Book Title: Jeev Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 25
________________ (૧) શુધ્ધ ચેતના (૨) અનંતવીર્ય (3) અક્ષય સ્થિતિ અને (૪) અનંત સુખ. ચાર પ્રાણોને આવરણ કરવાથી દ્રવ્યપ્રાણો પેદા થતાં જાય છે. એટલે કે જેમ જેમ દ્રવ્ય પ્રાણો વિશેષ રીતે ખીલે છે તેમ તેમ આ ભાવપ્રાણો આવરણ રૂપે બનતા જાય છે. (૧) શુધ્ધ ચેતનામય પ્રાણ - અનાદિકાળથી જીવ અનાદિ કર્મના સંયોગવાળો હોય છે. એ અનાદિ કર્મના સંયોગના કારણે અત્યંતર સંસાર રાગ દ્વેષ આદિ પરિણામ રૂપે ચાલ્યા કરે છે અને તેનાથી બાહ્યા સંસાર જન્મ મરણ રૂપ આદિ જીવોને ચાલ્યા કરે છે તે અશુદ્ધ ચેતના કહેવાય છે. આ અશુધ્ધ ચેતનાને આધીન થઇને જીવ જેમ જેમ રાગાદિ પરિણામ કરતો જાય છે તેમ તેમ તેની શુધ્ધ ચેતના પ્રગટ થવાને બદલે દબાતી જાય છે. અરે એ ત્યાં સુધી દબાઇ જાય છે કે જીવને પોતાનું સ્વરૂપ મૂલ શુધ્ધ ચેતનામય છે એ ખબર જ પડતી નથી અને પોતાના અશુધ્ધ ચેતનામય જીવનને જ શુધ્ધ માનીને પોતાનું જીવન જીવતો હોય છે. માટે જ્ઞાનીઓ કહે છે કે અશુધ્ધ ચેતનામાં જ જીવ મશગુલ થઇને જીવન જીવી રહેલો હોય છે ત્યાં સુધી એ જીવમાં સમજણ શક્તિનો અભાવ હોવાથી દયાને પાત્ર હોય છે. આ અશુધ્ધ ચેતના રૂપે ઇન્દ્રિયો કહેવાય છે. આ ઇન્દ્રિયોની આધીનતાથી જીવો રાગાદિ પેદા કરી દુ:ખમય સંસારને ઉપાર્જન કરે છે. એ ઇન્દ્રિયોનાં પાંચ ભેદ દ્રવ્યપ્રાણ રૂપે હોય છે. (૧) સ્પર્શેન્દ્રિય (૨) રસનેન્દ્રિય (૩) ઘ્રાણેન્દ્રિય (૪) ચક્ષરીન્દ્રિય અને (૫) શ્રોબેન્દ્રિય ગણાય છે. સ્પર્શેન્દ્રિયનાં આઠ વિષયો કહેલા છે. (૧) ગુરૂ એટલે ભારે સ્પર્શ (૨) લઘુ એટલે હલકો સ્પર્શ (૨) શીત એટલે ઠંડો સ્પર્શ (૪) ઉષ્ણ એટલે ગરમ સ્પર્શ (૫) સ્નિગ્ધ એટલે ચીકણો સ્પર્શ (૬) રૂક્ષ એટલે લુખ્ખો સ્પર્શ (૭) મૃદુ એટલે કોમળ સ્પર્શ (૮) કર્કશ એટલે ખરબચડો સ્પર્શ રસનેન્દ્રિયનાં પાંચ વિષયો કહેલા છે. (૧) કડવો રસ (૨) તીખો રસ (૩) તૂરો રસ (૪) ખાટો રસ અને (૫) મીઠો એટલે મધુર રસ ધ્રાણેન્દ્રિયના બે વિષયો હોય છે. (૧) સુરભિ = સુગંધ. (૨) દુભિ = દુર્ગધ. ચક્ષુરીન્દ્રિયનાં પાંચ વિષયો હોય છે. (૧) કાળો વર્ણ (૨) નીલો = લીલો અથવા ગળી જેવો વર્ણ. (૩) રક્ત = લાલ વર્ણ (૪) પીત = પીળો વર્ણ અને (૫) શ્વેત = સફ્ટ વર્ણ. શ્રોસેન્દ્રિયનાં ૩ વિષયો હોય છે. (૧) સચિત્ત શબ્દ એટલે જીવ યુક્ત શબ્દ સારો લાગે છે. (૨) અચિત્ત શબ્દ = જીવ વગર જ અવાજ સંભળાય છે. (૩) મિશ્ર શબ્દ = જીવ અને અજીવનો મિશ્ર શબ્દ થાય છે. સંગીતનો. આ રીતે પાંચ ઇન્દ્રિયોના થઇને ૨૩ વિષયો થાય છે. ૮ + ૫ + ૨ + ૫ + 3 = ૨૩ આ ૨૩ વિષયોમાંથી જે જે જીવોને જે અનુકૂળ લાગે તેમાં રાગ-આસક્તિ-મમત્વ પેદા થયા કરે તે વિષયની આધીનતા કહેવાય છે અને જે જે વિષયો પ્રતિકુળ લાગે તેમાં ઇન્દ્રિયોને જોડવાને બદલે પાછી ખસેડવાની ભાવના થયા કરે છે તે પણ તે વિષયોથી તે પદાર્થો પ્રત્યેનો દ્વેષ ગણાય છે. તે પણ વિષયની પરાધીનતા કહેવાય છે. આ રીતે વિચાર કરતાં એકેન્દ્રિય જીવોને એક સ્પર્શેન્દ્રિય હોય છે તે સ્પર્શેન્દ્રિયથી પોતાના આઠ વિષયોમાં એટલે જે આહારના પગલો મળે છે તે પુદ્ગોમાં રહેલા સ્પર્શને અનુભવતાં આઠે સ્પર્શેમાંથી જે અનુકૂળ લાગે તેમાં રાગ આસક્તિ કરતાં અને જે પ્રતિકૂળ લાગે તેમાં દ્વેષાદિ કરતાં પોતાનો સંસાર વધારતાં જાય છે અને પોતાની શુધ્ધ ચેતના રૂપ Page 25 of 78

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78