Book Title: Jeev Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 14
________________ જીવો કહેવાય છે. (૧) પૃથ્વીકાય, (૨) અકાય, (૩) તેઉકાય, (૪) વાયુકાય, (૫) વનસ્પતિકાય અને (૬) ત્રસકાય જીવો. તેમાં પૃથ્વીકાયના-૪ ભેદ. અપકાયના-૪ ભેદ. તેઉકાયના-૪ ભેદ. વાયુકાયના-૪ ભેદ. વનસ્પતિકાયના-૪ ભેદ. ત્રસકાયના-૫૪૧ ભેદ = ૫૬૩ ભેદો જીવોનાં થાય છે તે આ રીતે. છ કાયમાં સમાવેશ થાય છે. કાય એટલે શરીર. એ શરીર દ્વારા તેરમાં ગુણસ્થાનક સુધી જીવોની ક્રિયા ચાલુ હોય છે. જ્યારે જીવો કાયાનો રોધ કરતા કરતા સંપૂર્ણ રોધ નિરોધ રૂપે કરશે ત્યારે કાયાની ક્રિયા અટકી જાય છે માટે જ્ઞાનીઓ કહે છે કે એ કાયમાં ક્રવાનું સૌથી પહેલા અટકાવવા માટે કાયાથી જે અશુભ ક્રિયાઓ થાય છે તે અશુભક્રિયાઓ એટલે પ્રવૃત્તિઓનો ત્યાગ કરવા પ્રયત્ન કરવો જોઇએ અને કાયાને શુભ પ્રવૃત્તિમાં વારંવાર જોડવાનો પ્રયત્ન કરવો જોઇએ. એમ કરતાં કરતાં જ્યારે મનની સ્થિરતા અને એકાગ્રતા શુભ પ્રવૃત્તિમાં ચાલુ થતી જશે તેમ તેમ કાયામાં ક્રવાનું કર્મ ઓછું બંધાય છે અને જીવો થોડા કાળમાં થોડા ભવોમાં કાયથી છૂટી શકે છે તો આ કાયયોગના જીવોમાં પરિભ્રમણ અટકાવવા માટે જ શુભ પ્રવૃત્તિ વિશેષ રીતે કરવાની છે. એ શુભપ્રવૃત્તિ કરતાં જીવને સ્થિરતાને પ્રસન્નતા ત્રસકાયમાં મનુષ્યગતિમાં થઇ શકે છે તો. એનો પ્રયત્ન કરવો જરૂરી છે. છએ પ્રકારના કાયના જીવોમાંથી રોજ કેટલા જીવોની હિંસા ચાલુ હોય છે તેની વિચારણા કરીએ છીએ ખરા ? શ્રાવકોને પોતાના જીવનમાં પાંચકાયની હિસા તો ચાલુ જ હોય છે. પૃથ્વી-પાણી અને અગ્નિની હીંસા વિના ઘર સંસાર ચાલતો જ નથી માટે ગૃહસ્થને તે હિંસાના ત્યાગના પચ્ચકખાણ હોતા. નથી. માટે વિરતિવાળા શ્રાવકોને પચ્ચખાણમાં માત્ર ત્રસકાયની વિરતિના જ પચ્ચકખાણ હોય છે એ પણ સંપૂર્ણ નહિ દેશથી જ એટલે કે નિરપરાધી ત્રસજીવો ને જાણી બુઝીને મારે હણવા નહિ અને કોઇની પાસે હણાવવા નહિ અને મારતાની અનુમોદના કરવી નહિ. આટલું જ પચ્ચખાણ હોય છે. આનાથી એમ નહિ સમજવાનું કે અપરાધીને મારવાની છૂટ, મરાવવાની છૂટ અને બાકીના પાંચકાયના જીવોની હિંસાની છૂટ છે એમ નથી એની બને એટલી જયણા પાળવાની. એનો ઉપયોગ કરવાનો વખત આવે ત્યારે જેટલું જોઇએ એટલું જ લે અને તે જીવોને દુ:ખ વેદના પીડા કેમ ઓછી થાય એનું લક્ષ્ય જરૂર હોય ત્યારે તે જયણારૂપે ગણાય છે. એટલે એના અંતરમાં એ ભાવ સતત રહેલો હોય છે કે સંયમ લઇ શકાયું નહિ માટે આ જીવોની હિંસા કરવી પડે છે ક્યારે તાકાત આવે કે જેથી આ હિંસા કરવાનું બંધ થઇ જાય અને હું સંયમને પામું. આ. વિચારણાના પ્રતાપે જીવનમાં હિંસા ચાલુ હોવા છતાં અશુભ કર્મોનો રસબંધ ઓછો થાય છે અને તે અનુબંધ રૂપે બંધાતા નથી જ્યારે શુભક સારા રસે બંધાય તથા અનુબંધ રૂપે બંધાય છે અને સાથે બંધાયેલા અશુભ કર્મોની નિર્જરા અધિક કરી શકે છે. સાત પ્રકારના જીવોનું વર્ણન સૂક્ષ્મ એકેન્દ્રિયના ૧૦ ભેદો. બાદર એકેન્દ્રિયના ૧૨ ભેદો. બેઇન્દ્રિયના ૨ ભેદો. તેઇન્દ્રિયના ૨ ભેદો. ચઉરીન્દ્રિયના ૨ ભેદો. અસન્ની પંચેન્દ્રિયના ૧૧૧ ભેદો (૧૦૧ સમુરિંછમ અપર્યાપ્તા મનુષ્યો. ૫ અસન્ની અપર્યાપ્તા તિર્યંચો. અને ૫ અસન્ની પર્યાપ્તા તિર્યંચો). સન્ની પંચેન્દ્રિયના ૪૨૪ ભેદો હોય છે. Page 14 of 78

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78