________________
આત્મીક સુખ મેળવવા માટે કરવામાં આવે તો જ જરૂરથી આત્મીક સુખ મલે. માત્ર પુરૂષાર્થની દિશા બદલવાની જરૂર છે. જીવ અનાદિ કાળથી સુખની શોધમાં દોડાદોડ કરે છે છતાંય એને સુખ ક્યાંય મળતું નથી કારણ કે જ્યાં સુખ છે તેની વિરુધ્ધ દિશામાં પ્રયત્ન કર્યા કરે છે. સૂક્ષ્મ જીવો સૂક્ષ્મપણામાં અસંખ્યાતા પુદ્ગલ પરાવર્ત સુધી ફ્ક્ત કરે છે. એક પુદ્ગલ પરાવર્તકાળ એટલે અનંતી ઉત્સરપિણી-અનંતી અવસરપિણી કાળ કહેલો છે. વાસ્તવિક રીતે સુખ આત્મામાં રહેલું છે. પણ આપણે એ સુખ શરીરમાં માનીને શોધ કર્યા કરીએ છીએ આથી જ શરીરમાં સુખની શોધ કરતો કરતો જીવ જેટલો કાળ પસાર કરે તે બધો કાળ દુ:ખી થયા વિના રહેતો જ નથી. બાદર એકેન્દ્રિય જીવો બાદરપણામાં સીત્તેર કોટાકોટી સાગરોપમ કાળ સુધી રહી શકે છે.
એ કાળ પૂર્ણ થવા આવે એટલે સૂક્ષ્મમાં જાય ત્યાં પાછો અસંખ્યાતા પુદ્ગલ પરાવર્ત રે પાછો બાદરપણામાં આવે. આ રીતે અનંતા પુદ્ગલ પરાવર્તકાળ રખડ્યા જ કરે છે. જો કોઇ લઘુકર્મિતા થયેલી હોય, અકામ નિર્જરાથી કર્મો ઓછા થયા હોય અને પુણ્ય બંધાયેલું હોય તો વળી એકેન્દ્રિયપણામાંથી બહાર નીકળી શકે છે.
વિચારો. અત્યાર સુધી અનંતો કાળ પસાર કર્યો તેમાં દુઃખનો કાળ વધારે ગયો કે સુખનો ? હવે જો ચેતવા માંડીએ તો જ કાંઇ ઠેકાણું પડે એમ નથી લાગતું ?
બેઇન્દ્રિયાદિ ત્રસ જીવો ત્રસપણામાં ફ્ક્ત કરે તો વધારેમાં વધારે બે હજાર સાગરોપમ કાળ સુધી ફ્ક્ત કરે છે. જો એટલા કાળમાં પુરૂષાર્થ કરીને જીવ જો પોતાનું શુધ્ધ સ્વરૂપ સંપૂર્ણ પેદા કરી દે તો તો ફરવાનું મટી જાય, નહિ તો જીવ પાછો એકેન્દ્રિયમાં વા માટે જતો રહે છે.
ચૌદ પ્રકારના જીવો
(૧) સક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય જીવો (૨) બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય જીવો (૩) બાદર અપર્યાપ્તા બઇન્દ્રિય જીવો (૪) બાદર અપર્યાપ્તા તેઇન્દ્રિય જીવો (૫) બાદર અપર્યાપ્તા ચઉરીન્દ્રિય જીવો
(૬) બાદર અપર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય જીવો (૭) બાદર અપર્યાપ્તા સન્ની પંચેન્દ્રિય જીવો (૮) સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય જીવો (૯) બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો (૧૦) બાદર પર્યાપ્તા બેઇન્દ્રિય જીવો (૧૧) બાદર પર્યાપ્તા તેઇન્દ્રિય જીવો (૧૨) બાદર પર્યાપ્તા ચઉરીન્દ્રિય જીવો (૧૩) બાદર પર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય જીવો અને (૧૪) બાદર પર્યાપ્તા સન્ની પંચેન્દ્રિય જીવો
પર્યાપ્ત-અપર્યાપ્તાપણાનું વર્ણન
અપર્યાપ્તની વ્યાખ્યા - અપર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જીવોને અપર્યાપ્તા જીવો કહેવાય છે. પર્યાપ્તાની વ્યાખ્યા - પર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જીવોને પર્યાપ્ત જીવો કહેવાય છે. અપર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જીવો પોતે-પોતાની જેટલી પર્યાપ્તિઓ કહેલી છે. તેમાંની છેલ્લી
Page 16 of 78