________________
(૧) જ્ઞાન (૨) દર્શન (3) ચારિત્ર (૪) તપ (૫) વીર્ય અને (૬) ઉપયોગ.
લક્ષણ એટલે જેના વડે જીવ ઓળખાય અને એ જીવ સિવાય બીજામાં એ ઘટે નહિ એવા સ્વરૂપની જે વ્યાખ્યા તે લક્ષણ કહેવાય છે. આવી વ્યાખ્યાવાળા લક્ષણો ઘણાં છે.
(૧) જ્ઞાન લક્ષણ :- આત્માનો જ્ઞાન એ ગુણ છે. અભેદરૂપે છે. એટલે જ્યાં જ્ઞાન છે ત્યાં આત્મા છે અને જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાન છે. એ રીતે રહેલ હોવાથી અભેદ કહેવાય છે. એ જ્ઞાન ગુણ આત્માની સાથે ક્ષાયિકભાવ રૂપે રહેલો છે. એ કોઇ કાળે આત્માથી જુદો પડતો નથી. દરેક આત્મામાં ક્ષાયિક ભાવે કેવલજ્ઞાન રહેલું હોય છે. તે કેવલજ્ઞાન બહારથી પેદા કરવાનું નથી. જગતમાં રહેલા સઘળાય જીવોમાં એટલે કે ભવ્ય જીવો હોય કે અભવ્ય જીવો હોય તે દરેકના આત્મામાં કેવલજ્ઞાન સત્તારૂપે રહેલું હોય જ છે. માત્ર એટલો જ છે કે સંસારી જીવોનું એ કેવલજ્ઞાન કર્મ પુદ્ગલોથી દબાયેલું હોય છે. જ્યારે સિધ્ધનાં જીવોનું અને તેરમાં ચૌદમાં ગુણસ્થાનકે રહેલા જીવોનું એ જ્ઞાન પ્રગટ થયેલું હોય છે. એ જીવોએ પુરૂષાર્થ કરી કેવલજ્ઞાન પેદા કરેલું છે. આપણને પુણ્યોદયથી એ કેવળજ્ઞાન પેદા કરવાની સામગ્રી જરૂર મળેલી છે. એ સામગ્રીનો પુરૂષાર્થ કરવામાં આવે તો આ ભવમાં કેવલજ્ઞાન પેદા ન થાય પણ અહીંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ મલે. શ્રી સીમંધર સ્વામી આદિ ભગવાન મલે અને પુરૂષાર્થ કરતાં કેવલજ્ઞાન પ્રાપ્ત થઇ શકે એટલું જલ્દી પ્રાપ્ત કરવું હોય તો સામગ્રી છે જ પણ તે જલ્દી પેદા થાય એવો કોઇ પુરૂષાર્થ છે ? અરે તેનું લક્ષ્ય પણ છે ? શાથી ? કહો કે હજી જ્ઞાન પ્રત્યે રૂચિ ભાવે જોઇએ એટલો નથી ! અત્યારે આપણું જ્ઞાન ક્ષયોપશમાં ભાવનું છે. ક્ષાયિક ભાવે જ્ઞાન એક જ કેવલજ્ઞાન હોય છે. જ્યારે ક્ષયોપશમ ભાવે જ્ઞાન ચાર હોય છે. (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (3) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન, તેમાંથી અવધિજ્ઞાન અને મન:પર્યવ જ્ઞાના અત્યારે આપણી પાસે નથી પણ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન છે. તે પણ કોઇવાર ક્ષયોપશમ મંદ કોટીનો હોય તો ઓછું થઇ જાય. કોઇવાર કોઇ પદાર્થની જાણકારી માટે ક્ષયોપશમ ભાવ વિશેષ હોયતો જ્ઞાન વધારે પણ હોય એમ ઓછું વઘુ થયા જ કરે છે. ઘણીવાર એ જ્ઞાનનો ક્ષયોપશમભાવ ઓછો થતાં થતાં એટલો બધો ઓછો થઇ જાય છે કે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું એટલેકે અક્ષરના અનંતમા ભાગ જેટલું થઇ જાય છે. એનાથી ઓછું કદી થતું નથી કારણકે જો ઓછું થઇ જાય તો જીવ જીવરૂપે ન રહે પણ અજીવ અચેતન બની જાય એવું કોઇ કાળે બનતું નથી. આ અક્ષરના અનંતમા ભાગ જેટલો ક્ષયોપશમ ભાવ જ્ઞાનનો નિગોદમાં રહેલા જીવોને હોય છે અને ઉત્કૃષ્ટ જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થાય તો પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકના ઉદય કાળમાં સાડાનવપુર્વ સુધીનું જ્ઞાન પ્રાપ્ત થઇ શકે છે. આથી વધારે મિથ્યાત્વના ઉદયકાળમાં થતું નથી. અને સર્વવિરતિ આદિ ગુણસ્થાનકે ઉત્કૃષ્ટથી ચૌદપૂર્વનું જ્ઞાન અને એથી અધિક જ્ઞાન ક્ષયોપશમ ભાવે પેદા થાય છે અને શ્રુતકેવલી રૂપે પણ જીવ બની શકે છે અને ત્યાંથી નિકાચીત કર્મના ઉદયથી તે ગુણસ્થાનકથી પતન પામીને અક્ષરના અનંતમાં ભાગ જેટલા ક્ષયોપશમ ભાવને પણ જીવા પ્રાપ્ત થઇ શકે છે. આવી રીતે સંખ્યાતીવાર સુધી ચોદપૂર્વના ક્ષયોપશમને પામીને પતન પામી નિગોદ સુધી અક્ષરના અનંતમાં ભાગ સુધીના ક્ષયોપશમ ભાવ ને સંખ્યાતી વાર પામ્યા એવા દાખલાઓય છે. તેમાં ભુવનભાનું કેવલી ચરિત્ર આવે છે. વિચારો સમકીત પામી-પુરૂષાર્થ કરી સર્વવિરતિ પામી જ્ઞાનના ક્ષયોપશમથી અભ્યાસ કરી ચોદપૂર્વ ભણ્યા અને પડ્યા પાછા નિગોદમાં ગયા. પાછા બહાર આવ્યા પુરૂષાર્થ કરી સમકીત પામી સર્વવિરતિ પામી ચૌદપૂર્વ ભણ્યા પાછા પડ્યા એમ અસંખ્યાતી કે સંખ્યાતી વાર સુધી બની શક્યું ! એક સુખના રાગે-પ્રમાદના કારણે ચૌદપૂર્વી પણ પતન પામી નિગોદ સુધી જાય તો આ અનુકૂળ પદાર્થોનો રાગ કેટલો ભયંકર છે એમ લાગે છે ખરું? જો ચોદપૂર્વીઓ સાવધ ન રહે તો તેમની આ. સ્થિતિ થાય તો આપણે શી રીતે અને કેટલી સાવચેતી રાખીને જીવવું પડે ? બોલો અનુકૂળ પદાર્થોમાં રાગ ન થઇ જાય તેને માટે સાવચેતી કેટલી ? એમાં સાવધ છીએને ?
આત્મામાં રહેલું ક્ષયોપશમ ભાવે જ્ઞાન પુરૂષાર્થ કરાવીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ બધા જ જીવોને કરાવે
Page 31 of 18