________________
લબ્ધિ પર્યાપ્તા ગણાય છે. આથી કેવલી ભગવંતો જ્ઞાનથી જોઇને કહે તો એમજ કહે કે આ લબ્ધિ અપર્યાપ્તા જીવો જાય છે. આ લબ્ધિ પર્યાપ્તા જીવો જાય છે. એમ કહે.
પ૬૩ જીવભેદોની ચૌદ જીવ ભેદોમાં વહેંચણી. (૧) સૂક્ષ્મ અપર્યાપ્તા જીવો પાંચ હોય છે. (૨) સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય જીવો રૂપે પાંચ હોય છે. (૩) બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય જીવો રૂપે જ હોય છે. (૪) બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો રૂપે જ હોય છે. (૫) બેઇન્દ્રિય અપર્યાપ્તા રૂપે એક જીવભેદ હોય છે. (૬) બેઇન્દ્રિય પર્યાપ્તા રૂપે એક જીવભેદ હોય છે. (૭) તે ઇન્દ્રિય અપર્યાપ્તા રૂપે એક જીવભેદ હોય છે. (૮) તેઇન્દ્રિય પર્યાપ્ત રૂપે એક જીવભેદ હોય છે. (૯) ચઉરીન્દ્રિય અપર્યાપ્તા રૂપે એક જીવભેદ હોય છે. (૧૦) ચઉરીન્દ્રિય પર્યાપ્તા રૂપે એક જીવભેદ હોય છે. (૧૧) અન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા રૂપે એકસો છે જીવભેદ હોય. (સમુરિંછમ અપર્યાપ્તા મનુષ્ય-૧૦૧, પાંચ પંચેન્દ્રિય તિર્યંચના) (૧૨) અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા રૂપે પાંચ જીવભેદ હોય છે. (પાંચ જલચર આદિ અસન્ની જીવો) (૧૩) સન્ની અપર્યાપ્તા રૂપે બસોને બાર જીવભેદ હોય છે. (નારકીના-૭, દેવતા-૯૯, સન્ની તિર્યંચ-૫, ગર્ભજ મનુષ્ય-૧૦૧) (૧૪) સન્ની પર્યાપ્તા રૂપે બસોને બાર જીવભેદ હોય છે. (નારકીના-૭, પંચેન્દ્રિય તિર્યંચ-૫, ગર્ભજ મનુષ્ય-૧૦૧ અને દેવતા-૯૯ = ૨૧૨ થાય છે.)
ગર્ભજ મનુષ્યના-૧૦૧ ભેદમાંથી હાલ આપણે જંબુદ્વીપ નામના દ્વીપને વિષે-ભરત ક્ષેત્રને વિષે-તેમાંય દક્ષિણાર્ધ ભરતને વિષે-મધ્યખંડને વિષે-અવસરપીણી કાળના ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના શાસનમાં આરાધના કરનારા સન્ની ગર્ભજ પર્યાપ્તા મનુષ્ય તરીકે જીવન જીવીએ છીએ.
સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય, સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય, બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય, બાદર પર્યાપ્તા એકેન્દ્રિય આ ચાર જીવ ભેદોને વિષે પાંચ ઇન્દ્રિયોનો ક્ષયોપશમભાવ લબ્ધિ રૂપે રહેલો હોય છે. તેમાંથી અક સ્પર્શના ઇન્દ્રિયનો ક્ષયોપશમભાવ લબ્ધિ રૂપે અને ઉપયોગ રૂપે એમ બન્ને રીતે હોય છે. બાકીની ચાર ઇન્દ્રિયોનો ક્ષયોપશમભાવ ઉપયોગ રૂપે હોતો નથી માટે એ જીવો એકેન્દ્રિય કહેવાય છે.
બેઇન્દ્રિય અપર્યાપ્તા અને પર્યાપ્તા આ બે જીવોને વિષે સ્પર્શના અને રસનેન્દ્રિય આ બે ઇન્દ્રિયો લબ્ધિરૂપે અને ઉપયોગ રૂપે હોય છે. બાકીની ત્રણ માત્ર લબ્ધિ રૂપે જ હોય છે. આથી આ જીવો બેઇન્દ્રિય કહેવાય છે. આના કારણે આ જીવો એક એક અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્તે બન્ને ઇન્દ્રિયોમાંથી કોઇપણ ઇન્દ્રિયનો ઉપયોગ પ્રાપ્ત કરી પોતાનું જીવન જીવે છે. તેઇન્દ્રિય અપર્યાપ્તા અને પર્યાપ્તા આ બે જીવોને વિષે સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય આ ત્રણ ઇન્દ્રિય લબ્ધિ રૂપે અને ઉપયોગ રૂપે હોય છે. બાકીની બે ઇન્દ્રિયો માત્ર લબ્ધિરૂપે જ રહેલી હોય છે આથી આ જીવો અંતર્મુહૂર્ત- અંતર્મુહૂર્તે આ ત્રણ ઇન્દ્રિયમાંથી કોઇને કોઇ ઇન્દ્રિયના ઉપયોગમાં રહ્યા કરી કર્મબંધ કરતાં જીવન જીવતા જાય છે.
ચઉરીન્દ્રિય અપર્યાપ્તા અને પર્યાપ્તા જીવોને વિષે સ્પર્શના-રસના-ધ્રાણ અને ચક્ષુ આ ચાર ઇન્દ્રિયો. લબ્ધિ રૂપે અને ઉપયોગ રૂપે રહેલી હોય છે. બાકીની એક ઇન્દ્રિય લબ્ધિરૂપે જ રહેલી હોય છે. આથી આ જીવો એક એક અંતર્મુહર્ત ચારે ઇન્દ્રિયોનાં ઉપયોગને બદલતાં બદલતાં કર્મબંધ કરતાં કરતાં પોતાનું
Page 18 of 78