________________
ભાવપ્રાણ પ્રગટ કરવાને બદલે દબાવતો જાય છે. એટલે અશુધ્ધ ચેતના એની મજબૂત થતી જાય છે.
બેઇન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય એ બે ઇન્દ્રિયો હોવાથી એ જીવો સ્પર્શનાના આઠ વિષયો અને રસનાનાં પાંચ વિષયો એમ તેર વિષયોને વિષે અનુકૂળ અને પ્રતિકૂળ કરતાં કરતાં રાગાદિ પરિણામ વડે પાતાનો અત્યંતર સંસાર અને બાહ્ય સંસાર મજબૂત કરતાં જાય છે અને આથી પોતાની શુધ્ધ ચેતનાને દબાવતા જાય છે. આના કારણે એકેન્દ્રિય જીવો કરતાં આ જીવોને જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ તથા મોહનીય કર્મનો ઉદય તીવ્ર એટલે કાંઇ તીવ્ર રૂપે હોવાથી એકેન્દ્રિય જીવો કરતાં પચ્ચીશ ઘણો અધિક કમબંધ કરે છે એટલે એકેન્દ્રિય જીવો મોહનીય કર્મનો એક સાગરોપમ બંધ કરે છે. તો આ જીવો પચ્ચીશ સાગરોપમ રૂપે બંધ કરે છે અને પોતાની અશુધ્ધ ચેતનાને મજબૂત કરે છે.
તેઇન્દ્રિય જીવો ત્રણ ઇન્દ્રિયોના કારણે પંદર પ્રકારના વિષયોમાંથી (સ્પર્શના - ૮, રસના - ૫, ગંધના -૨ = ૧૫) કોઇને કોઇ વિષયોમાં અનુકૂળ પ્રતિકૂળપણાની મુંઝવણ પેદા કરતાં કરતાં પોતાની શુધ્ધ ચેતનાને દબાવે છે. આ કારણથી આ જીવોને જ્ઞાનના ક્ષયોપશમનો ઉઘાડ વધારે હોવાથી મોહનીયનો ઉદય કાંઇ તીવ્ર રૂપે હોવાથી એકેન્દ્રિય જીવો કરતાં પચાસ ગણો કર્મ બંધ કર્યા કરે છે અને અશુધ્ધ ચેતનાને મજબૂત કરે છે.
ચઉરીન્દ્રિય જીવો - આ જીવોને ચાર ઇન્દ્રિયોના પ્રાણોની સાથે વિશ (૨૦) વિષયો હોય છે. સ્પર્શના - ૮ રસના - ૫, ધ્રાણ - ૨, ચક્ષુના - ૫ = ૨૦ થાય છે. આ વીશ વિષયોમાંથી અનુકૂળ વિષયોમાં રાગાદિ અને પ્રતિકૂળમાં દ્વેષાદિ પેદા કરતા કરતા પોતાની શુધ્ધ ચેતના દબાવીને અશુધ્ધ ચેતના મજબૂત કરે છે. અને આથી આ જીવો એકેન્દ્રિય કરતાં સો ગણો અધિક કર્મબંધ કર્યા કરે છે.
પંચેન્દ્રિય જીવોને-પાંચ ઇન્દ્રિયો હોવાથી પાંચેય ઇન્દ્રિયના વેવીશ વિષયો થાય છે. તેમાંથી જે સમયે જે અનુકૂળ લાગે તેમાં રાગાદિ કરતાં અને પ્રતિકૂળ લાગે તેમાં દ્વેષાદિ કરતાં કરતાં પોતાની શુધ્ધ ચેતનાને દબાવે છે. આથી અશુધ્ધ ચેતના મજબૂત થતી જાય છે કે જેના પ્રતાપે જન્મ મરણની પરંપરા અનુબંધ રૂપે બંધાતી જાય છે.
અસન્ની પંચેન્દ્રિય જીવો એકેન્દ્રિય જીવો કરતાં હજાર ગુણો અધિક કર્મબંધ કર્યા કરે છે.
સન્ની પંચેન્દ્રિય જીવો એકેન્દ્રિય જીવો કરતાં સમયે સમયે અંતઃ કોટાકોટી સાગરોપમનો એટલે એક કોટાકોટી સાગરોપમમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો ન્યૂન કર્મબંધ કર્યા કરે છે અને ઉત્કૃષ્ટથી જે જે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેલી છે તે પ્રમાણે બંધ કર્યા કરે છે એટલે સીત્તેર કોટાકોટી સાગરોપમનો બંધ કરતા પોતાની શુધ્ધ ચેતનાને દબાવી અશુધ્ધ ચેતનાને મજબૂત કરતા જાય છે. આ રીતે પાંચ ઇન્દ્રિયો રૂપે પાંચ પ્રાણો કહેલા છે. માટે પેદા કરેલા-મેળવેલા પાંચ પ્રાણોથી શુધ્ધ ચેતના દબાય નહિ અને અશુધ્ધ ચેતના મજબુત ન થાય તેની કાળજી રાખીને જીવન જીવવું જોઇએ તોજ અશુધ્ધ ચેતનાનો નાશ કરી શુધ્ધ ચેતનાને પેદા કરી શકીશું.
અનંત વીર્ય રૂપ ભાવ પ્રાણ જીવોને જે હોય છે તેને મન-વચન અને કાયા રૂપ ત્રણ યોગ બલના. વ્યાપારથી જીવો દબાવતા જાય છે.
સંપૂર્ણ વીર્યંતરાયનો ક્ષય થાય ત્યારે જીવને અનંત વીર્ય બળ પેદા થાય છે. એ આત્માની શક્તિ રૂપ અનંત વીર્ય ગણાય છે. અનાદિકાળથી જીવ અનાદિ કર્મના સંયોગના કારણે વીર્યંતરાયના ક્ષયોપશમાં ભાવ રૂપે પોતાનું જે વીર્ય એટલે શક્તિ હોય છે તે કર્મના ઉદય અને વીર્ય ગણાય છે. આ પુદ્ગલોની શક્તિમાંથી એટલે વીર્યંતરાયના ક્ષયોપશમ ભાવથી જે વીર્યની શક્તિ પેદા થાય છે તે શક્તિને કાયયોગના વ્યાપાર રૂપે-વચન યોગના વ્યાપાર રૂપે અને મનયોગના વ્યાપાર રૂપે જીવ ખર્ચે છે. એ પૂજુગલોથી પેદા થયેલી જે શક્તિ હોય છે તેનાથી અનંતગણી અધિક શક્તિ આત્માના એક પ્રદેશમાં અનંત વીર્યની હોય છે. માટે જ જ્ઞાની ભગવંતો કહે છે કે આત્માના એક આત્મપ્રદેશ ઉપર રહેલું જે વીર્યનું સુખા
Page 26 of 78