Book Title: Jeev Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 23
________________ મનુષ્યો પર્યાપ્તા થઇ શકતા નથી માટે તેઓ હંમેશા પાંચમી ભાષાપર્યાપ્તિ અધુરીએ જ મરણ પામે છે. સન્ની જીવોને છ પર્યાપ્તિઓ હોય છે. - અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોની જેમ આહાર પર્યાપ્તિ-શરીર પર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ ઇન્દ્રિય પર્યાતિથી પાંચ પર્યાતિઓ સ્પર્શના-રસના-ધ્રાણ ચક્ષુ અને શ્રોવેન્દ્રિય કરવાની શક્તિ પેદા કરે છે તે ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય છે. ત્યાર પછી સમયે સમયે આહારના પુગલોને ગ્રહણ કરતો કરતો અસંખ્યાતા. સમય પસાર કરે છે અને તેમાંથી રસવાળાં થોડા પગલો શરીરને તેમજ ઇન્દ્રિયોને આપીને બાકીના રસવાળા પુદ્ગલોથી જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરો શ્વાસ રૂપે પરિણમાવી. નિશ્વાસ રૂપે છોડવાની શક્તિ પેદા કરે છે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય છે. ત્યાર બાદ સમયે સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરી અસંખ્યાતા સમય સુધી પ્રક્રિયા કરી રસવાળા પુદ્ગલોને એકઠા કરીને તેમાંથી થોડા શરીરને-થોડા ઇન્દ્રિયોને આપી થોડા શ્વાસોચ્છવાસની શક્તિ વધારવા માટે આપી બાકીના પુદગલોથી જગતમાં રહેલા ભાષા વર્ગણાના પુદગલોને ગ્રહણ કરી ભાષા રૂપે પરિણમાવી વિસર્જન કરવાની શક્તિ પેદા કરે છે તે ભાષા પર્યાપ્તિ કહેવાય છે. ત્યાર બાદ સમયે સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરતો કરતો અસંખ્યાતા સમય સુધી પ્રક્રિયા કરીને રસવાળા પુદ્ગલોનો સંગ્રહ કરી થોડા થોડા પુદ્ગલો શરીર-ઇન્દ્રિય ને આપી, થોડા પુદ્ગલોથી શ્વાસોચ્છવાસની શક્તિ વધારી થોડા પુદ્ગલોથી ભાષાની શક્તિ વધારી, બાકીના પગલોથી જગતમાં રહેલા મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી મન રૂપે એટલે વિચાર રૂપે પરિણાવી વિસર્જન કરવાની જે શક્તિ પેદા કરે છે તે મન:પર્યાપ્તિ કહેવાય છે. જે લબ્ધિ અપર્યાપ્તા રૂપે મનુષ્યો અને તિર્યંચો હોય છે. તે જીવો મન:પર્યાતિની શરૂઆત કરી પરભવના આયુષ્યનો બંધ કરી પોતાના ભોગવાતા આયુષ્યને પૂર્ણ કરી મન:પર્યાપ્તિ અધુરીએ મરણ પામે છે તે સન્ની અપર્યાપ્તા જીવો કહેવાય છે. દવતા અને નારકીના જીવો અપર્યાપ્તિ અવસ્થામાં મરણ પામતા ના હોવાથી તેઓ લબ્ધિ અપર્યાપ્તા રૂપે હોતા નથી. નિયમા લબ્ધિ પર્યાપ્તા જ હોય છે. માટે એક અંતર્મુહૂર્તમાં અવશ્ય પર્યાપ્તા થાય છે તે સન્ની પર્યાપ્તા જીવો કહેવાય છે. અને લબ્ધિ પર્યાપ્તા મનુષ્ય અને તિર્યંચો પણ અપર્યાપ્તાવસ્થામાં મરણ પામતા ન હોવાથી તેઓ છએ પર્યાતિઓ પૂર્ણ કરે છે અને જે પુદ્ગલોનો આહાર મલે તે સમયે સમયે ગ્રહણ કરી સાત ધાતુરૂપે પરિણાવીને શરીર આદિને પુષ્ટ કરતાં કરતાં વધારેમાં વધારે પોતાનું જેટલું આયુષ્ય હોય છે (ત્રણ પલ્યોપમનું) ત્યાં સુધી જીવ્યા કરે છે. દેવતાના જીવો એક અતર્મુહૂર્તમાં છએ પર્યાતિઓને પૂર્ણ કરીને સમયે સમયે મળતાં શુભ પુગલોનો આહાર કરતાં કરતાં વધારેમાં વધારે તેત્રીશ સાગરોપમ સુધી જીવ્યા કરે છે. નારકીના જીવો એક અંતર્મુહૂર્તમાં છએ પર્યાતિઓને પૂર્ણ કરીને સમયે સમયે અશુભ પુદ્ગલોનો આહાર ગ્રહણ કરતાં કરતાં વધારેમાં વધારે તેત્રીશ સાગરોપમ કાળ સુધી જીવ્યા કરે છે. આ રીતે પર્યાપ્તિઓનું વર્ણન કર્યું. આના ઉપરથી વિચારણા કરવા જેવી એ છે કે પુગલોની પરતંત્રતાથી જીવન જીવી રહ્યા છીએ. જીવ પોતે જ અનાદિ કાળથી પુદ્ગલોને ગ્રહણ કરી શક્તિ પેદા કરતો કરતો જીવી રહ્યો છે. પોતે પોતાની આત્મ શક્તિથી જીવન જીવી શકતો જ નથી તે તો આત્મ શક્તિથી ત્યારેજ જીવાય કે જીવ પોતાનું સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા કરીને પરતંત્રતાનો નાશ કરે ત્યારે. એ પરતંત્રતાનો નાશ કરવા માટે સૌથી પહેલા પોતાની સ્વતંત્રતાને ઓળખવી પડશે એ ઓળખાણ જેમ વધતી જાય અને પરતંત્રતાની પરાધીનતામાં જે સુખ છે તેના કરતાં સ્વતંત્રતામાં સુખ વધારે અને કાયમી એટલે શાશ્વત છે એમ ખબર પડે તો પરતંત્રતાની સહાયમાં રાગાદિ પરિણામ કરીને જે જીવાય છે તે જીવન બદલાઇ જાય. આથી જ્ઞાનીઓ કહે છે કે શ્રી. જિનેશ્વર પરમાત્માનું દર્શન પણ એ માટે કરવાનું છે કે પોતાની પરતંત્રતા ઓળખાતી જાય અને તેમાં Page 23 of 78

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78