________________
-
ઇતિહાસ ]
: ૨૯ : '
શ્રી શત્રુંજય
नालीलिरवंश्च कुत्रापि हि नाम निजं गभीरहृदयास्ते । प्रायः स्वोपज्ञेषु च स्तवेषु तै नाम न न्यस्तम् ॥ १३३ ॥
स्वस्ति श्री नृपविक्रमाज्जलधिदिग्बाणेन्दु १५८७ शुभे, मासो माधषसंशिकल्य बहुले पक्षे च षष्ट्यां तिथौ। वारेऽर्के श्रवणे च भे प्रभुपदाद्रौ साधुकर्मो धृती, .. विद्यामंडनसूरयो वृषभसन्मूतः प्रतिष्ठा व्यधुः ॥ १३४ ।।
આ ઉદારતા મહાત્મા પ્રતિષિત મૂર્તિ અદ્યાવધિ જનસંઘનું કલ્યાણ કરી દર્શન દઈ રહી છે. આવું મહાન કાર્ય કરાવ્યા છતાં કયાં ય પિતાનું નામ ન રાખવાની ઉદારવૃત્તિ ધરાવનારા એ આચાર્યને ધન્ય છે.
તેઓ રત્નાકરસૂરિજીના સમુદાયના આચાર્ય હતા. બૃહતપાગચ્છના રતનાકરસૂરિજીના ઉપદેશથી સમરાશાહે તીર્થરાજને ઉદ્ધાર કરાવ્યું હતું અને તે સૂરિજી મહારાજે પ્રતિષ્ઠા કરી હતી. તેમના વંશજ તપાગચ્છીય શ્રી વિદ્યામંડનસૂરિજીએ કમશાહના ઉદ્ધાર સમયે પ્રતિષ્ઠા કરી મહાન તીર્થસેવા અને શાસનસેવા બજાવી હતી. પ્રતિષ્ઠા પ્રસંગે કમશાહે લાખે રૂપિયાનું દાન કર્યું. આ ઉધ્ધારમાં કમાશાહ શેઠને સવા કરેડ દ્રવ્યને ખર્ચ થયો હતે.
શેઠ કમશાહ ઉધૂત મંદિર અને શ્રી વિદ્યામંડનસૂરિજીપ્રતિષ્ઠિત મૂતિ અદ્યાવધિ જનસંઘનું કલ્યાણ-આત્મહિત સાધવામાં હાયક થઈ રહેલ છે. પ્રતિદિન સેંકડો-હજારો ભાવિક આત્મા દર્શન-પૂજન કરી આત્મકલ્યાણ સાધી રહેલ છે. આ સોળમો ઉદ્ધાર હતો. તેજપાલ સેનીનો ઉદ્ધાર--
આ ઉધ્ધાર સં. ૧૮૫૦ માં થયેલ છે. તેજપાલ ની ખંભાતના વાસી હતા. તેજપાલ સેની જગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના મુખ્ય શ્રાવક શિષ્યોમાંનાં એક હતા. શયને ઉદ્ધાર કેમ કર્યો અને કેવી રીતે? તેને ઉલ્લેખ તે વખતના એક શિલાલેખમાં મળે છે જેને ભાવાર્થ આ પ્રમાણે છે.
“સં. ૧૫૮૭ માં કમશાહે આનંદવિમલસૂરિના સદુપદેશથી શત્રુંજય તીર્થ ઉપરના મૂળમંદિરને પુનરુધ્ધાર કર્યો. (પં. ૪૩) પરતુ બહુ જ પ્રાચીનતાને લીધે થોડા જ સમયમાં પાછું એ મૂળમંદિર, જીર્ણપ્રાય જેવું અને જર્જરિત થઈ ગયેલું દેખાવા લાગ્યું. તેથી તેજપાલે પિતાના મનમાં વિચાર કર્યો કે, આ મંદિરને ફરીથી બરાબર ઉધ્ધાર થાય તે કેવું સારુ? (પં. ૪૪) એમ વિચારી હીરવિજયસૂરિ આદિના સદુપદેશથી પિતે એ મંદિરને ઉધ્ધાર કર શરૂ કર્યો અને થોડા જ સમયમાં આખું મંદિર તદ્દન નવા જેવું તૈયાર થયું. (પં. ૪૫-૬).
.*
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com