________________
આ ગ્રંથમાં ૩૨ આગમેમાંના કથાસાહિત્યની માત્ર ૨૪૩ વાર્તાઓ આપવામાં આવી છે, અને અમારે મને આમાં જાણવા લાયક લગભગ સઘળી વાર્તાઓનો સમાવેશ થાય છે. કેટલાંક પાત્રાનું ચરિત્ર મુખ્ય વાર્તાના અંતરભાગમાં ગૌણ વાર્તા તરીકે આવી જાય છે. દાખલા તરીકે હલકુમાર, વિહાકુમાર, પિટિલા વગેરે; તેથી તે અલગ આપેલ નથી. ઉપરાંત કેટલાંક ટુંક ચરિત્રો કે જેની સ્થળ, દીક્ષા અને મેક્ષ સિવાય અન્ય કશી માહીતિ સૂત્રોમાં નથી, તે આમાં ઉદધૃત કર્યા નથી. દાખલા તરીકે શ્રેણિક રાજાના પુત્રો તથા રાણુઓએ લીધેલી દીક્ષા અને તેમનું મેક્ષગમન, કૃષ્ણની રાણીઓની દીક્ષા અને તેમનું મોક્ષગમન, કેટલાક સાર્થવાહના પુત્રોની દીક્ષા અને તેમનું મોક્ષગમન, વગેરે.
આ કથાગ્રન્થમાં ર૪ તીર્થકરે, ચક્રવર્તીઓ, બળદ, વાસુદેવ, પ્રતિવાસુદે, ભ. મહાવીરના ભક્તરાજાઓ, દશ ઉપાસકો, ચાર પ્રત્યેક બુદ્ધ, ૧૧ ગણધરદે, અનેક તપસ્વી મુનિવરે અને મહાસતીઓ, આદર્શ ગૃહસ્થ અને સન્નારીઓ વગેરેના વૃત્તાંત આપવામાં આવ્યા છે. તે સાથે કથાઓ પરથી નીકળતો ન્યાયસાર પણ કેટલીક વાર્તાઓને અતિ આપવામાં આવ્યો છે, જેથી વાચકને પાત્રોના ઉજજવળ અને પ્લાન એ બંને પ્રકારના ઉલ્લેખનીય જીવનમાંથી સુયોગ્ય પ્રેરણા મળી શકે.
જોકે આમાંની પ્રત્યેક કથાની નીચે સૂત્રાધાર ટાંક્યો નથી; પણ લગભગ આમાંની મહેટા ભાગની કથાઓ શ્રી ભગવતી, ઉપાસક દશાંગ, સૂત્રકૃતાંગ, નિર્યાવલિકા, અનુત્તરેવવાઈ જ્ઞાતા, અંતગડ, વિપાક, ઉત્તરાધ્યયન આદિ સૂત્રોની છે. માત્ર થોડી એક કથાઓ જેવી કે–સુભદ્રા, સ્થૂળભદ્ર, સુદર્શન, વગેરે કથા ગ્રંથની છે. બીજી ડી એક વાર્તાઓ જેનું આગમમાં પણ અધુરું ચરિત્ર જોવામાં આવે છે, અને તે પૃથક પૃથક્ સ્થળે થઈ પૂર્ણ તારવી શકાય છે તેવાં થોડાંક ચરિત્રોની પશ્ચાત અને અધુરી હકીકત ગ્રંથ દ્વારા મેળવીને પૂર્ણ કરવામાં આવી છે, તે સાથે ન્યાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com