Book Title: Jeev Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 24
________________ રાગાદિ પરિણામ જેમ જેમ અલ્પ કરીને જીવન જીવવા પ્રયત્ન કરે તેમ તેમ જીવ પોતાના સ્વતંત્ર જીવનને ઓળખી શકે અને પેદા કરી શકે. પરતંત્રતાના જીવનથી જીવો પોતાના જ દુ:ખ રૂપે જન્મ મરણની પરંપરાને વધારતા જાય છે આથી દર્શન કરતાં કરતાં એટલું જ કરવાનું છે કે આપણું પરાધીનપણાનું જીવન ઓળખાતું જાય અને તેમાં રાગાદિ ઓછા થતાં જાય તો જ જન્મ મરણની પરંપરા અટકી શકે. આટલું બને તોજ આપણો મળેલો મનુષ્ય જન્મ સળ થાય. મનુષ્ય જન્મ સ્વતંત્ર જીવનને પેદા કરવા માટે જ છે. દેવ-ગુરૂ-ધર્મની આરાધનાના અનુષ્ઠાનો પણ પુદ્ગલના સંયોગની પરતંત્રતાથી બચી સ્વતંત્ર બનવા માટે છે. બોલો એ તરક્ત લક્ષ્ય છે ? આથી જ જ્ઞાનીઓ કહે છે કે જેટલો પુગલોનો સંયોગ વધારે, એટલે કે પર પદાર્થોનો સંયોગ વધારે, એટલો જીવ વધારે દુ:ખી થતો જાય છે. એ પરપદાર્થનો સંયોગ જેટલો ઓછો એટલો જીવ વધારે સુખી. આપણને લાગે છે ખરૂં? આ રીતે સ્વતંત્ર બનવાની ઇચ્છા તે જીવન જાણવાની ઇચ્છા. પણ નહિ કરું તો અહીંથી ક્યાં ક્રાઇ જઇશું તેનો પત્તો લાગશે નહિ અને કેટલું પરવશ બનવું પડશે એવો વિચાર પણ આવતો નથી માટે જ જ્ઞાનીઓ કહે છે કે સાવચેત બનવાની ખાસ જરૂર છે. આ સાવચેતી અપુનર્બધનદશાના પરિણામવાળા જીવોને પદા થતી જાય છે. માત્ર આ પરિણામવાળા જીવોને પરતંત્રતા સુખી આપનારી નથી પણ ભયંકરદુઃખ આપનારી છે. આટલીજ ઓળખાણ થયેલી હોય છે. જ્યાં સુધી સંસારમાં છીએ ત્યાં સુધી પુદ્ગલોના સંયોગના કારણે જ જીવન જીવવાનું છે. છેક તેરમાં ગુણસ્થાનક સુધી જીવો પુગલોનાં સંયોગથી જીવન જીવી રહ્યા છે. જ્યારે સંપૂર્ણ યોગ નિરોધ કરી અયોગીપણાને પામે ત્યાર પછી જ જીવ પરતંત્રતાથી છૂટી શકે છે આથી પરતંત્રતાથી જીવવાનું અને સંસારની રખડપટ્ટી ન વધે તેની સતત કાળજી રાખવાની તોજ પરતંત્રતાનો સંયોગ જલ્દી છૂટી શકે છે. આથી પર પદાર્થના સંયોગથી જીવના જીવવામાં દુઃખ લાગવું જોઇએ એ દેવ-ગુરૂ-ધર્મની આરાધના કરતાં પેદા થતું જાય છે. માટે કલિકાલ સર્વજ્ઞા હેમચન્દ્રસૂરી મહારાજાએ કહ્યું કે હે ભગવન ચોથા આરા કરતાં મારા માટે પાંચમો આરો સારો છે કારણ કે તું મલી ગયો અને તારા પ્રતાપે તારું શાસન ઓળખાયું તથા પરપદાર્થોની પરતંત્રતા ઓળખાઇ ગઇ. જો તું. ન મલ્યો હોત તો આ પરતંત્ર જીવનને ઓળખી શકત નહિ. ચોથા આરામાં જન્મ્યો હોત અને તું ન મલ્યો. હોત તો આ જીવન ઓળખી શકત નહિ તો મારે કેટલું રખડવું પડત ! સંસારમાં પણ તમે જુઓ તો જ્યાં સુધી પોતાનાથી કામ થઇ શકે એટલી શક્તિ હોય છતાં ન કરે, બીજાની પાસે હુકમ કરી કરીને કરાવે તો. ભવાંતરમાં આટલી પણ શક્તિ મલશે નહિ તો શું કરશો ? માટે છતી શક્તિએ શક્તિ ગોપવવી નહિ જેટલી. શક્તિ ગોપવીએ છીએ તેનાથી વીર્યંતરાય કર્મ ગાઢ બંધાય છે. આજે બીજાની પાસેથી કામ લઇને જીવતા હોઇએ તો કાલે સવારે એ ન હોય. આઘા-પાછા હોય તો જીવન જીવવામાં શું થાય ? એ વિચારો. એટલે જ જ્ઞાનીઓ કહે છે કે પોતાનું કામ પોતેજ કરી લેવાનું. બીજો ભક્તિથી કરવા આવે તો કહેવું કે બીજું કામ હશે તો બતાવીશ આ નહિ, નહિ તો પરાધીનતા મારે પેદા થશે તો હું શી રીતે જીવીશ માટે સ્વતંત્રતાવાળું જીવન જીવવું જોઇએ એમ દુનિયામાં પણ કહેવાય છે. જેન શાસન પણ સ્વતંત્ર જીવન જીવવાનું શીખવે છે. આ રીતે જીવાય તોજ પોતાનું શુધ્ધ સ્વરૂપ થોડું થોડું પેદા કરતા સંપૂર્ણ પેદા કરી શકે છે. એ માટે જ આ પર્યાતિઓનું વર્ણન જાણવા યોગ્ય છે. પ્રાણોનું વર્ણન પ્રાણ = આધાર. જીવન જીવવા માટે જેની જરૂર પડે, જેના આધારે જીવી શકાય તે પ્રાણ કહેવાય છે. માટે જ્ઞાનીઓ કહે છે કે પ્રાણાનું ધારયતિ ઇતિ પ્રાણિ = જીવ: પ્રાણો બે પ્રકારના કહેલા છે. (૧) ભાવપ્રાણ અને (૨) દ્રવ્યપ્રાણ. ભાવપ્રાણો અનંતા કહેલા છે. તેમાંથી મુખ્ય ચાર ભેદો અને ઉપયોગી હોવાથી ચારગણો કહેલા છે. Page 24 of 78

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78