવાસ અલ ચાલે અધિક ચાલે, તો પણ નારાજ થવા જેવું નથી. જેટલો રાજીપો અને નારાજી કરીએ તેનાથી અશુભકર્મનો બંધ કરીને જીવ અવ્યાબાધ સુખને નજીક પેદા કરવાને બદલે દૂર કરતો જાય છે. માટે રાજીપો કે નારાજી કર્યા વગર જેટલું જીવન જીવાય તેનાથી પોતાના આત્મામાં રહેલા સુખને સારી રીતે પ્રાપ્ત કરી શકીએ.
શ્રી તીર્થંકર પરમાત્માના આત્માઓ એવી રીતે જીવતા હોય છે કે જેના પ્રતાપે આ દશે પ્રકારના પ્રાણોને ઓળખી રાજીપો નારાજી કર્યા વગર જીવતાં તેને આધીન થયા વગર એક જ્ઞાનના ઉપયોગમાં સ્થિર થઇને, જ્ઞાતા અને દ્રષ્ટા બનીને પોતાના કર્મોને ખપાવી અવ્યાબાધ સુખને સારી રીતે પ્રાપ્ત કરી શકે છે. માટે પોતાની જેવી ચાલ હોય તેના કરતાં જુદી રીતની ચાલથી ચાલવું એ પણ દુ:ખનું કારણ કહેલ છે. આ રીતે આત્માના ભાવપ્રાણ રૂપે ચાર ગુણોને દબાવવામાં તેનાથી વિપરીત રીતે જીવોને જીવન જીવવા માટે સંસારની વૃદ્ધિના કારણભૂત દ્રવ્યપ્રાણો દશ હોય છે. તે આ પ્રમાણે.
પાંચ ઇન્દ્રિય, ત્રણ બલ, આયુષ્ય અને શ્વાસોચ્છવાસ નામનો પ્રાણ એમ દશ પ્રાણો થાય છે. એકેન્દ્રિય જીવોને ચાર પ્રાણો હોય છે.
(૧) આયુષ્ય પ્રાણ (૨) કાયબલ (૩) સ્પર્શેન્દ્રિય અને (૪) શ્વાસોચ્છવાસ પ્રાણ. આ ચાર પ્રાણો. હોય છે.
જે ભવમાંથી મરીને એકેન્દ્રિયના ભવનું આયુષ્ય ઉદયમાં ચાલુ થાય તે આયુષ્ય પ્રાણ કહેવાય છે.
શરીર પર્યાપ્તિ એ પર્યાપ્ત થાય તે કાયબલ પ્રાણ કહેવાય છે. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયે સ્પર્શેન્દ્રિય પ્રાણ ચાલુ થાય છે અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિએ શ્વાસોચ્છવાસ પ્રાણ ચાલુ થાય છે એમ ચાર પ્રાણો હોય છે.
બેઇન્દ્રિય જીવોને છ પ્રાણો હોય છે.
Page 29 of 78