Book Title: Jain Tirthono Itihas
Author(s): Nyayavijay
Publisher: Jain Sahitya Fund

View full book text
Previous | Next

Page 612
________________ ઈતિહાસ ] ': ૫૩૭ : ભદિલપુર ભક્િલપુર અહીં કશીતલનાથ પ્રભુનાં ચાર (ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન) કલ્યાણક થયાં છે. અન્તિમ તીર્થપતિ શ્રી મહાવીર દેવે અહીં ચાતુર્માસ કર્યું છે. મહાસતી પરમ આહાપાસિકા-શ્રાવિકા સુલસાને અંખડદ્વારા ભગવાન મહાવીરે સંદેશ-ધર્મલાભ મોકલ્યો હતો. આવી રીતે આ સ્થાન અત્યંત પ્રાચીન અને પુનિત છે, કિંતુ અધુના આ સ્થાનને ભક્િલપુર તરીકે કેઈ ઓળખતું નથી. કાળચક્રના સપાટામાંથી કેણ બચ્યું છે કે આ નગરી પણ બચે? અમે ભક્િલપુર જવા જંગલના ટૂંકા રસ્તે ચાલ્યા, પરંતુ અધવચ્ચે ભયંકર અરણ્યમાં અમે ભૂલા પડ્યા. માત્ર અમે ત્રણ જણ હતા. કોઈ માણસ પણ ન મળે. રસ્તે જનાર કે આવનાર પણ કેઈ ન મળે. જે સ્થાને અમે ૮-૯ વાગે પહોંચવાની ધારણ રાખતા ત્યાં જંગલમાં ૧૧ વાગ્યા, ગરમી કહે મારું કામ. તરસ લાગેલી. ભાગ્યજોગે થોડું પાછા વળ્યા ત્યાં દૂરથી એક ખેતરમાં આદમી દેખાતાં ત્યાં ગયા. બહુ મુશ્કેલીથી રસ્તે મળે. એક વાગે આઠ દશ ઝુંપડાવાલું ગામ આવ્યું, જેને અત્યારે હટવરીયાં કહે છે. ગામમાં આઠ દશ ઝુંપડાં એ જ મકાન કે ધર્મશાળા હતાં. ઉતરવા માટે કયાંય સ્થાન ન હતું. ત્યાં એક પોલીસ ચોકી દેખી, પણ વિચાર્યું-ચાલો, પહાડ પાસે કયાંક ધર્મશાળા હશે. બે માઈલ ચાલી ત્યાં ગયા, તે માત્ર વડનાં ઝાડ ધર્મશાળારૂપે હતાં, ધર્મશાળા તે ખંડિયેરરૂપે ઊભી હતી. ઝાડ નીચે રાત કેઈ રહેતું નહિં. જંગલને મામલે, ડર જેવું ખરું. અમે થાકયા પાક્યા બેસવાન-વિશ્રાંતિ લેવાને વિચાર કર્યો પરંતુ ત્યાં તે પહાડ ઉપરથી માણસો લેહીથી ખરડાયેલાં, અને જેમાંથી લેહીનાં ટીપાં જમીન ઉપર પડ્યાં કરતાં હતાં એવાં બકરાના કપાએલા ધડને લઈને આવી પહોંચ્યા. અમને પ્રથમ તે બહુ જ આશ્ચર્ય થયું. પણ આજે ફાગણ સુદ ૭ ને મંગળવાર હતે. દેવીને બલિ ચઢે છે તેને દિવસ હતે. અમે થોડો ઉપદેશ આપ શરૂ કર્યો પણ ત્યાં અમારું કાંઈ ન ચાલ્યું, અત્તે અમે ઊઠી પુનઃ ગામમાં આવી પોલીસ ચેકીમાં ઉતારે કર્યો. બીજે દિવસ પહાડ ઉપર ચઢ્યા, ચઢાવ કઠીણ અને મુશ્કેલીભર્યો છે. પહાડ બહુ ઊંચે નથી પણ વચમાં રસ્તે જ બહુ ખરાબ છે. જેમ તેમ કરી ઉપર પહોંચ્યા. * શીતલનાથ-ભદિલપુર નગરમાં આપને જન્મ થયો હતો. પિતાનું નામ દહાથરાજા અને માતાનું નામ નંદારાણું હતું. પિતાના શરીરે દાહરજવર થયો હતો તે ભગવંત ગર્ભમાં આવ્યા પછી રાજાના શરીરની ઉપર રાષ્ટ્રએ હાથ ફેરવ્યાથી રાજાને શીતલતા થઈ. ગભનો આ મહિમા જાણું પુત્રનું નામ શીતળનાથ રાખ્યું. તેમનું, નેવું ધનુષ્ય પ્રમાણ શરીર અને એક લાખ પૂર્વનું આયુષ્ય હતું. સુવર્ણ વર્ણ અને શ્રીવત્સનું લાંછન હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652