________________
તેઇન્દ્રિય જીવોને પાંચ પર્યાતિઓ હોય. (૧) આહાર (૨) શરીર (૩) ઇન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ (૫) ભાષા. ચઉરીન્દ્રિય જીવોને પાંચ પર્યાપ્તિઓ હોય. (૧) આહાર (૨) શરીર (૩) ઇન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ (૫) ભાષા. અસન્ની પંચેન્દ્રિય જીવોને પાંચ પર્યાપ્તિઓ હોય. (૧) આહાર (૨) શરીર (૩) ઇન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ (૫) ભાષા. સન્ની પંચેન્દ્રિય જીવોને છ પર્યાપ્તિઓ હોય છે. (૧) આહાર (૨) શરીર (૩) ઇન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ (૫) ભાષા અને (૬) મન પર્યાપ્તિ.
જીવ જ્યારે ઉત્પત્તિના પ્રથમ સમયન પ્રાપ્ત કરે છે ત્યારે જે આહારના પુદ્ગલો મળે છે તે પુગલોને તેજસ અને ફાર્મણ શરીરથી ગ્રહણ કરીને તે જ સમયે ખલ અને રસ રૂપે પરિણામ પમાડે છે તે આહાર પર્યાપ્તિ કહેવાય છે.
આહાર પર્યાપ્તિ બાદ સમયે સમયે આહારના પગલો જે મલતાં હોય તે ગ્રહણ કરતો કરતો ખલા અને રસરૂપે પરિણામ પમાડતો પમાડતો અસંખ્યાતા સમયો સુધી એ પ્રક્રિયા કરતો જાય છે અને ખલવાળા પુદ્ગલોનો નાશ કરી રસવાળા પુદગલોનો સંગ્રહ કરી શરીર બનાવવાની શક્તિને પેદા કરે છે તે શરીર પર્યાપ્તિ કહેવાય છે. શરીર પર્યાતિ પૂર્ણ થયા બાદ જે આહારનાં પુગલો મલે તેને ગ્રહણ કરતો કરતો ખલા અને રસરૂપે પરિણામ પમાડતો પમાડતો અસંખ્યાતા સમય સુધી પ્રક્રિયા કરે તેમાં જે રસવાળા પુગલોનો સંગ્રહ થયેલો હોય તેમાંથી થોડા થોડા શરીરને આપીને શરીર પુષ્ટ કરતો જાય છે એટલે વધારતો જાય છે અને બાકીના રસવાળા પુદ્ગલોમાંથી ઇન્દ્રિય બનાવવાની શક્તિ પેદા કરતો જાય છે તે ઇન્દ્રિય પર્યાપ્તિ. કહેવાય છે.
ઇન્દ્રિય પર્યાપ્તિ કર્યા બાદ સમયે સમયે આહારના પુગલો ને ગ્રહણ કરતો ખલ અને રસરૂપે પરિણામ પમાડતો જીવ રસવાળા પુદ્ગલોનો સંગ્રહ કરતો જાય તેમાંથી થોડા શરીરને અને થોડા ઇન્દ્રિયને આપતો બાકીના પુલોનો સંગ્રહ કરતો જાય આ રીતે અસંખ્યાતા સમય સુધી આ પ્રક્રિયા કરે તેમાં જે રસવાળા પુદ્ગલોનો સંગ્રહ થયેલો હોય તેમાંથી જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુગલોને ગ્રહણ કરવાની, ગ્રહણ કરીને શ્વાસ-ઉચ્છવાસ રૂપે પરિણમાવવાની અને વિસર્જન કરવાની શક્તિ પ્રાપ્ત કરે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય છે. આ પર્યાપ્તિ કરતાં કરતાં જે અપર્યાપ્તા જીવો હોય છે તે આ પર્યાપ્તિ શરૂ કરી પૂર્ણ કર્યા વગર પોતાનું ભોગવાતું આયુષ્ય પૂર્ણ કરે તે અપર્યાપ્તા જીવો કહેવાય છે. એકેન્દ્રિય જીવો જે પર્યાપ્તા હોય છે તે આ ચાર પર્યાતિઓ પૂર્ણ કરી પોતાનું જેટલું આયુષ્ય હોય ત્યાં સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણાવી આ ચારે પર્યાપ્તિઓને રસવાળા પુગલો આપી સતેજ કરતાં કરતાં જીવી રહેલા હોય છે. વધારેમાં વધારે આ જીવો બાવીશ હજાર વરસ સુધી જીવી શકે એટલી શક્તિ સમયે સમયે પેદા કરતાં જાય છે.
બેઇન્દ્રિય જીવોને વિષે પાંચ પર્યાદ્ધિઓ
હોય છે તેનું વર્ણન
આ જીવો ઉત્પત્તિના પહેલા સમયે આહાર લઇ પરિણમાવે તે આહાર પર્યાપ્તિ કહેવાય છે. પછી સમયે સમયે આહાર લેતાં અસંખ્યાતા સમયો સુધી પ્રક્રિયા કરી રસવાળા પુગલો એકઠા કરે તેમાંથી શરીર બનાવવાની શક્તિ પેદા કરે તે શરીર પર્યાપ્તિ કહેવાય. ત્યાર પછી સમયે સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરી અસંખ્યાતા સમયો સુધી આ પ્રક્રિયા કરતાં કરતાં રસવાળા પુગલોના સમુદાયમાંથી થોડા શરીરને આપી બાકીના પુદગલોમાંથી સ્પર્શના અને રસના એ બે ઇન્દ્રિયો બનાવવાની શક્તિ પેદા કરે તે ઇન્દ્રિય
Page 21 of 18