________________
જગાર
: ૫૫૮ઃ
[ જેસીપને મારા બન્યું. રાજા પિતાની નગરીમાં આવ્યા છે. ત્યાંના રાજા કે જે ઉદાયનના ભાણેજ હતા તેના મંત્રોએ રાજર્ષિને ઝેર અપાવ્યું અને રાજા ૩૦ દિવસનું અને શન કરી મોક્ષે ગયા પરંતુ બાદ નગરરક્ષક દેવે કેધિત થઈ નગરને ધૂળીથી દાટી દીધું. ત્યાર પછી વીર નિર્વાણ સંવત્ ૧૬૬૯ વર્ષ પછી મહારાજા કુમારપાલે આ નગરમાંથી દાણકામ કરાવી મહાવીર ભગવાનની મૂર્તિ કઢાવી પૂછ હતી. અત્યારે આ મૂતિ કયાં છે તેને પત્તો નથી.
પ્રાચીન વીતભયપતનને પત્તો નથી, નવું વિતભયપત્તન તેનાથી ત્રણ ચાર કાશ દૂર જેહલમને કિનારે વસેલું છે. આ વખતે વિતભયપત્તનને બરા” કહે છે. ત્રણ ચાર વાર આ નગર વસ્યું છે. વર્તમાન ભેરા ગામને વચ્ચે ૮૦૦ થી ૯૦૦ વર્ષ થઈ ગયા છે. પહેલા જેની વસ્તી હતી. ભેરાં સારું શહેર હતું. અત્યારે તે
નેની વસ્તી નથી. એક પ્રાચીન જૈન મંદિર હતું. તેને જીર્ણોદ્ધાર પંન્યાસજી મહારાજ શ્રી સેહનવિજયજીના ઉપદેશથી પંજાબ સંઘ તથા આત્માનંદ જેન મહાસભાએ કરાવેલ છે. એક ધર્મશાલા પણ બનાવી છે. પંજાબથી પેશાવર જતાં રસ્તામાં લાલામૂસા નામક જંકશન આવે છે. ત્યાંથી ભેરા તરફ ગાડી જાય છે. લેરા સ્ટેશન છે. ખાસ પ્રાચીન સ્થાન જેવા ચોગ્ય છે.
કાંગરા કાંગરાને કિલે પ્રસિદ્ધ છે. અહીંનું સુંદર જિનમંદિર તથા કિલે રાજા કાનહાસે બંધાવેલ હતાં. આનગર પ્રાચીન કાળમાં મેટું શહેર હતું. નગરકેટ કાંગરા નામથી પ્રસિધ્ધ શહેર હતું. કિલ્લામાં સમવસરણની રચના હતી. તેમને કેટલોક ભાગ લેશીયારપુર લાવ્યા છે. તેમાં શ્રી શાંતિનાથજી, કુંથુનાથજી, અરનાથજીની મૂર્તિઓ છે. કિલામાં અંબિકાજીની મૂર્તિ છે.
આ સિવાય પંજાબમાં રામનગર, હોંશીયારપુર, ગુજરાનવાલા, અમૃતસર, સલાહેર, લુધીયાના અંબાલા, આદિ દર્શનીય સ્થાને છે.
રામનગરમાં પંજાબદેશધારક શ્રી બુટેરાયજી મહારાજે નલમની પ્રતિમાજી
* લાહોરમાં બાદશાહ અકબરના સમયમાં મહેપાધ્યાય જીશાનિતચંદ્રમણિના ઉપદેશથી દર જૈનમંદિર અને ઉપાશ્રય બન્યાં હતાં તેમજ બાદશાહ અકબરે જહાંગીરને જન્મ મળી નક્ષત્રમાં થવાથી શાંતિ માટે શતિસ્નાત્ર જણાવ્યું હતું. ઉપાધ્યાય ભાનુચંદ્રજી, સિધિચંદ્રજી, વિજયસેનસૂરિ આદિ અહીં પધરી બાદશાહ અકબરને ધર્મોપદેશ આપી જસદ્દગુરૂ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજે જિન સાધુઓ માટે મોગલ દરબારનાં દ્વાર ખોલ્યા તે ભાગે ચાલુ કરાવ્યું હતો અને સમ્રાટને ઉપદેશ આપી શત્રુંજયાદિ તોથના કર માફ કાવ્યા હતા તેમજ બીજા અનેક સુકૃત કરાવ્યાં હતાં. ખરતરગચ્છ યુ. પ્ર. શ્રીજિનચંદ્રસૂરિ તથા જિનસિંહસૂરિ મહી પધાર્યા હતા અને બાદશાહને ઉપદેશ આપે હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com